દર વર્ષે તા.૪ જાન્યુઆરી એટલે બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈ બ્રેઈલની જન્મજયંતિ. લુઈ બ્રેઈલની યાદમાં ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંદેશાવ્યવહારમાં બ્રેઈલ લિપીના મહત્વ વિશે આ દિવસે વિશ્વમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિ અંધજનો માટે વરદાનરૂપ છે, જેની મદદથી તેઓ વાંચી, લખી શકે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી એકમાત્ર અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધો.૧ થી ૧૨માં ૧૩૫ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઈલ લિપિથી નિ:શુલ્ક અભ્યાસ કરે છે.
આચાર્ય મનિષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ છે. રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાની ઉણપને ઓળંગી બ્રેઈલ લિપિના માધ્યમથી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહ્યા છે. એટલું જ નહીં સાથેસાથે બ્રેઇલ લિપીમાં કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ છે.
પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેઈલ લિપિ આંખ સમાન છેએન જણાવી મનિષાબેને ઉમેર્યું કે, બ્રેઈલ લિપિથી વાંચતા-લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુઓ હવે લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંધજન શિક્ષણ મંડળ શાળા બે વિદ્યાર્થીઓ ધો.૧૨ની બોર્ડની પરીક્ષા ટાઈપ રાઈટરની મદદ વગર પોતાની જાતે લેપટોપ પર પરીક્ષા આપશે. તેમને પ્રશ્નપત્ર બ્રેઈલ લિપિમાં આપવામાં આવશે, પણ તેઓ સામાન્ય બાળકોની જેમ જ ટાઈપ કરીને જવાબ ટાઈપ કરશે, જેની પ્રિન્ટ કોપી લઈને પુરવણી (આન્સરશીટ) સાથે જોડી દેવામાં આવશે. આ લેપટોપમાં માત્ર સ્ક્રીન રીડ કરતી એપ્લીકેશનની મદદથી સ્ક્રીન પરની સૂચના વિદ્યાર્થીઓને સરળતાથી જાણવામાં મદદરૂપ થશે એમ તેમણે જણાવ્યું હતું.
ટેક્નોલોજીના ઉપયોગ થકી પ્રજ્ઞાચક્ષુ બાળકો મોબાઈલના કી-બોર્ડની મદદથી પણ ટાઈપિંગ કરતા થયા છે. અમે આધુનિક યુગની સાથે તાલ મિલાવી ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ તરફથી ધો.૧૨ના પરીક્ષાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું એમ જણાવી વધુમાં આચાર્યએ કહ્યું કે, બ્રેઈલ લિપિની સાથે મોબાઈલમાં ટોક બેક એપના ઉપયોગ તેમજ કરન્સી ઓળખ, ગુગલ મેપના આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સમજણ આપવામાં આવે છે. આધુનિક જીવન જીવવાની સાથે બાળકોને સંગીત, કમ્પ્યુટર સહિત સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટીમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. અમારી શાળામાં ભણીને પ્રજ્ઞાચક્ષુઓએ રેલવે, બેન્કમાં પણ નોકરી મેળવી છે.
વધુમાં આચાર્ય મનિષાબેને કહ્યું હતું કે, શાળામાં બાળકો માટે વિશેષ બ્રેઇલ લિપિમાં ૧૨૦૦થી વધુ પુસ્તકોની લાઈબ્રેરી છે. સંગીત, રમત-ગમત, જિમ્નેસ્ટિક, સાયન્સ લેબ, રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપલબ્ધ છે. વિશેષત: અંધજનો માટે ઓડિયોના માધ્યમથી સમગ્ર પાઠ્યપુસ્તકને રેકોર્ડ કરવામાં આવે છે. ગણિત તથા ઉચ્ચ ગણિત માટે પણ ઓડિયો બનાવાયા છે. જેને સાંભળીને પણ બાળકો શીખે છે. અહીં ભણતરની સાથે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં ખુરશી ગુંથણ, ફાઈલ બનાવવી, કેન્ડલ, બેગ, પગ લૂછણીયા, કોડીયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે.
બ્રેઈલ એ સ્પર્શેન્દ્રિય લેખન પ્રણાલી: અંધજનો માટે લુઈ બ્રેઈલે ઈશ્વરીય કાર્ય કર્યું
બ્રેઈલ એ સ્પર્શેન્દ્રિય લેખન પ્રણાલી છે. બ્રેઇલે સૌપ્રથમ ૧૮૨૯માં બ્રેઇલ લિપિ સિસ્ટમ પ્રકાશિત કરી હતી. અંધજનો માટે લુઈ બ્રેઈલે આ લિપી શોધી ઈશ્વરીય કાર્ય કર્યું છે. આ લિપી ખાસ પ્રકારના ઉભેલા કાગળ પર લખવામાં આવે છે. અગાઉ તેનો કોડ ૧૨ બિંદુઓ પર આધારિત હતો. ૧૨ બિંદુઓને ૬૬ ની હરોળમાં મૂકવામાં આવ્યા હતા. જો કે, તે સમયે તેમાં વિરામચિહ્નો, સંખ્યાઓ અને ગાણિતિક ચિહ્નો હાજર ન હતા. લુઈસ બ્રેલે ૬૪ ને બદલે ૦૬ પોઈન્ટનો ઉપયોગ કરીને ૧૨ અક્ષરો અને ચિહ્નોની શોધ કરીને આમાં વધુ સુધારો કર્યો, જે વિરામચિહ્નો, સંખ્યાઓ, વિસ્તરણ અને સંગીતના સંકેતો લખવા માટે જરૂરી પ્રતીકો પણ પૂરા પાડે છે.
૧૮૦૯ના સમયમાં ફ્રાંસના ક્રૂપ્ર વિસ્તારમાં આજના દિવસે લુઈ બ્રેઈલનો જન્મ થયો હતો. આ એ લુઈ બ્રેઈલ છે કે, જેમણે પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈલ લિપિનું સર્જન કર્યું હતું, જોકે બાળપણમાં તેમણે એક દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો અને તેને લીધે તેમની આંખોની રોશની જતી રહી હતી. એક અકસ્માતને કારણે નાની ઉંમરે તેમની દ્રષ્ટિ ગુમાવ્યા બાદ બ્રેઈલને પેરિસમાં બ્લાઈન્ડ લોકો માટેની શાળામાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમણે ચાર્લ્સ બાર્બિયર દ્વારા વિકસિત બિંદુઓનો ઉપયોગ કરીને લેખનપ્રણાલી શોધવા રાતદિવસ એક કર્યા અને અને લિપિનો વિકાસ કર્યો જે હવે બ્રેઇલ તરીકે ઓળખાય છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login