ADVERTISEMENTs

ઉદારમત લોકશાહી પર ભારતનું પ્રભુત્વ છે: બાબોન્સ, અમેરિકન સમાજશાસ્ત્રી

અમેરિકન સમાજશાસ્ત્રી સાલ્વાટોર બાબોન્સે તાજેતરમાં જ CAAને લઈને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.

સાલ્વાટોર બાબોન્સ એક અમેરિકન સમાજશાસ્ત્રી અને સિડની યુનિવર્સિટીમાં સહયોગી પ્રોફેસર છે. / Image - LinkedIn

અમેરિકન સમાજશાસ્ત્રી અને સિડની યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બાબોન્સે CAAને લઈને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. તેમણે ભારતને ઉદાર લોકશાહી ચલાવવાની જટિલતાઓને સફળતાપૂર્વક નેવિગેટ કરવા માટે વિશ્વના એકમાત્ર વસાહતી અત્યંત પરંપરાગત રાષ્ટ્ર તરીકે ગણાવ્યું હતું. તેમણે CNN-News18ના રાઇઝિંગ ભારત સમિટ દરમિયાન આ વાત કરી હતી.

તેમનું કેહવું છે કે, "ભારતમાં ઉદાર નહીં પણ મજબૂત ઉદાર લોકશાહી છે. ભારતના ટીકાકારો એવું કહે છે કે, ભારત ઉદાર લોકશાહી નથી. પરંતુ ભારતની લોકશાહી સંસ્થાઓ ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓ ના આધારિત છે. ભારતની સંસ્થાઓએ વિશ્વના લગભગ દરેક પ્રદેશમાં સ્થાન બનાવ્યું છે. ભારત અસરકારક રીતે, વિશ્વનો એકમાત્ર વસાહતી પછીનો, અત્યંત પરંપરાગત દેશ છે જેણે ઉદારમતવાદી લોકશાહી કેવી રીતે ચલાવવી તે અંગેના નિયમો ખુબ સારી રીતે સમજ્યા છે."

બાબોન્સે તાજેતરમાં લાગુ કરવામાં આવેલા નાગરિકત્વ સુધારા બિલ(CAA) માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને તેને "સારી નીતિ" ગણાવી હતી. અને તે ભારતમાં જ શક્ય છે કારણ કે ભારત એક વિશાળ સમાજ છે. એક વિશાળ લોકશાહી."

"નાગરિકત્વ સુધારા કાયદો(CAA) એટલા માટે છે. કારણ કે કોઈપણ પ્રદેશના લોકો, માત્ર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જ નહીં. પરંતુ સમગ્ર પ્રદેશના લોકો ભારતની સ્વતંત્રતાની પરંપરાઓને કારણે ભારતમાં આશ્રય લેવા માંગે છે. જે તેમના પોતાના દેશોમાં નથી".

ભારતના બૌદ્ધિક વર્ગ અંગેના તેમના અગાઉના નિવેદન વિશે પૂછવામાં આવતા, બાબોન્સે સ્પષ્ટતા કરી હતી કે, પશ્ચિમી માધ્યમોમાં દેશ વિશેના ઘણા નકારાત્મક અહેવાલો ભારતીય અને ભારતીય મૂળના બૌદ્ધિકો તરફથી આવે છે.

મેં એક વર્ગ તરીકે ભારત વિરોધી વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "એક વર્ગ તરીકે, વ્યક્તિગત રીતે નહીં." તેનો અર્થ હું જે કહું છું તે કંઈ નોંધપાત્ર નથી. ઓસ્ટ્રેલિયાનો બૌદ્ધિક વર્ગ એક વર્ગ તરીકે ઓસ્ટ્રેલિયા વિરોધી છે. અમેરિકાનો બૌદ્ધિક વર્ગ સતત યુનાઇટેડ સ્ટેટ્સ અને તેની સંસ્થાઓની ટીકા કરે છે. તેમાં નવાઈ જેવું કંઈ નથી. મેં તે સમજૂતી તરીકે કહ્યું કારણ કે હું ઇચ્છું છું કે, હું કહેવા માંગુ છું કે, ભારતીયો એ સમજવું જોઈએ કે ભારતીય લોકશાહી વિશેના તમામ નકારાત્મક અહેવાલો પશ્ચિમી દેશોમાંથી આવનાર નિષ્ણાતો દ્વારા આપવામાં નથી આવતા. કે જેઓ તમારા દેશમાં સ્વતંત્ર રીતે આવીને મૂલ્યાંકન કરે છે. 

આ અહેવાલો વિષે તેમણે વધુમાં કહ્યું, " ભારત દેશના જ કેટલાક બુદ્ધિજીવીઓ જેઓ અન્ય પશ્ચિમી દેશોના સમાચારપત્રો કે મેગેઝીન માટે લખે છે, જેમને જેઓ પશ્ચિમી શૈક્ષણિક પરિષદોમાં બોલવા આવે છે, આ જ ભારતીય મૂળના બૌદ્ધિકો જેઓ પશ્ચિમી શૈક્ષણિક સામયિકોમાં લખે છે. તેમના દ્વારા જ આ બધી નકારાત્મક વાતો થતી હોય છે"

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related