ADVERTISEMENTs

ભારતીયો માટે સારા સમાચાર... હવે આ દેશમાં ફરવા માટે વિઝાની જરૂર નહીં પડે

ભારતીયોને હવે ઈરાન જવા માટે અગાઉથી વિઝા મેળવવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. ઈરાને ભારતીય નાગરિકોને મોટી છૂટછાટ આપતાં વિઝા મુક્ત મુસાફરીની જાહેરાત કરી છે. ઈરાનની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1.3 cr Indian Traveller Visit / Google

હવે ઈરાન જવા માટે અગાઉથી વિઝા મેળવવાની ઝંઝટમાંથી છુટકારો

ભારતીયોને હવે ઈરાન જવા માટે અગાઉથી વિઝા મેળવવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. ઈરાને ભારતીય નાગરિકોને મોટી છૂટછાટ આપતાં વિઝા મુક્ત મુસાફરીની જાહેરાત કરી છે. ઈરાનની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાનના સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને હસ્તકળા મંત્રી એઝાતોલ્લાહ જરઘામીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત સહિત 32 દેશો માટે વિઝાની જરૂરિયાતો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી વધુ મુલાકાતીઓને આવકારવાનો અને ઈરાનની સામે નકારાત્મક ધારણાને દૂર કરવાનો પણ હેતુ ધરાવે છે.

ભારતમાંથી 1.3 કરોડ પ્રવાસીઓએ અન્ય દેશોની મુલાકાત લીધી

 નોંધનીય છે કે, ભારતમાંથી વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં જ મેકિનસેના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 2022માં ભારતમાંથી 1.3 કરોડ પ્રવાસીઓએ અન્ય દેશોની મુલાકાત લીધી હતી. પ્રવાસન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતીય નાગરિકો માટે ટોચના પાંચ સ્થળો યુએઈ, યુએસ, સાઉદી અરેબિયા, સિંગાપોર અને થાઈલેન્ડ છે. ઈરાન પહેલાં મલેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેતનામ પણ તાજેતરમાં ભારતીય નાગરિકો માટે વિઝાની આવશ્યકતાને દૂર કરી છે. હાલમાં 27 દેશો ભારતના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપે છે.

અન્ય 32 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી

ઈરાનની વિઝા-મુક્ત મુસાફરીની યાદીમાં અન્ય 32 દેશોમાં રશિયા, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાંઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપુર, કંબોડિયા, મલેશિયા, વિયેતનામ, બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ જેવા દેશોમાં પણ ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે.


હાલની માહિતી અનુસાર, 21 માર્ચથી શરૂ થયેલા વર્તમાન ઈરાની વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન ઈરાનમાં પ્રવાસીઓની સંખ્યા 4.4 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 48.5 ટકાનો વધારો દર્શાવે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related