ગુજરાત સરકાર ગિફ્ટ સિટીનો હાલનો વિસ્તાર ૮૮૬ એકરથી વધારીને ૩૩૦૦ એકર કરવા જઇ રહી છે. ગિફ્ટ સિટી ફેઝ-૨ના ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાત થાય તે પહેલાં જ રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી માટે નિર્ણય લીધો છે. એટલે કે, ગિફ્ટ સિટીમાં કામ કરતી કંપનીના કર્મચારીઓ અને તેમના આમંત્રિત મહેમાનો ગિફ્ટ સિટીના ક્લબ, રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સમાં બેસીને લિકર સાથે ભોજનનો આનંદ લઇ શકશે. જો કે, અહીંથી લિકર ખરીદીને ગિફ્ટ સિટીની બહાર લઇ જઇ શકાશે નહીં.
જો કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે GIFT સિટી તરીકે જાણાતા આ નવા શહેરની અંદર ૧૦૫ હેક્ટર વિસ્તારમાં વિકસિત ગિફ્ટ IFSC-SIRના રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં જ SIR એક્ટ ૨૦૧૫ મુજબ લિકરનો સંગ્રહ કે વપરાશ થઇ શકશે. હવે જાન્યુઆરીમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ પહેલાં તેના અમલ માટે નોટિફિકેશન, સ્પેશ્યલ ઓપરેટિવ પ્રોસિજર્સ, SOP જાહેર કરવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે. જેમાં ગુજરાતભરમાંથી ગિફ્ટી સિટીમાં આવનારા વિઝિટર્સ પણ ‘વાઇન એન્ડ ડાઈન’ ફેસિલિટી મેળવી શકે તેના માટે જોગવાઇ કરવામાં આવશે. મનાઇ રહ્યું છે કે જે રીતે ગુજરાત બહારથી આવતા અન્ય રાજ્યના અને અન્ય દેશના નાગરિકો માટે લિકર પરમિટ ઇસ્યૂ થાય છે એ જ રીતે ગિફ્ટ સિટીમાં કામ કરતી કંપનીઓઓ દ્વારા તેમના કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો માટે લિકર પરમિટ ઇસ્યૂ થશે. જો કે, તેમાં ગુજરાતના સ્થાનિક મહેમાનો, કોર્પોરેટ, ટેકનોક્રેટ, નોલેજ સેક્ટરના વિઝિટર્સ માટે ખાસ આમંત્રિત શ્રેણીમાં લિકર પાસ બનશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ અંગેની ગાઇડલાઇન્સ બહાર પડી જશે.
ગુજરાત સરકારના વહિવટી તંત્રનું માનવું છે કે ગિફ્ટ સિટીમાં મોટાભાગે વિદેશીઓ અને એનઆરઆઇઝ કામ કરવા આવે છે, તથા મુલાકાતે આવે છે. બહારના દેશોની સામાજિક વ્યવસ્થામાં દૈનિક ધોરણે દારૂનું સેવન વણાયેલું છે. એ તેમની સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં આ છૂટ આપવાથી બહારથી વ્યવસાય માટે ગિફ્ટ સિટીમાં આવતા લોકોની સંખ્યા વધશે અને તેના કારણે ગિફ્ટ સિટીમાં રોકાણ વધશે. સ્થાનિક રોજગારીની તકો વધશે અને ગિફ્ટ સિટીનો ઝડપી વિકાસ ગુજરાતના તથા દેશના અર્થતંત્રને આગળ લઇ જવામાં મદદ કરશે.
- ગિફ્ટ સિટીમાં આવેલી ક્લબ્સ, રેસ્ટોન્ટ્સ, હોટેલ્સ દારૂનું વેચાણ કરી શકશે
- ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓના કાયમી કર્મચારીઓ દારૂનું સેવન કરી શકશે
- માત્ર કાયમી કર્મચારીઓને જ આ છૂટ મળશે, તમામ કર્મચારીઓને નહીં
- ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં જ દારૂનું સેવન કરી શકાશે
- ગિફ્ટ સિટીની બહાર દારૂની બોટલ લઇને જઇ શકાશે નહીં
- ગિફ્ટ સિટીની અંદર કે બહાર દારૂ પીને વાહન ચલાવવું ગુનો જ ગણાશે
- દારૂ પીને ધમાલ કરી કે તોડફોડ કરી તો તે ગુનો બનશે, કાર્યવાહી થશે
- ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓનાં આમંત્રિત મહેમાનો પણ દારૂનું સેવન કરી શકશે
- ગુજરાતના સ્થાનિક કોર્પોરેટ વિઝિટર્સ માટે ખાસ આમંત્રિત શ્રેણીમાં પરમીટ પાસ ઇસ્યૂ થશે
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login