છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. આજે કોઈ પણ લોકો નાનું હોય કે મોટું પેમેન્ટ રોકડા પૈસા આપવાને બદલે આંગળીના ટેરવેથી જ કરી દે છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શનના લેટેસ્ટ આંકડા પરથી આ વાત સાબિત થાય છે. ભારતે 2023માં UPI દ્વારા પેમેન્ટનો એક રેકોર્ડ બનાવ્યો છે.
વર્ષ ૨૦૨૩માં 117.6 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા છે. જો મૂલ્ય વિશે વાત કરવામાં આવે તો 183 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. જે 2022ના વર્ષની સરખામણીએ 45 % વધારે છે, તો આંકડાની સરખામણીએ 59% વધારે છે. ગત મહીનાની એટલે કે ડિસેમ્બર 2023ની વાત કરીએ તો એક જ મહિનામાં 18.23 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી હતી. જે નવેમ્બર મહિનાની તુલનામાં 5% વધારે છે.
ટ્રાન્ઝેક્શન વિશે વાત કરવામાં આવે તો ડિસેમ્બર માસમાં 12.02 અબજના ટ્રાન્ઝેક્શન થયા હતા જે નવેમ્બર માસની તુલનાઆ 5% વધારે હતા. 2023નો છેલ્લો મહિનો એટલે ખાસ હતો કારણ કે અત્યાર સુધીના સૌથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login