ADVERTISEMENTs

હોમગાર્ડ પ્રકાશકુમાર મૌર્યએ 40 જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, માતા-પિતા સાથે મિલન કરાવ્યું.

પ્રકાશકુમાર મૌર્ય પોલીસ વિભાગ સાથે સંકલન કરી, શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવે છેઃ

પ્રકાશકુમાર મૌર્યને ‘કર્મ ભૂષણ પુરસ્કાર ૨૦૨૪’થી સન્માનિત કરાયા / માહિતી વિભાગ, ગુજરાત

શહેરના હોમગાર્ડ વિભાગમાં નિષ્ઠા અને પ્રતિબદ્ધતાપૂર્વક સેવા બજાવતાં પ્રકાશકુમાર મૌર્ય (CSM રેંક, મુખ્યમંત્રી મેડલ વિજેતા)ને અનીશ સંસ્થા દ્વારા ‘કર્મ ભૂષણ એવોર્ડ ૨૦૨૪’થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમના સત્કાર્યોથી પ્રેરિત થઈ આપવામાં આવ્યો છે.

પ્રકાશકુમાર મૌર્ય છેલ્લા ૧૮ વર્ષથી સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપી રહ્યા છે. તેઓ માત્ર ફરજ પૂરતી જ જવાબદારી બજાવતા નથી, પરંતુ સમાજની ભલાઈ માટે ઉત્સાહભેર કામ કરે છે. સચિન પોલીસ સ્ટેશન સાથે જોડાઈ, તેઓ શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.

ગુમ થયેલા બાળકોને પરિવાર સાથે મિલન  કરવાનું પ્રસંશનીય કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ફરજ દરમિયાન ૪૦ જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, તેમને તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે.  આ સિવાય, વૃદ્ધોને તેમના પરિવારજનો સાથે ફરીથી જોડવાની નોંધપાત્ર કામગીરી કરી માનવસેવામાં તેમની પ્રતિબદ્ધતા દાખવી છે.

તેમણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ સામાજિક પ્રવૃત્તિઓમાં  ભાગ લઇ, ઉમદા કાર્ય નિભાવ્યું છે. તેઓ સચિન પોલીસ સ્ટેશન સાથે મળીને શાંતિ અને સુરક્ષા જાળવવાના સતત પ્રયાસો કરે છે.

પ્રકાશકુમાર મૌર્યને આપવામાં આવેલા આ પુરસ્કાર તેમની નિસ્વાર્થ સેવા અને સમર્પિત કામગીરીનો આદરરૂપ છે. આવાં કાર્યોએ સમાજમાં નવી પ્રેરણા ફૂકવાની સાથે અન્ય લોકોને પણ જીવનમાં સેવાના માર્ગે પર ચાલવા પ્રેરિત કરે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related