ADVERTISEMENTs

IIT ખડગપુરે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી અને સુંદર પિચાઈને માનદ પદવી એનાયત કરી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ખડગપુરે ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માનદ ડૉક્ટર ઑફ સાયન્સ (D.Sc.) ની પદવી એનાયત કરી છે.

IIT Kharagpur 69th Dikshant Samaroh / Google

IIT ખડગપુરે ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદવી એનાયત કરી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ખડગપુરે ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માનદ ડૉક્ટર ઑફ સાયન્સ (D.Sc.) ની પદવી એનાયત કરી છે. આ ચાર આદરણીય વ્યક્તિઓમાં BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, આલ્ફાબેટ ઇન્ક.ના સીઇઓ સુંદર પિચાઇ,  અમેરિકાની બર્કશાયર હેથવેના ઇન્સ્યોરન્સ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ અજીત જૈન અને દિલ્હીની કંટ્રોલ્સ એન્ડ સ્વિચગિયર કોન્ટેક્ટર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રવિન્દર નાથ ખન્નાનો સમાવેશ થાય છે. 

69મા દીક્ષાંત સમારોહ

IIT ખડગપુરના 69મા દીક્ષાંત સમારોહના ભાગરૂપે, સંસ્થાના ડિરેક્ટર પ્રો. વીરેન્દ્ર કુમાર તિવારી, ડીન શ્રી કમલ લોચન પાણિગ્રહી અને રજિસ્ટ્રાર શ્રી વિશ્વજીત ભટ્ટાચાર્યએ ભદ્રેશદાસ સ્વામીને પ્રમાણપત્ર અર્પણ કર્યું.

આ પ્રસંગે પ્રો. તિવારીએ પસંદગીની પ્રક્રિયા સમજાવી અને કહ્યું કે ભદ્રેશદાસ સ્વામીની પસંદગી નામાંકિતોના સમૂહમાંથી સન્માન માટે કરવામાં આવી હતી અને આ નિર્ણયને 800 થી વધુ ફેકલ્ટી સભ્યો, 300 સેનેટ સભ્યો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ સન્માન ભદ્રેશદાસ સ્વામીની હિંદુ ફિલસૂફી,  આસ્થા અને સંસ્કૃતિની અસાધારણ સમજ તેમજ વૈશ્વિક સંસ્કૃત વિદ્વાન તરીકેની તેમની ભૂમિકા અને યોગદાનને માન્યતા આપે છે.

એક અલગ પરંતુ સમાન પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં, મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત દ્વારા ડોક્ટર ઓફ લેટર્સ (D.Litt.) ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા સ્વામીજીને આ સન્માન આપવામાં આવ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સદીઓ જૂની ભાષ્ય પરંપરાને પુનઃજીવિત કરવામાં ભદ્રેશદાસ સ્વામીએ વિશેષ ભૂમિકા ભજવી છે અને આ સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિમાં તમારું વિશેષ યોગદાન છે.

તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ સન્માનનો શ્રેય ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આશીર્વાદને આપ્યો જેમણે સનાતન વૈદિક અક્ષર-પુરુષોત્તમ દર્શનની સ્થાપના કરી હતી. સ્વામીજીએ ગુરુ પરમ પવિત્ર પ્રમુખ સ્વામીજી મહારાજનો આભાર વ્યક્ત કર્યો અને તેમના પ્રોત્સાહન માટે ગુરુ પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજનો પણ આભાર માન્યો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related