વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ભારતીય ઇક્વિટીઝમાં આશરે ૧૫ અબજ ડોલરની રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. જે અમેરિકા બાદ બીજી મોટી રકમ છે. ભારતમા મોટાભાગનો ફલોઝ સમર્પિત ફન્ડો તરફથી આવ્યો છે. સમાપ્ત થયેલા વર્ષમાં અમેરિકા, ભારત તથા જાપાને સૌથી વધુ વિદેશી ઈન્ફલોઝ જોયો છે, જ્યારે યુરોપમાંથી આઉટફલોઝ રહ્યો છે. ભારત તથા અમેરિકાને બાદ કરતા ૨૦૨૩ના પાછલા છ મહિનામાં વિશ્વના મોટાભાગના દેશોમાં વિદેશી ફલોઝ મંદ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વિદેશી ફલોઝ મેળવવાની દ્રષ્ટિએ ચીનનો ક્રમો પાંચમો રહ્યો છે. અમેરિકામાં ગયા વર્ષે ૨૯.૨૩ અબજ ડોલરનો ઈન્ફલોઝ રહ્યો હતો જ્યારે ભારતમાં આ આંક ૧૪.૫૭ અબજ ડોલર, જાપાનમાં ૭.૧૭ અબજ ડોલર, હોંગકોંગમાં ૫.૬૬ અબજ ડોલર જ્યારે ચીનમાં ૪.૧૮ અબજ ડોલરનો ફલોઝ જોવા મળ્યો છે.
બીજી બાજુ સ્વીડન, તાઈવાન, ઈટાલી, નેધરલેન્ડસ, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, યુકે તથા જર્મનીમાંથી આઉટફલોઝ જોવા મળ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. ઈન્ફલોઝ પ્રાપ્ત કરનારા ચીન બાદ અન્ય દેશોમાં બ્રાઝિલ તથા મિક્સકોનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર, ૨૦૨૩ના સપ્ટેમ્બર સુધીમાં કુલ ઈન્ફલોઝમાંથી ચાલીસ ટકા ફલોઝ મિડ-કેપ ફન્ડોનો રહ્યો હતો. જો કે પાછલા ત્રણ મહિનામાં મોટાભાગનો ફલોઝ લાર્જ-કેપ તરફી રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
૨૦૨૪માં પણ ભારતીય ઈક્વિટીઝમાં વિદેશી ફન્ડોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. મોટાભાગનો ફલોઝ લાર્જ કેપમાં રહ્યો છે. ગયા વર્ષે ચીનમાં વિદેશી ફન્ડોનો ઈન્ફલોઝ ઘણો જ નબળો રહ્યો છે. ચાઈના સમર્પિત ફન્ડોમાંથી ૨૦૨૩ના પાછલા છ મહિનામાં જંગી રિડમ્પશન જોવા મળ્યું હતું. આમાંની મોટાભાગની લિક્વિડિટી ભારત તરફ વળી હતી.
જે ક્ષેત્રોમાં સૌથી વધુ ફલોઝ જોવા મળ્યો છે તેમાં આઈટી, કન્ઝયૂમર તથા ઈન્ડસ્ટ્રીઅલનો સમાવેશ થાય છે જ્યારે ઊર્જાતથા યુટિલિટીઝમાં આઉટફલોઝ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login