ગુજરાત રાજ્યમાં વર્ષ-૨૦૩૬માં યોજાનાર "ઓલિમ્પિક ગેમ્સ" ના આયોજનના ભાગ રૂપે દેશમાં સૌપ્રથમવાર સુરતમાં જીમ્નાસ્ટીક રમતની આઠ જેટલી નૅશનલ સ્પર્ધાનું આયોજન સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડીયમ ખાતે "સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત", "સુરત મહાનગર પાલિકા" તથા ગુજરાત જીમ્નાસ્ટીસ એસોશિએશન સંયુક્ત ઉપક્રમે તા.૨૫/૧૨/૨૦૨૪ થી તા.૪/૧/૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી.
આજરોજ પુર્ણાહુતિ પ્રસંગે રમતગમત અને યુવા, સાંસ્કૃતિક રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહીને નેશનલ જિમ્નાસ્ટિક સ્પર્ધાના વિજેતાઓને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.
આ સમારંભમાં મંત્રીશ્રીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર ખેલાડીઓને મેડલ એનાયત કર્યા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંત્રીએ સ્પર્ધામાં ભાગ લેનારા સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોથી ગુજરાત નેશનલ અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગયા વર્ષે ગુજરાતમાં નેશનલ ગેમ્સના ઐતિહાસિક આયોજન સાથે રાજ્યને વિશેષ નામના મેળવી છે. રાજય સરકાર દ્વારા તમામ નેશનલ ફેડરેશન્સને ગુજરાતમાં નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોની સ્પર્ધાઓ માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના કારણે આજે ઐતિહાસિક નેશનલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન શકય બન્યું છે. આ સ્પર્ધામાં દેશભરના ૧,૫૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો અને સુરતના મહેમાન બનવાનો અવસર મળ્યો.
મંત્રીએ વધુમાં કહ્યું કે,ગુજરાત ફાફડા-જલેબી માટે જેટલું ફેમસ છે, તેટલું જ આજે રાજયના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં ડંકો વગાડી રહ્યા છે, જે માટે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ રમતગમતના આયોજનમાં સરકાર હંમેશા સહકાર આપતી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.”
૧૧ દિવસ ચાલેલી આપ સ્પર્ધામાં ભારતના ૩૨ રાજયોના ૧૫૫૦થી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મેન્સ આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક, વિમેન્સ આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીકસ, ટ્રેમ્પોલીન અને ટમ્બલિંગ જીમ્નાસ્ટીકસ (ભાઈઓ અને બહેનો) રિધમિક જીમ્નાસ્ટીકસ, એક્રોબેટિક જીમ્નાસ્ટીકસ (ભાઈઓ અને બહેનો)ની સ્પર્ધાઓ રમાઈ હતી.
આ પ્રસંગે જિમ્નાસ્ટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી કૌશિક બીડીવાલા, ઈન્ડિયન ઓલિમ્પકના ભૂતપુર્વ વાઈસ પ્રેસીડેન્ટ વીરેન્દ્ર નાણાવાટી, ગુજરાત ઓલ્પિમક એ.ના મંત્રી ઈન્દ્રવદન નાણાવટી ખેલાડીઓ, કોચ તેમજ જજમંડળ ઉપસ્થિતિ રહ્યાં હતા
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login