ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘ પન્નૂની હત્યાના ષડયંત્રમાં ભારતની સંડોવણી હોવાના અમેરિકાના આરોપો મામલે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પન્નૂની હત્યાના ષડ્યંત્રમાં ભારતની સંડોવણી મામલે મોદીએ બ્રિટનના એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમને પુરાવા મળશે તો અમે ચોક્કસપણે તેના પર ધ્યાન આપીશું. પુરાવા અપાશે તો અમે જરૂર તપાસ કરીશું.
પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું છે કે કોઇ પણ દેશ અમને કંઇ માહિતી આપશે તો અમે એ તરફ જરૂર ધ્યાન આપીશું. જો અમારા કોઇ નાગરિકે કંઇ ખરાબ કર્યું હશે તો અમે એ તરફ ધ્યાન આપવા તૈયાર છીએ. અમે કાયદાના શાસન માટે કટિબદ્ધ છીએ. તેમણે સાથોસાથ એમ પણ કહ્યું કે આવી ઘટનાઓને કારણે ભારત-અમેરિકા સંબંધો પર કોઇ અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારતના એક નાગરિકની ધરપકડ કરી છે, જેની સામે આરોપ છે કે તે પન્નૂની હત્યા કરવા માગતો હતો. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ભારત વિદેશોમાં કેટલાક કટ્ટરવાદી જૂથોની પ્રવૃત્તિઓથી ભારે ચિંતિત છે.
અમેરિકાએ ગત નવેમ્બરમાં દાવો કર્યો હતો કે એક ભારતીય સરકારી કર્મચારીએ પન્નૂની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલર રોકવા નિખિલ ગુપ્તા નામના એક ભારતીયને હાયર કર્યો હતો પણ અમેરિકી સુરક્ષા એજન્સીઓએ આ ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. ચાર્જશીટ મુજબ ભારતના સીઆરપીએફના એક પૂર્વ અધિકારીએ ગુપ્તાને હત્યાનું પ્લાનિંગ કરવા કહ્યું હતું. ગુપ્તાએ પન્નૂની હત્યા માટે અમેરિકી એજન્ટનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login