ADVERTISEMENTs

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ભેટ-સોગાદોનો વરસાદ

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ભેટ-સોગાદોનો વરસાદ....

Raam Mandir / Google

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ભેટ-સોગાદોનો વરસાદ

નેપાળમાં સીતાના જન્મસ્થળ જનકપુરથી ભગવાન રામ માટે 3,000થી વધુ ભેટો આવી છે.

ભેટમાં રામજાનકી મંદિર, જનકપુર ધામ દ્વારા મોકલવામાં આવેલા ચાંદીના ચપ્પલ, ઘરેણાં અને કપડાંનો સમાવેશ થાય છે.

રામાયણમાં જે બગીચાનો ઉલ્લેખ છે તે અશોક વાટિકામાંથી શ્રીલંકન પ્રતિનિધિમંડળ એક વિશેષ ભેટ લાવ્યું.

• 108 ફૂટ લાંબી 3,610 કિગ્રા વજનની અને 3.5 ફૂટ પહોળી 6 મહિનામાં તૈયાર કરેલી અગરબત્તી ગુજરાતમાંથી આવી છે.

• 360 કિલોગ્રામ કાળી દ્રાક્ષ, 376 કિલોગ્રામ નારિયેળ, 190 કિલોગ્રામ ઘી, 1470 કિલો જડીબુટ્ટીઓ અને અન્ય ધૂપનો ઉપયોગ અભિષેક વખતે કરવામાં આવે છે.

ગુજરાતમાંથી મંદિર માટે સોનાના વરખથી મઢેલું 56 ઇંચનું નગારું ભેટમાં મળ્યું છે. મંદિરના પ્રાંગણમાં આ નગારું સ્થાપિત કરાશે.

ઉત્તર પ્રદેશના અલીગઢના લુહાર સત્ય પ્રકાશ શર્માએ 400 કિલો વજનના તાળા અને ચાવીઓ તૈયાર કરી છે. તાળું 10 ફૂટ ઊંચું, 4.6 ફૂટ પહોળું અને 95 ઇંચ જાડું છે.

મંદિરની ઘંટડીઓ અષ્ટધાતુથી બનેલી છે અને તેનું વજન 2100 કિલો છે. તેને ઉત્તર પ્રદેશના ઇટાવામાં તૈયાર કરવામાં આવી છે.

લખનૌ સ્થિત અનિલ સાહુએ મંદિર માટે એક ખાસ ઘડિયાળ ડિઝાઇન કરી છે જે 75 સેમીનો વ્યાસ ધરાવે છે અને આઠ દેશોનો સમય દર્શાવે છે.

નાગપુરના રસોઇયા વિષ્ણુ મનોહરે 7,000 કિલો "રામ હલવો" તૈયાર કર્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન મથુરામાં 200 કિલો લાડુ તૈયાર કરાયા છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ 100,000 લાડુ મોકલશે.

સુરતના એક હીરાના વેપારીએ 5000 અમેરિકન હીરાનો ઉપયોગ કરીને તૈયાર કરેલો નેકલેસ દાનમાં આપ્યો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related