ADVERTISEMENTs

વધતું જતું કોરોનાનું સંક્ર્મણ, લેહમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા

કોરોના વાઇરસના નવા વેરિયન્ટ JN.1 ના વધતા સંક્રમણથી લોકો ડરવા લાગ્યા છે. આ સાથે સ્થાનિક લેવલે તમામ વહીવટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને નવી સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી રહી છે.

Mask / Google

લેહમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા

કોરોના વાઇરસના નવા વેરિયન્ટ JN.1 ના વધતા સંક્રમણથી લોકો ડરવા લાગ્યા છે. આ સાથે સ્થાનિક લેવલે તમામ વહીવટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને નવી સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી રહી છે. લેહ જિલ્લા પ્રશાસને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. છેલ્લાં એક સપ્તાહમાં કોવિડ-19ના 11 કેસ નોંધાયા બાદ જિલ્લામાં વાઇરસના સંક્ર્મણને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોનાનું સંક્ર્મણ

જિલ્લામાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રને આશા છે કે નાગરિકો આ પગલાંનું ચુસ્તપણે પાલન કરશે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના સીઈઓ સંતોષ સુખદેવે જણાવ્યું હતું કે 'જિલ્લામાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તે તેમેં સંક્ર્મણ વધુ ન વકરે તે માટે સાવચેતીના પગલાંનું ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સત્તાવાર આદેશ અંગે તેમણે જણાવ્યું હતું કે જાહેર પરિવહનમાં તેમજ ઓફિસો, કાર્યસ્થળો અને જાહેર સ્થળો સહિત વિવિધ સ્થળોએ ફેસ માસ્કના ફરજિયાત ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.'

વધુમાં જણાવ્યું હતું કે, એ પણ ધ્યાન આપવું જોઈએ કે આ નિર્દેશ માસ્ક પહેરવાની જરૂરિયાતોથી આગળ વધે છે. લોકોએ માત્ર સાર્વજનિક સ્થળોએ જ નહીં પરંતુ ઓફિસની અંદર પણ સામાજિક અંતર જાળવવું જોઈએ. સત્તાવાર આદેશ મુજબ, બિનજરૂરી મેળાવડા ટાળવા અને ભીડવાળા સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. લોકો સૂચનાઓનું પાલન કરે તેની ખાતરી કરવા માટ, લેહ જિલ્લાના વિભાગના વડા (HOD) અને તમામ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આ દિશાનિર્દેશોના અમલીકરણની થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

આ સાથે કે દેખરેખના પ્રયાસોને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય તબીબી અધિકારી અને DDMA ને COVID-19 પરિસ્થિતિ પરદરરોજની પરિસ્થિતિ અંગેનો અહેવાલો સબમિટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ અધિકારીઓને દરેક પરિસ્થિતિ વિશે સારી રીતે માહિતગાર રાખવાનો, ઝડપી અને અસરકારક પ્રતિસાદની સુવિધા આપવાનો છે. સૂચનાઓની વ્યાપક પ્રકૃતિ વર્તમાન જાહેર આરોગ્ય પડકારોનો સક્રિય રીતે સામનો કરવા માટે લેહ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલિત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. માસ્ક પહેરવાનું ફરજિયાત કરીને, સામાજિક અંતરની રાખવાનું અને બિનજરૂરી મેળાવડાને ટાળીને વાઇરસ ન ફેલાઈ તે ધ્યાન રાખવાનું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related