ADVERTISEMENTs

ગુજરાત બજેટ ૨૦૨૪-૨૫: ગિફ્ટ સિટી બનશે સપનાનું શહેર’, અયોધ્યામાં બનશે ગુજરાતી યાત્રી નિવાસ

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાતનું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું આ બજેટ અત્યાર સુધીના સૌથી મોટા કદનું ઐતિહાસિક ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડ રૂપિયાનું રહ્યું.

Gift City / Google

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાતનું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું. ગુજરાત સરકારનું આ બજેટ અત્યાર સુધીના સૌથી મોટા કદનું ઐતિહાસિક ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડ રૂપિયાનું રહ્યું. આ વખતના બજેટમાં મહિલાઓ માટે મહત્વની યોજનાઓ લવાઇ છે. સાથે સાથે પ્રવાસન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 
ગિફ્ટ સિટી બનશે ‘સપનાનું શહેર’, બજેટમાં કરાઈ મોટી જાહેરાત
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું. નાણાપ્રધાન કનુ દેસાઇએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની ‘સપનાના શહેર’તરીકે ઓળખ મળશે. શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સવલતો, મેટ્રો કનેક્ટિવીટી ઊભી કરાશે. અમદાવાદના મેટ્રો રૂટને પણ ગિફ્ટ સિટીના આંતરીક રૂટ સુધી લંબાવામાં આવશે.

અયોધ્યામાં બનશે ગુજરાતી યાત્રી ભવન

ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યામાં ગુજરાતી યાત્રી ભવન બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે. આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું કે ગુજરાત યાત્રી નિવાસ માટે કુલ ૫૦ કરોડ ખર્ચશે જેમાંથી આ વર્ષે 10 કરોડની જોગવાઈ કરી છે. ટૂંક સમયમાં યાત્રી ભવન નિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે. 

પ્રવાસન અને યાત્રાધામના વિકાસ પર ફોકસ

વર્ષ 2024-25 માટે બજેટમાં પ્રવાસન, યાત્રાધામના વિકાસ અને પ્રોત્સાહન માટે 2098 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ. સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ. નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇ.

ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ 121 રોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ 238 કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન.
શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે 79 કરોડની જોગવાઈ.
ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ.
ગુજરાતના બજેટમાં નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹ 45 કરોડની જોગવાઈ.
ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹ 40 કરોડની જોગવાઈ.

PM નરેન્દ્ર મોદીના નામથી નવી યોજનાઓ

આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી યોજનાઓ શરૂ કરી છે. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાની જાહેરાત કરવામા આવી છે. 
નાણામંત્રીએ જાહેરાતમાં જણાવ્યું કે, ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related