ભારત સરકાર દ્વારા FDY લો મેલ્ટ પોલિએસ્ટર યાર્ન પરથી ફરજિયાત QCO દૂર કરવામાં આવ્યું છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પેશ્યાલિટી પોલિએસ્ટર યાર્ન જે ભારતમાં નથી બનતું અને ચીનમાંથી આયાત કરવામાં આવે છે. તેના પરથી ફરજિયાત QCO દૂર કરવાની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા દ્વારા ૧૫ જુલાઈ ૨૦૨૪ ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય ટેક્ષ્ટાઈલ મંત્રી શ્રી ગિરીરાજ સિંઘ સાથે રૂબરૂ મુલાકાત કરી, રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરની રજૂઆતના પગલે તમામ પ્રકારનું FDY લો મેલ્ટ પોલિએસ્ટર યાર્ન ફરજિયાત QCO માંથી બાકાત કરવામાં આવ્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ દ્વારા તા. ૧૮ જુલાઈ ૨૦૨૪ના રોજ નોટિફિકેશન નં. S.O.2878(E) દ્વારા ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી છે.
FDY લો મેલ્ટ પોલિએસ્ટર યાર્ન વિવિધ પ્રકારના ટેકનિકલ ટેક્ષ્ટાઈલના ઉત્પાદનમાં વપરાય છે. ઉપરોક્ત જાહેરાતના સંદર્ભે પ્રમુખ શ્રી વિજય મેવાવાલા દ્વારા તા.૧૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ટેક્ષ્ટાઈલ મંત્રી સાથે મીટિંગનું આયોજન કરવા બદ્દલ નવસારીના સાંસદ તથા ભારત સરકાર જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી.આર.પાટીલનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે. સાથે જ ભારત સરકાર ટેક્ષ્ટાઈલ મંત્રી શ્રી ગિરીરાજ સિંઘ તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ અને પેટ્રો કેમિકલ મંત્રી શ્રી જે.પી.નડ્ડાનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login