આજે જાહેર થયેલી યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષામાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ એ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી હતી. જેમાં સુરતના જૈનીલ દેસાઈ એ પણ સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી સુરતનું નામ રોશન કર્યું હતું. જૈનીલે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતા ને આપ્યો હતો. સાથે જ સફળતા માટે સતત મહેનત અને પોતાની ભૂલો સુધારીને આગળ વધવું જોઈએ તેવું જણાવ્યું હતું.
આજ રોજ સિવિલ સર્વિસ ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું, જેમાં આ વર્ષે સૌથી વધુ 25 જેટલા ઉમેદવારોએ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી હતી. યુ પી એસ સી ની પરીક્ષામાં આ વખતે સુરતના જૈનીલ જગદીશ ભાઈ દેસાઈ પણ મેદાન માર્યું હતું જેનીલ દેસાઈ નો આ ત્રીજો અટેમ્પ્ટ હતો. જેમાં જૈનીલનો 490 મો રેન્ક આવ્યો હતો.હાલ તે આઈ એફ એસ ની ટ્રેનીગ દેહરાદુન ખાતે લઈ રહ્યો છે. આ અંગે જૈની સાથે વાત કરતા જૈનીલ એ કહ્યું કે આજે હું ખુશ છું કે મેં પરીક્ષા પાસ કરી લીધી છે. આ પહેલા પણ મેં બે અટેમ્પ્ટ કર્યા હતા, પરંતુ તે અટેમ્પ્ટ હું ચૂકી ગયો હતો. આ મારો ત્રીજો અટેમ્પટ છે જેમાં હું પાસ થયો અને હાલ છેલ્લા પાંચ મહિનાથી હું IFS ની ટ્રેનીગ દેરાદુન ખાતે લઈ રહ્યો છું
મારા પરિવારમાં માતા-પિતા અને મારો નાનો ભાઈ છે મારા પિતા એબ્રોઈડરી નાં વ્યવસાય સાથે સંકળાયેલ છે. માતા ગૃહિણી છે એ છતાં પણ મને મારા માતા-પિતા તરફથી હંમેશા પૂરતો સપોર્ટ મળ્યો છે અને તેઓએ મને આગળ વધવા માટે પ્રેરિત કર્યો હતો. તેમને મને હંમેશા કહ્યું હતું કે તને જે કરવું હોય તે એમાં અમે તારી સાથે છીએ. મેં કોઈ પણ ક્લાસ વગર તૈયારી કરી છે. જાત મહેનત અને સાથે જ ઓનલાઇન ઇન્ફોર્મેશન લઈને મેં પરીક્ષા આપી હતી. અમદાવાદ સરદાર ધામ ખાતે રહીને તૈયારી કરી રહ્યો હતો. હું એટલું જ કહીશ કે જો સફળતા મેળવવી હોય તો સતત મહેનત કરતા રહેવું જોઈએ અને આપણી જે પણ ભૂલો થાય એ ભૂલો સુધારીને આગળ વધવું જોઈએ.
સુરતની અન્ય એક દીકરીનો પણ સમાવેશ થયો છે. સુરતના ઇન્સ્યોરન્સ એજન્ટની દીકરી અંજલિનો ગુજરાતમાં સેકન્ડ નંબર છે અને દેશમાં 43મો રેન્ક મેળવ્યો છે. સાથે જ જૈનીલ દેસાઈએ પણ જળહળથી સફળતા મેળવી છે. જૈનીલ દેસાઈએ દેશભરમાં 490મો રેન્ક મેળવ્યો છે.બંને પરીક્ષાર્થીએ પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા એક ભાડાના મકાનમાં રહેતા અજય ઠાકુર મૂળ બિહારના રહેવાસી છે. તેઓ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેમની દીકરી અંજલી ઠાકુરે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કોઈ મોટા કોચિંગ કે મોંઘા મટીરીયલ વગર તેને લક્ષ્યની પ્રાપ્તિ માટે રાત દિવસ મહેનત કરી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે.
એક વખત યુપીએસસીની પરીક્ષા પાસ થયાં બાદ અંજલી ફરી એક નહિ પણ બે વખત યુપીએસસીની પરીક્ષા આપી છે. અંજલી પોતાના રેન્કથી સંતુષ્ટ ન હતી તે આઈએસ બનવા માંગતી હતી. આ જ કારણ છે કે તેને નિશ્ચિત કર્યું છે કે જ્યાં સુધી સારું રેન્ક નહીં મેળવે ત્યાં સુધી તે નોકરીની સાથે પરીક્ષા આપતી રહેશે. અંજલીએ આપેલા બે વાર યુપીએસસીની પરીક્ષા આપી છે અને આ ત્રીજા પ્રયાસમાં દેશમાં 43મો રેન્ક મેળવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login