ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે આતંકવાદ સંબંધિત ચિંતાઓને કારણે સરકારની સ્થિતિ 'અત્યંત સુસંગત' છે. જ્યારે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ત્યારે અમે આ સમસ્યાને કેવી રીતે જોઈએ છીએ તે રેખાંકિત કરવામાં આવ્યું છે. મુખ્ય મુદ્દો કેનેડામાં આતંકવાદીઓ, અલગતાવાદીઓ અને ભારત વિરોધી તત્ત્વોને આપવામાં આવેલી જગ્યાનો છે. જે અંગે કેનેડાએ કોઈ ફેરફાર જોયો છે કે નહીં, અમારી સ્થિતિ સુસંગત રહી છે.
મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાત કહી હતી. પત્રકારોએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન પર ભારતનું વલણ માગ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે નવી દિલ્હીને અમેરિકન જમીન ઉપર શીખ અલગતાવાદી નેતાની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ થવા અંગે ચેતવણી આપી હતી. આ પછી તેઓ ઓટાવા સાથેના ભારતના સૂરમાં ફેરફાર જોઈ રહ્યાં છે.
બાગચીએ આ અંગે જણાવ્યું હતું કે, 'અમને આશા છે કે તેઓ એવા તત્ત્વો સામે ચોક્કસ પગલાં લેશે જેઓ તે દેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યાં છે.' કેનેડાની એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રુડોએ કહ્યું હતું કે ઓટાવા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત સાથે રાજદ્વારી અવરોધમાં આવવા ઇચ્છતું નથી. PM વધુમાં કહ્યું કે મને લાગે છે કે એક સમજણની શરૂઆત થઈ છે કે તેઓ (ભારત) દ્વારા તેમનો માર્ગ બદલશે નહીં અને એવી રીતે સહકાર કરવાની ખુલ્લીતા છે જે પહેલાં ક્યારે પણ જોવામાં આવી ન હતી. કદાચ એ સમજવા લાગ્યું છે કે કેનેડા સામે માત્ર હુમલાઓ કરીને આ સમસ્યાનો ઉકેલ નહીં આવે.
નોંધનીય છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ ત્યારે શરૂ થઈ જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે સંસદમાં કહ્યું કે તેમની પાસે અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીના મજબૂત પુરાવા છે. જૂન 2023માં ખાલિસ્તાન સમર્થક નિજ્જરની બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. લગભગ અઢીથી ત્રણ મહિના પછી ટ્રુડોએ જાહેરમાં કહીને દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ ઊભી કરી કે ભારત આ સમગ્ર ઘટનામાં સામેલ છે. તો બીજી તરફ ભારતે કેનેડાએ લગાવેલા આરોપનો સડસડતો જવાબ આપતા કહ્યું કે આ અંગેના પુરાવા આપે, પરંતુ કેનેડા કોઈ પુરાવા આપી શક્યું નહીં. આ દરમિયાન રેટરિક ચાલુ રહી અને ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું અને ઘણા કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલ્યા હોય જેના કારણે સંબંધો વધુ વણસ્યા હતા. આ દરમિયાન અમેરિકા પણ આ મામલે સક્રિય બન્યું હતું. અમેરિકાએ ભારત અને કેનેડા બંનેને આકર્ષવાનો પ્રયાસ કર્યો.
આ બધા પછી નવેમ્બર મહિનમાં આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક આવ્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે નવેમ્બરમાં એક વ્યક્તિ પર એક શીખ અલગતાવાદીની હત્યાના નિષ્ફળ કાવતરાના માસ્ટરમાઇન્ડિંગનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ એવ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારના એક અધિકારીએ આ યોજનાનું નિર્દેશન કર્યું હતું. જો કે અમેરિકી અધિકારીઓએ લક્ષ્યાંકિત વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેઓએ કહ્યું કે જે વ્યક્તિ નિશાન બનાવવામાં આવી છે તે અમેરિકી નાગરિક છે.
અમેરિકાએ ભારતને આ મામલાની તપાસ કરવા વિનંતી કરી હતી અને તપાસ શરૂ થઈ પણ ચુકી છે. પરંતુ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હજુ પાટા પર નથી આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login