26 જાન્યુઆરી, 2024 ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. ભારતના આમંત્રણે લઇ ઇમેન્યુઅલ મેક્રોને પોતાના ટ્વીટર એટલે કે X પર જણાવ્યું કે, "મારા પ્રિય મિત્ર @NarendraModi આપના આમંત્રણ બદલ આભાર. તમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થવા હું જરૂર ભારત આવીશ."
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનની પોસ્ટનો જવાબ આપતા કહ્યું હતું કે, "મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન ભારતના 75માં પ્રજાસત્તાક પર્વ પર તમને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. સાથે જ અમે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી અને લોકતાંત્રિક મૂલ્યોમાં સહિયારી આસ્થાની પણ ઉજવણી કરવા તત્પર છીએ."
આ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને 14 જુલાઈના રોજ પેરિસ ખાતે આયોજિત બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ તરીકે સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ તરીકે ભારતના બીજા વડાપ્રધાન હતા. સાથે જ, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલ G-20 સમિટમાં ઇમેન્યુઅલ મેક્રોન સામેલ થયા હતા. આ પહેલા વર્ષ 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ આ પરેડમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થયા હતા.
ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે ત્રણેય સેના પાંખમાંથી 241 સભ્યોની ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય સશસ્ત્ર દળની ટુકડીનું નેતૃત્વ પંજાબ રેજિમેન્ટે રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટ સાથે કર્યું હતું. આ સાથે, ભારતીય વાયુ સેનાના રાફેલ જેટ પરેડ દરમિયાન ફ્લાઈ પાસ્ટમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીમાં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રેન્ચના નેતા આવશે એવું છઠ્ઠી વખત બનશે. એક અહેવાલ પ્રમાણે, મેક્રોન પહેલાં ફ્રાન્સના ભૂતપૂર્વ વડાપ્રધાન જેક્સ શિરાકે 1976માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી, ત્યારબાદ 1998માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ વેલેરી ગિસ્કર્ડ ડી'એસ્ટાઈંગ, નિકોલસ સરકોઝી અને ફ્રાન્કોઈસ હોલેન્ડે અનુક્રમે 1980, 2008 અને 2016માં નવી દિલ્હીમાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બિડેનને મુખ્ય અતિથિનું આમંત્રણ આપ્યું હતું, યુએસ રાજદૂત એરિક ગારસેટ્ટીએ સપ્ટેમ્બરમાં પુષ્ટિ કરી હતી. જો કે, બિડેને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login