અદાણી ગ્રુપ પર આ વર્ષની શરૂઆતમાં અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ફંડની હેરાફેરી અને પોતાની માર્કેટ વેલ્યુ વધારી ચઢાવીને બતાવવાનાં અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા. જ્યારે આ રીપોર્ટનો ઘટસ્ફોટ થયો ત્યારે ગૌતમ અદાણી દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. આ રીપોર્ટ આવતા જ તેમની માર્કેટ વેલ્યુમાં 100 અરબ ડોલરથી વધુનો ઘટાડો થયો.
આ સાથે જ, અમેરિકાએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની દ્વારા શ્રીલંકામાં વિકસાવવામાં આવી રહેલા પોર્ટ પ્રોજેક્ટ માટે હાલમાં જ 55.3 કરોડ ડોલરની આર્થિક સહાય પણ મંજૂર કરી દીધી છે. ત્યારે હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકન સરકારે ફંડ આપતા પહેલાં અદાણી સામે સૌથી મોટા કોર્પોરેટ કૌભાંડના આરોપોની પોતાની રીતે તપાસ કરી હતી.
અમેરિકાથી અદાણીની તરફેણમાં રિપોર્ટ આવ્યાની મંગળવારે ખૂબ જ મોટી અસર પડી હતી. ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં18 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાને પાર કરી ચુકી છે.
ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા આ એરિયામાં પોતાની પહોંચ વધારી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમેરિકાએ અદાણી ગ્રુપ સાથે શ્રીલંકામાં એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login