ADVERTISEMENTs

અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન

અમદાવાદમાં ક્રિસમસ અને ન્યૂયર પર દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બર એટલે કે ક્રિસમસથી ૩૧ ડિસેમ્બર એટલે કે નવા વર્ષની આગલી રાત સુધી કાંકરિયા કાર્નિવલ ઉજવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

Kankaria Carnival Ahmedabad / Google

‘વસુધૈવ કુટમ્બકમ્ '- એક ધરતી, એક પરિવાર

અમદાવાદમાં ક્રિસમસ અને ન્યૂયર પર દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બર એટલે કે ક્રિસમસથી ૩૧ ડિસેમ્બર એટલે કે નવા વર્ષની આગલી રાત સુધી કાંકરિયા કાર્નિવલ ઉજવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.  કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩માં પ્રથમ દિવસે ‘વસુધૈવ કુટમ્બકમ્ - એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’ થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ વર્ષે યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરીટેજ ગરબા રજૂ કરવામાં આવશે. સાથે જ, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બીહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવશે. 

કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩

આ ઉપરતાં ગુજરાતના જાણીતા કલાકારો અલગ અલગ દિવસે કાંકરિયા કાર્નિવલમાં પરફોર્મન્સ આપશે. જેમાં કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણ દેવ યાદવ,મિરાંદે શાહ, બંકિમ પાઠક પણ પરફોર્મ કરશે. તો હાસ્ય કલાકારો શાહબુદ્દિન રાઠોડ,  જીતુભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામેલીયા, રવિન્દ્ર જાની કાર્નિવલમાં પરફોર્મ કરશે. વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત રજૂ કરવામાં આવશે. સુફી ગઝલ, લોકગીત-સંગીતની મજા પણ કાર્નિવલમાં માણી શકાશે. બોલીવુડ ગીતો, હાસ્ય દરબાર સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 

આ ઉપરાતં કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ દરમ્યાન કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણો જેવા મળશે. કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકાની પણ મજા લોકો માણી શકશે. બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસનિ પણ મજા માણી શકાશે. ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોકનું પણ આયોજન કરાયું છે. ફ્લોટિંગ રેસ્ટોરંટ અને ફીશ એક્વેરિયમની પણ મજા માણી શકાશે. કાર્નિવલના સમાપન દિવસે 'વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા’ થીમ આધારીત કાર્યક્રમ થશે. જેમાં ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related