ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શન – “ફિલાવિસ્ટા-2024”નો કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો. દાંડી કુટીર, ગાંધીનગર ખાતે આયોજિત આ બે દિવસીય પ્રદર્શનના શુભારંભ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા આમંત્રીતોએ આ વિશિષ્ટ અને દુર્લભ પોસ્ટલ સ્ટેમ્પ્સના રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
પ્રદર્શનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝનના “ફિલાવિસ્ટા-2024” અંતર્ગત “ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” થીમ આધારિત વિશેષ પોસ્ટલ “સ્પેશિયલ” કવરનું અનાવરણ પણ અનાવરણ કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકર અને ઉત્તર ગુજરાત ઝોનના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ક્રિષ્ના કુમાર યાદવ સહિત પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના ઉદ્ઘાટન પહેલા દાંડી કુટીર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સના એક વિશેષ કલેક્શન / X@AmitShahઅત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન નાગરીકો માટે તા. ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ થી ૬.૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સના એક વિશેષ કલેક્શન નિહાળવાની અનોખી તક પુરી પાડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login