ADVERTISEMENTs

કેવું રહેશે તમારું આવનારું સપ્તાહ, જાણો શું કહે છે તમારા ગ્રહો. 14 જુલાઈ થી 20 જુલાઈ 2024

સપ્તાહની ગ્રહ સ્થિતિ : વૃષભઃ મંગળ, ગુરુ - મીથુન: સૂર્ય(તા. 16 થી કર્કમાં) કર્કઃ બુધ, શુક્ર કન્યા: કેતુ - કુંભઃ શનિ(વક્રી) - મીન: રાહુ ચંદ્ર તુલા - વૃશ્ચિક - ધનુ રાશિમાં ભ્રમણ કરે છે.

Kaashyap Guruji / Kkushal Pandya

મેષ રાશિ
મન ને શાંત રાખી શાંતિ થી વ્યવહાર કરવાનો આ સમય છે આવેશ આવી જાય કોઇ તમારી સામે ખોટી રજુઆત કરે તમારી વાત નો અવળો અર્થ કરે અને એજ રીતે અન્યની વાતો નો તમે ખોટો અર્થ કરી અને ગેરસમજ કરો એના કારણે ક્લેશ કજિયો કકલાટ થઈ શકે આ સપ્તાહ મા સરળ વ્યવહાર રખશો તો તમારી લોક પ્રિયતા વધસે,હરવાફરવા નું સુખ મળે તબિયત આ સપ્તાહમાં સાચવાની જરૂર છે સ્નેહી મિત્રો ની મુલાકાત આનંદ આપસે ગમતા વ્યક્તિ ઓ નો સાથ સહકાર મળી રેહશે તારીખ 14 અને 15 તબિયત મા સુધારો જણાશે. તબિયત બગડી હોઈ તો સારુ થાય. 16-17 દરમ્યાન તમારા અંગત સ્નેહી મિત્રોની મુલાકાત થાય જેનાથી આનંદ થાય 18-19 સાચવીને ચાલવાનો સમય છે આમ છતા કેટલાક અટકેલા કામ આ સમયમા પૂરા થાય બોલવામાં કાળજી રાખવી આ સમય મા કઈક વધારે પડતું આવેશમા ઉકળાટમા બોલાય જાય તેનાથી ગેરસમજ થઈ શકે આવક ના રસ્તા જળવાયેલા રેહશે તારીખ 20મી નાનકડો પ્રવાસ થઈ શકે મહિલાઓ માટે આ સપ્તાહ એકંદરે શાંતિ થી પસાર થશે પણ તમારી વાત નો લોકો અવળો અર્થ લઇ તમારા બાબતે ખોટી અફવાઃ ન ફેલાવે એનું ધ્યાન રાખવાની જરૂર છે સગા સ્નેહીઓની મુલાકાત તમને આનંદ આપશે પણ તમારા માટે તમારી ઘર ની વડીલ  સ્ત્રીઓ કેટલીક વાર ખોટી કોમેન્ટ કરે એનાથી અપસેટ ન થવું.

વૃષભ રાશિ 
અટકેલા કામ પેન્ડિંગ હોઈ એવા કામ પૂરા કરવાનો સમય છે પ્રવાસ પર્યટન થી લાભ થશે અંગત સ્નેહીસગા તરફથી સહકાર મળી રેહશે પરિવાર ની જરૂરતો પૂરી કરી સક્શો તમે આ સમયમા સ્ફ્રુતિ અનુભવશો તમારી શરીર ની કોઈ બીમારી વગેરે હોઈ તો એનો ઈલાજ આ સપ્તાહ દરમ્યાન મળી શકે તારીખ 14-15 પેટની ગડબડ થઈ શકે થોડી અપચો અથવા ગેસ વગેરે થઈ શકે મેડિસિન લેવાથી ઠીક થઈ જશે તારીખ 16-17 અટકેલા કામ પૂરા થાય કામકાજ મા સ્ટ્રેસ રેહ પણ સફળતા મળે 18-19 પ્રસંગો અને ગમતા વ્યક્તિઓની સાથે આગળ વધી સકાય સફળતા મળી શકે  એસોસેશન અને ઈન્ક્રીમેન્ટ કોઈની સાથે જોડાવાનું અને ફાયદો થાય એ રીતની તારીખો છે આ તારીખ 20મી એ સાવધાની રાખવાની દોડાદોડી વધારે પડતી થઈ જાય અને સટ્રેસ આવે તબિયત ની ગડબડ આવી શકે મહિલાઓએ આ સપ્તાહ મા ખાસ સાવધાની રાખવાની જરૂર છે કોઇ તમારા માટે ખોટી વાત ન કરે એનું ધ્યાન રાખવું અંગત સ્નેહીઓ સાથેનાં સબંધો જળવાયેલા રેહશે કોઇ આરોપ આક્ષેપ આવેલો હોઈ તો તેમાંથી તમારો છુટકારો થશે નાણાંકીય બાબતે આ સપ્તાહ અનુકૂળ ગણાય.

મિથુન રાશિ 
ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની બાબતો મા તમારે આ સપ્તાહ મા તમારે ઈન્વોલ્વ થવું પડે રેકિડેન્સને લાગતા કેટકલાક કામ આવી પડે તો તે ઠીક કરવા પડે તમારા ધંધાકીય કામોમાં વધારે એક્ટિવ થવું પડે દોડાદોડી વધી જશે કામકાજ ફાયદાકારક રેહશે આ સપ્તાહ મા લાભદાયક સોદા થશે પ્રવાસ પર્યટન પણ તમારા માટે લાભદાયક રેહશે તારીખ 14-15 ઘરના વડીલ સ્ત્રીની તબિયતને કારણે થોડી ચિંતા ઉભી થાય ,પ્રોપર્ટીને લગતી કોઇ ઇસ્યુ હોઈ તો એમાં સાવધાની થી ડીલ કરવું તારીખ 16-17 ગણતરી પ્રમાણેના કામ ન થાય ધરણાં થી વિપરીત કેટલીક વસ્તુઓ સામે આવે મન ને થોડી બેચેની લાગે તારીખ 18-19 નાણાકીય બાબતો મા સાવધાની રાખવી કારણ વગર ખોટું મોર્ગેજ અથવા દેવું ન લેવા આ સપ્તાહ મા સલાહ છે તારીખ 20મી મોજમજા આનંદ મા પસાર થશે મહિલાઓ માટે આખું સપ્તાહ ઇજ્જત જાળવી લોકોની સાથે સારી રીતે વાત કરી અને ધાર્મિક અથવા સામાજિક જે કોઇ સ્નેહસમારંભ અથવા ગેધરિંગ હોઈ એમાં પસાર થાય આયોજન મા પસાર થાય એકંદરે આ સપ્તાહ મિથુન રાશિ માટે અનુકૂળતાઓ લઈને આવેલું છે.

કર્ક રાશિ 
સપ્તાહ ના આરંભમા સ્ટ્રેસ અને બેચેની રેહશે મનમા આડાઅવળા ખોટા વિચાર આવે એક ફોબિયા થઈ જાય જૂની ઓળખાણ તાજી થતા જોબ બિસનેસમા ફાયદો થાય કાર્ય સ્થળે તમારી ઇજ્જત જળવાયેલી રેહશે તમારા રાયવલ હરીફો હોઈ તે થોડા ઠંડા પડે પણ આ સપ્તાહ મા ખાસ સાવધાની રાખવાની કે તમારા કુટુંબમા કોઈને કોઇ વડીલ ની તબિયત ખરાબ થાય કોઇની સાથે ખોટી મૈત્રી થયેલી હોઈ તો એને કારણે હેરાનગતિ આવે બીજાને કારણે આ સપ્તાહ મા હેરાન થવું પડે ખોટો અણધાર્યો ખર્ચો આવી જશે કોઇ તમારું ઇન્સલ્ટ પણ કદાચ કરી જાય મન ને ઉદ્વેદ થાય કોઇ ટ્રાવેલ કરો તો એમાં પણ પરેશાની નાનીમોટી આવી શકે તારીખ 14-15 સફળતા નો સમય છે જૂની ઓળખાણ થી ફાયદો થશે 16-17મા બેચેની ચિંતા રેહશે કોઈક જુનો ઇસ્યુ તમને તકલીફ મા મૂકી શકે 18-19 તબિયત સાચવવી વડીલ ની તબિયત નું ખાસ આ સમય મા ચિંતા થાય 20 તારીખે અનુકળતાઓ જણાય રહેલી છે મહિલાઓ માટે આ સપ્તાહ સાચવીને પસાર  કરવાનું છે માંદગી બીમારી અને નજીકના સ્નેહીઓ સાથે કારણ વગર ગેરસમજ થઈ શકે ચિંતા આવે અને કોઈક કારણ વગર તમારું નામ બદનામ થાય આ સપ્તાહ મા નજીકના સગાઓને ખાસ સાવધાનીથી ટ્રીટમેન્ટ કરવી એમને ખરાબ લાગે એ રીતનો વ્યવહાર ન કરવો નાણાકીય બાબતે આ સપ્તાહ અનુકૂળ કહી શકાય.

સિંહ રાશિ
સપ્તાહ દરમ્યાન બેચેની ચિંતા બતાવે છે આખું અઠવાડિયું સાવધાની થી પસાર કરવું માનસિક રીતે બેચેની લાગે નાનામોટા એક્સિડેંટ અથવા સર્જરી વગેરેના સંજોગો આવે છે અણધારી કોઇ ઉપાધિ આવે તબિયતમા ગડબડ જણાઈ અને કામ જે નક્કી થયેલા હોઈ ફાઇનલ થઈ ગયેલા હોઈ તેમા  પણ કોઈને કોઈ અવરોધ દેખાય રહેલો છે મગજમાં એકદમ ઇરિટેશન આવે ચિઢિયા થઈ જવાય તમારા જીવનસાથીની તબિયતને કારણે તમને ટેન્શન લાગે પાર્ટનરશીપનું કોઈ કામ હોઈ તો તેમા ગેરસમજ ઊભી થઈ શકે એમ છે તારીખ 14-15 પારિવારિક સમસ્યા માટે ઉકેલ માટે મથવું પડે 16-17 તમારી ધારણા પ્રમાણે ના કામો ઘોંઠવાય નાણાકીય બાબતે થોડી સરળતા જણાશે 18-19 ચિંતા જણાય કુટુંબીજનની તબિયત બાબતે દોડાદોડી થઈ શકે નાનુમોતુ એક્સિડેંટ ની સક્યતા પણ છે તારીખ 20મી એ સામાન્ય રીતે દિવસ પસાર થશે મહિલાઓ માટે આ આખું સપ્તાહ સાવધાની થી પસાર કરવાનું છે  તમારા આનંદ માટેના જે રસ્તા હોઈ તે ખુલસે પણ એની સાથે નાનુમોતુ વિસાદ અને તમારી કામ કરવાની સ્પીડ ઘટતી હોય જેને કારણે કોઈક તમને ટૉન્ટિંગ કરે અથવા નોટ કરી અને તમને આદિ અવળી વાત સંભળાવે સંતાનો બાબતે કોઈ ચિંતા હોય તો એને તમારે યોગ્ય પરામર્શ અથવા કાઉન્સેલિંગ કરાવી અને એનો ઉકેલ લાવવા મહેનત કરવી પડશે એકંદરે સાવધાની થી પસાર કરવાનું સપ્તાહ સિંહ રાશિ માટે આ છે.

કન્યા રાશિ 
કન્યા રાશિ માટે સફળતા હજુ દુર જતી જણાય મન ને ચિંતા બેચેની લાગે જીવનસાથીની તબિયત ની ગડબડ ચિંતા કરાવે ઘરમા અકારણે કલેશ થાય મન ની ઈચ્છાઓ પુરી ન થતા મન મા કલેશ જગે જીવનસાથી ઉગ્રતાથી વ્યવહાર કરે પાર્ટનરશીપ મા ખોટી ગેરસમજ થાય પ્રવાસમા હેરાનગતિ જોવી પડે તારીખ 14-15 શાંતિ થી દિવસ પસાર થાય 16-17 તમારા કુટુંબ પરિવાર પાછળ સમય આપવો પડે 18-19 પ્રવાસ પર્યટન સફળ થશે મિત્રતાના સબંધો તાજા થાય જેનાથી લાભ થશે, 20મી એ સાવધાની થી દિવસ પસાર કરવા સલાહ છે મહિલાઓએ આ સપ્તાહમા સાવધાની રાખી ચાલવું તમારા અંગત સ્નેહીઓ સાથેના સબંધો તંગ ના થાય તેનું ધ્યાન રાખવું ધાર્મિક ભાવના આ સપ્તાહ મા દૃઢ થશે કોઈક ધાર્મિક પ્રસંગ પણ ઉજવાય જૂની બીમારી માથું ઉંચકે જેનો ઈલાજ કરવો જોઈયે સંતાનો બાબતે કોઇ ચિંતા હોઇ તો તેનો ઉકેલ મળસે નાણાકીય બાબતે આ સપ્તાહ કન્યા રાશિ માટે અનુકૂળ કહી શકાય એવો છે.

તુલા રાશિ
તુલા રાશિ માટે અનુકૂળ સમય છે ધનલાભ મળે તમારા હરિફો શાંત થાય આરોગ્યમા સુધારો જોવા મળે નાણાંકિય બાબતે ફાયદો થાય કરજાદેવું એમાં એમાં ઘટાડો થાય દબાણ હોઈ તો હળવું થાય કોર્ટકાચેરીના મામલામાં તમને રાહત મળે વિજય મળે સરકાર પક્ષ તરફ થી લાભદાયક ગોઠવણો તમે કરી શકો આંખની તકલીફ હોઈ તો તેનો ઉકેલ મળે આ સપ્તાહમા મા તારીખ 14-15 વ્યર્થની દોડાદોડી ખોટો ખર્ચો આવી જાય 16-17-18-19 દરમ્યાન કુટુંબ પરિવારના સ્નેહમિલન સ્નેહીમિત્રો ને મળવાનું થાય અને અંગત કાર્યો તમારા સારી રીતે પાર પડી શકો પાર્ટનરશીપની નવી ગોઠવણો થાય અનુકૂળતાનો સમય કહી શકાય તારીખ 20મી  એ જૂની મિત્રતા સબંધ તાજા  થાય એકંદરે આ સપ્તાહ તુલા રાશિ માટે સફળતા લઈને આવેલુ છે મહિલાઓ માટે આખું સપ્તાહ શાંતિ થી પસાર થાય તમારી પર જો કોઇ ખોટા આરોપો  આક્ષેપો આવેલા હોઈ તો તેમાંથી તમને મુક્તિ મળે ભાગ્ય વૃધ્ધિ નો સમય છે આનંદ ઉત્સવ અને પાર્ટી વગેરે માટે નાણાંકીય ગોઠવણો થઈ રહે તમારો ઉત્સાહ વધતા તમારા નજીકના સ્નેહીઓ પણ ખુશી મજામાં તમારી સાથે જોડાય પેટ ની ગડબડ હોઈ તેનું ધ્યાન રાખવું ગાયનેક પ્રોબ્લેમ હોઈ તો એનો ઈલાજ અથવા એનું ટેસ્ટ-ચેકિંગ વગેરા કરાવી લેવું એકંદરે તુલા રાશિ માટે આ સમય નાણાંકીય બાબતે તેમજ વ્યવહારિક અને સામાજિક બાબતે સફળતા આપનારો કહી શકાય.

વૃશ્ચિક રાશિ
આ રાશિવાળાએ પોતાનું સ્ટ્રેસ અન્ય પર ટ્રાન્સફર ન કરવાની સાવધાની રાખવી. તમારા વ્યવહારથી બીજા બધા લોકોને આનંદ થાય ખુશી થાય એ રીતે કરવું મનનો ઉદ્વેગ અને ઉચાટ ખાસ પ્રગટ ન કરો. આ સપ્તાહમાં નિર્ણય લેવામાં તમને તકલીફ થાય મનમાં ખોટું વહેમ અને બુધ્ધિ વિગ્રહ જાગે જેને લઈને સાચો નિર્ણય ન લઈ શકાય. ઉતાવળમાં કોઈપણ નિર્ણય આ સપ્તાહમાં લેવો નહીં. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓએ એકઝામ એન્ઝાઈટીથી બચવાની જરૂર છે. સ્નેહ સંબંધોમાં થોડીક ઉગ્રતા ક્લેશ જણાય અને વધારે ઉગ્રતામાં સંબંધ કટ પણ થઈ શકે. માનસિક રીતે સાવધાની રાખીને ચાલવાનો સમય છે. તારીખ 14-15 અનુકૂળતા જણાય.આર્થિક પ્રાપ્તિનો સમય છે. જૂની ઉઘરાણી આવે અને આગળ કરેલા કામનો ફાયદો મળશે. 16-17 માં હેલ્થની દોડાદોડી થાય. ખેચા ખેચી થાય કલેશ થાય. અને નાણાકીય બાબતે હેરાનગતિ થાય. તારીખ 18-19-20 દરમ્યાન કુટુંબ પરિવાર સાથે આનંદ સ્નેહમાં સમય પસાર થાય. નાણાકીય વ્યવહાર અને ગોઠવણો કરવાની હોય તે થઈ જશે. ખાસ કરીને આ સપ્તાહમાં પ્રગતિના પ્રયત્નોમાં અવરોધો આવતા હોય તો વધારે પડતી ખેંચા ખેંચી કરવી નહીં. લેટ ઈટ હેપન જેવું રાખવું. આપણા કંટ્રોલમાં અમુક વસ્તુ ના હોય તો તેને કાબુમાં કરવાની કોશિશ ન કરવી. વડીલો સાથેના તેમજ મિત્રો સાથેના વીખવાદ બીજાઓ માટે મનમાં ખોટી ધારણાઓ બાંધવી નહીં.વાતથી બચવાની જરૂર છે.

ધનુ રાશિ
ધનુ રાશિ માટે ખર્ચનો નિર્દેશ આપતું આ સપ્તાહ તમારા મન થોડો ઉચાટ રાખસે પારિવારિક સમસ્યાઓ નો ઉકેલ લાવવા તમારે મથામણ કરવી પડશે શુભ પ્રસંગની ઉજવણી પણ થઈ શકે ,સ્નેહી મિત્રો સાથેના સબંધો પ્રગાઢ થાય ,વાહન બાબતે તેમજ સ્ટાવજ સંપતિ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા આ સપ્તાહમા વિચાર કરવા ભવિષ્ય મા એને કારણે પરેશાની તકલીફ આવી શકે તારીખ 14-15 કાર્ય સફળતાના યોગ છે તમારા કામને એક્સપાન્સન કરવું હોય ધંધાનો  નો વિસ્તાર કરવો હોઈ પ્રોફેશનમા નવા ડીલ કરવા હોઈ તે માટેની અનુકૂળતાઓ 16-17 મા પણ જણાય રહેલી છે 18-19 ખર્ચાળ દિવસ છે તમારા દોડાદોડી ના કામમા અને પરિવારમાં અશાંતિ ઊપજે એવા વિચારો ચાલે કે જેમ તમને અશાંતિ થાય અને ખોટો ખર્ચો થઈ જાય ,ધનુ રાશિની મહિલાઓ માટે શાંતિ થી પસાર કરવા જેવો સમય છે તમારા મન ની ચિંતા બધા સાથે શેર ન કરવી એના કારણે તમે લોકોની હસીના પાત્ર બની શકો,આ આખો મહિનો મે એન્ડ સુધી રહેઠાણ અથવા ઓફિસની જગ્યા ચેન્જ ન કરવા માટે ધનુ રાશિના જાતકો ને સલાહ છે મહિલાઓ માટે એકંદરે શાંતિ થી પસાર કરવાની સપ્તાહ છે સંતાન બાબતે થોડી બેચેની ચિંતા જણાય જેનો ઉકેલ આવતા મહિનામાં મળી શકે એમ છે.

મકર રાશિ
આ રાશિ માટે સફળતાના રસ્તા ખુલતા જણાય. અટકેલા કામો સરળતાથી પાર પડે. પ્રગતિ થાય, નજીકના સ્નેહી મિત્રો સાથેના સંબંધો ગાઢ થયા. તમારા માટે કોઈ દિવસ ગેરસમજ થઈ હોય તો તે દૂર થાય. સંતાન બાબતે પ્રગતિ થાય. ભાઈબહેન માટે કોઈ કામ કરવું હોય તો એ કરી શકાય. નવા બિઝનેસ ડીલ અને ઓફર આવે. પ્રમોશન થઈ શકે. જે કામ કરતા હોય તેમાં તમારું કામમાં વધારો થાય. નવી જગ્યાએ જોબ માટે જવું હોય તો જોડાઈ શકાય. અનુકૂળતાઓ થાય. તારીખ 14 થી 19 તમારા કામમાં પ્રગતિ જણાય કે અંદર એ દરેક પ્રકારની વૃધ્ધિનું આ સમય છે. જે પ્લાન લાંબા ગાળેથી વિચારતા હતા તે કામ કરી શકાય. નવી પાર્ટનરશીપ માટે વિચારી શકાય. નવો બિઝનેસ ગોઠવવો હોય તો પણ જણાઈ તેના માટે અનુકૂળતાઓ રહેલી છે. જુના સ્નેહી મિત્રો થકી તમને સારો ફાયદો થશે. તમારા વડીલો તેમજ બોસ ઉપરી વગેરેનો પણ સારો સહકાર મળશે. એપ્રિસિયેશન મળે તે પણ આ સપ્તાહમાં છે. મહિલાઓ માટે સારી અનુકૂળતાઓ છે. લઈને આવેલું છે તમારી મૌનની તાકાતથી તમે બીજા લોકોને પ્રભાવિત કરી શકશો. ઓછું બોલીને તમારા ધારેલા કામ તમે કરાવી શકશો. સંતાનના કોઈ શુભ પ્રસંગ બાબતે પણ સારી અનુકૂળતાઓ જણાઈ રહી છે. 

કુંભ રાશિ
સપતાહનો આરંભમાં ચિંતા ક્લેશનું આવરણ આવી જાય. જય કોઈ નાનો મોટો એકસીડન્ટ અથવા સર્જરીની સમસ્યા ઊભી થાય. મનમાં ખોટા વિચારો આવે, આવેશ આવી જાય. વહેમ આવે જેને કારણે તેમનો સ્ટ્રેસ રહે. જેમનું સહકાર મળવાની અપેક્ષા હોય તે લોકો પોતાનો મોં ફેરવી લઈ. આ સમયમાં ખાસ કરીને તીખી અને કટાક્ષ વાળી અને બીજાને ખરાબ લાગે તેવી વાણીથી બચવાની જરૂર છે. કુટુંબમાં કલેશ થઈ શકે. જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થઈ શકે. જનની હાની તેમજ તેનો વ્યય સમયનો ખર્ચ કરી શકાય. વિદ્યાર્થીઓને ભણતરમાં અવરોધ આવી શકે. એવા સમય સંજોગો છે. પેટની ગડબડના કારણે નાની મોટી સર્જરીની સલાહ ડોક્ટરો તરફથી આપે. તારીખ 14-15 ચિંતા તકલીફો છે. 16-17 થોડી હળવાશ 18-19 નું મોમેન્ટમ જળવાઈ અને પકડાય. નાણાકીય બાબતે સ્ટ્રેસફુલ આ સપ્તાહ રહેશે. મહિલાઓ માટે ખૂબ શાંતિથી પસાર કરવાની સલાહ આપનારા આ સપ્તાહ છે. તમારી સામાન્ય વાતનું પણ લોકો અવડું અર્થઘટન કરશે. તમારા માટે ખોટી ગેરસમજ ઊભી થાય તેવા આ સપ્તાહમાં સમય છે.

મીન રાશિ
તમારી રાશિમાં ભ્રમણ કરતા ગ્રહો બેચેનીભરી સ્થિતિનું નિર્માણ કરે છે. આવેશમાં અને આવેગમાં નિર્ણયો તમે ખોટા લઈ લો. બુધ્ધિ બ્રહ્મ થાય. નિર્ણય લેવાની ક્ષમતા ઘટી હોય એવું થાય. બીજાના દોરવાયે એ તમે નિર્ણયો તેના કારણે લાંબે ગાળે હાની થઈ શકે. જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ ન કરતા અણધાર્યા ખર્ચ થઈ જવાના સંજોગો આ સપ્તાહમાં છે. મીન રાશિના જાતકો કોઈ આ સપ્તાહમાં માનસિક શાંતિ જાળવી અને કામ કરવાની જરૂર છે. ગમતા વ્યક્તિની મુલાકાત આનંદ આપશે. વિસાદ અને વિરહનો અનુભવ આ સપ્તાહમાં થાય. સ્પીરીચુઅલ બાબતોમાં, ધાર્મિક બાબતોમાં દિવસ જાય. 14-15 શાંતિથી આનંદથી પસાર થશે. ગમતો સાથ સહકાર ગમતી જગ્યાએ જવાનું મળે. 16-17 બેચેની ચિંતામાં પસાર થાય. 18-19 દોડાદોડી થાય, કાર્ય સફળતા વિલંબથી મળે.20 મી એ આનંદમાં અને મોજમાં સમય તમારો પસાર થશે. મહિલાઓ માટે અનુકૂળતા લઈને આવેલું આ સપ્તાહ આવેશ બચવાનું સૂચવે છે કોઈ બીજાની સાંભળેલી વાતને લઈને નજીકના સ્નેહી મિત્રો ગેરસમજ ન કરવી અને કોઈ પણ સ્પષ્ટતાતાપૂર્વક ન કરવાનું આ સપ્તાહમાં મહિલાઓને સૂચના છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related