IPL ની સીઝનની 8મી મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય મુંબઈને ભારે પડ્યો હતો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ ની ટીમે આઇપીએલ ના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. હૈદરાબાદ ના બેટર્સની ધૂંઆધાર બેટિંગને કારણે મસમોટો સ્કોર બનાવ્યો હતો.
આ પેહલા આઈપીએલની હિસ્ટ્રીમાં સૌથી વધુ રન બનવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે હતો, RCB એ વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા. આજે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા તેમજ હેનરી ક્લાસેનની ધમાકેદાર બેટિંગને પગલે હૈદરાબાદે આ રેકોર્ડ તોડીને 277 રનનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન, ટ્રેવિડ હેડે 24 બોલમાં 62 રન અને હેનરિક ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 28 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. જેના જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટિમ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 246 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે 2-2 વિકેટ લીધી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login