સુરત આમ તો ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે.પણ હાલ માં સુરત ગુજરાત ના રાજ્ય પક્ષી સુરખાબ માટે જાણીતું બન્યું છે.સુરત માં મોટી સંખ્યા માં ફ્લેમિંગો જોવા મળ્યા હતા.જેના કારણે એક સુંદર રમણીય દ્રશ્ય સર્જાયું હતું. ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જે મોટાભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે.
ગુજરાત ફ્લેમિંગો મોટાભાગે કચ્છ માં જોવા મળે છે. પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 3000 જેટલી થઈ ગઈ છે.તાપી નદી અને અરબ સાગરના સંગમ સ્થળે હાલ ઉનાળાના સીઝનમાં હજારોની સંખ્યામાં રાજ્ય પક્ષી ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ આ વર્ષે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો સુરત તાપી નદી કિનારે જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષો થી ફ્લેમિંગો સુરતના મહેમાન બન્યા છે. દર વર્ષે તેમની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં જે ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે . અમેરિકાની ચાર સ્પીસીસમાંથી એક આ ફ્લેમિંગો છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે. ગુલાબી રંગના ફ્લેમિંગોને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ લોકો પણ આશ્ચર્ય માં પડી ગયા હતા.અને એક સુંદર રમણીય દ્રશ્ય સર્જાયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login