અમેરિકાની સ્પેસ એજન્સી NASA ઘણીવાર સોશિયલ મીડિયા પર અંતરિક્ષની તસવીરો શેર કરે છે અને આશ્ચર્ય સાથે લોકોનું ધ્યાન ખેચે છે. હાલમાં જ એકવાર ફરી નાસાએ એક તસવીર શેર કરી લોકોનું ધ્યાન ખેચ્યું છે. આ વખતે નાસાના એસ્ટ્રોનોટે હિન્દુ કુશ પર્વતની ટેકરીઓની એક શાનદાર તસવીર શેર કરી છે,
નાસાના અવકાશયાત્રી લોરલ ઓહરાએ હિન્દુ કુશ પર્વતની ટેકરીઓની કેટલીક અદ્દભૂત તસવીરો શેર કરી છે, જેમાં પર્વત ચમકતો જોવા મળી રહ્યો છે. આ પર્વતોને એલ્પેનગ્લો કહેવામાં આવે છે. હાલ નાસાના અવકાશયાત્રી લોરલ ઓહરા ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર છે.
અમેરિકન મોસમ વિજ્ઞાન સોસાયટી અનુસાર, ચમકતી પર્વતમાળાને એક પ્રકારની વાતાવરણીય પરિસ્થિતિને કારણે 'અલપેન્ગ્લો' નામ આપવામાં આવ્યું છે. અલ્પેન્ગ્લોમાં બરફથી ઢકાયેલા પર્વતના શિખરો પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે વિવિધ રંગોનું રિફલેક્શન જોવા મળે છે. ISS લેન્સ કેમેરાથી લેવામાં આવેલી આ તસવીરો જોઈને તમારી આંખ ત્યાથી હટી જ નહી શકે. બસ એકી ટકે આ અદ્દભૂત નજારો નિહાળવાનું મન થયા કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login