ADVERTISEMENTs

ઈન્વેસ્ટમેન્ટમાં રિટર્ન આપવામાં સુરત શહેરનું ભાવિ ઉજ્જવળ છે: ગૃહ .રાજયમંત્રી હર્ષ સંઘવી

'અર્બન ડેવલોપમેન્ટ સેક્ટરમાં શેપિંગ સિટીસ ઓફ ધ ફ્યુચર'વિષય પર સેમિનાર યોજાયો.

સેમિનાર દરમ્યાન હર્ષ સંઘવીનું સંબોધન / માહિતી વિભાગ, ગુજરાત

સુરત ઈકોનોમિક રિજીયન’ને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન લોન્ચ અંતર્ગત સુરત ખાતે અર્બન ડેવલોપમેન્ટ સેક્ટરમાં ‘શેપિંગ સિટીસ ઓફ ધ ફ્યુચર' વિષયમાં સેશન યોજાયો હતો. આ પેનલ ડિસ્કશનમાં નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૦માં દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો ૬.૧ ટકા હિસ્સો હતો, જે અત્યારે વર્ષ ૨૦૨૪માં વધીને ૮.૧ ટકા થયો છે. ઈન્વેસ્ટમેન્ટમાં રિટર્ન આપવામાં સુરત શહેરનું ભાવિ ઉજ્જવળ છે. ભાવિ પેઢીને રોકાણમાં યોગ્ય અને પ્રોત્સાહક રિટર્ન આપવાની ક્ષમતા આ શહેરમાં છે. સુરતના યુવાનો આઈટી, ટુરિઝમ અને સર્વિસ સેક્ટરમાં કારકિર્દી ઘડી શકે એ માટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા કાર્યરત છે. ઈકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાન્ટ ગેમ ચેન્જર બનશે એમ તેમણે કહ્યું હતું. 

મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે દેશની ૬૫ % GDP શહેરોમાંથી આવે છે, જે ૩ % જમીનનો હિસ્સો ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, ૨૦૪૭ સુધી ભારતનું ટ્રાન્ઝેક્શન રૂરલથી અર્બન ઈકોનોમી તરફ રહેશે. દેશની ૭૦ % વસ્તી શહેરોમાં વસવાટ કરશે. ગુજરાત જેવા રાજ્ય શહેરીકરણમાં આગળ વધી રહ્યા છે. વિશ્વના ન્યુયોર્ક અને લંડન જેવા મોટા શહેરોમાં તેમનું ઈકોનોમી ડેવલોપમેન્ટ પ્લાન હોય છે,  તે જ મુજબ ભારતમાં પણ ૪ શહેરો સુરત, મુંબઈ,વારાણસી અને વાયઝાગ(આંધ્રપ્રદેશ) શહેરોનો ભાવિ માસ્ટર પ્લાન બનાવાયો છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, સુરત રિજયનમાં ખાસ કરીને ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઈલ, એગ્રો પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીસ સેક્ટરમાં ધ્યાન આપવામાં આવશે. રિયલ સ્ટેટમાં એજ્યુકેશન સિટી, મેડિકલ સિટી, ટૂરિઝમ સિટી, ઈન્ડસ્ટ્રિયલ સિટી અને કોમર્સિયલ સિટીને એકીકૃત કરવામાં આવ્યું છે.

સેમિનાર દરમ્યાન હાજર મહાનુભાવો / માહિતી વિભાગ, ગુજરાત.

સેમિનારમાં પેનલ ડિસ્કશનમાં એસપીએ દિલ્હીના ડિરેક્ટર ડૉ.પીએસએન રાવ, સીઈપીટી યુનિ.ના પ્રોફેસર સસવત બંધોપાધ્યાય, સીઈપીટી યુનિ.ના પ્રોફેસર સિવાનંદ સ્વામી,એસિયન ડેવલોપમેન્ટ બેંકના ડાયરેક્ટર રાણા હસન દ્વારા ગ્રીનફિલ્ડ શહેરી વિકાસ માટે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલનો લાભ, હાઈ-સ્પીડ રેલ કોરિડોર સાથે ટકાઉ શહેરી વિકાસને આગળ વધારવા માટે સંભવિત રોકાણ સ્થળો અને મુખ્ય ક્ષેત્રોની શોધખોળ, જીવનની ગુણવત્તા વધારવા માટે આંતરિક-શહેરના વિસ્તારોનો પુનઃવિકાસ, બ્રાઉનફિલ્ડ પુનઃવિકાસના મહત્વ પર ભાર મૂકે છે અને શહેરો શહેરી જીવનની સ્થિતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે શહેરો અપનાવી શકે છે. ભવિષ્યવાદી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, હરિત જગ્યાઓનું સંરક્ષણ કરવા અને ટકાઉ, ભાવિ-તૈયાર શહેરો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્તુળાકાર અર્થતંત્ર તરફના પરિવર્તનની તપાસ કરવી, શહેરી સ્થિતિસ્થાપકતા વધારવી, આબોહવા પરિવર્તન અને કુદરતી આફતોની અસરો સામે, ખાસ કરીને SER માટે,શહેરી શાસનને મજબૂત બનાવવું, શહેરી સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાઓ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related