ભારતીય-અમેરિકન ડેમોક્રેટ અને સારાટોગા સ્પ્રિંગ્સના નાણા કમિશનર મિનિત્તા સંઘવીએ ન્યુયોર્ક રાજધાની ક્ષેત્રના 44મા રાજ્ય સેનેટ જિલ્લામાં માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. નિસ્કાયુના અને શૈનેક્ટેડી શહેરને સામેલ કરતી સારાટોગા કાઉન્ટીનું પ્રતિનિધિત્વ હાલ રિપબ્લિકન જીમ ટેડિસ્કો જે આ જિલ્લામાંથી સીમાંકન બાદ સ્થળાંતર થયા છે.
ઉમેદવારીની ઘોષણા બાદ મિનિત્તાએ કહ્યું હતુ કે, "હું આ ચૂંટણી એટલા માટે લડી રહી છું કારણ કે આપણે વધુ સારાને લાયક છીએ. આપણને એવા નેતાની જરૂર છે જે અલ્બાનીમાં પક્ષપાતપૂર્ણ રાજનીતિની જગ્યાએ આપણા સમુદાયની જરૂરિયાતને પ્રાથમિકતા આપે. હું કારકિર્દીથી રાજકારણી નથી. હું મા-બાપ, વ્યાવસાયિક શિક્ષક અને નાણાકીય જવાબદારી પ્રત્યે સમર્પિત એક નિષ્ઠાવાન લોકસેવક છું. મારો ટ્રેક રેકોર્ડ લોકોને સાંભળવાનો અને ઠોસ પરિણામ આપવા માટે અન્ય લોકોને સાથ સહયોગ પૂરો પાડવાની મારી ક્ષમતા દર્શાવે છે".
મિનિત્તા સંઘવીનો જન્મ ભારતમાં થયો છે. એકાઉન્ટિંગ અને એમબીએની ડીગ્રી મેળવ્યા બાદ 2001માં તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવી ગયા હતા. તેમણે લગભગ એક દશક સુધી સ્કિડમોર કોલેજમાં વ્યવસાય શીખવ્યો. 2021માં તેમને સારાટોગા સ્પ્રિંગ્સના નાણા કમિશનર તરીકે સેવા કરવા માટે ચૂંટણી જીતી. મીડિયાને આપેલી માહિતીમાં મિનિતાએ કહ્યું કે, સારાટોગા સ્પ્રિંગ્સમાં નાણા કમિશનરના રૂપમાં મે આર્થિક દૃષ્ટિને જવાબદાર પરિણામ આપ્યા છે. જેના કારણે સાર્વજનિક સુરક્ષાને પ્રાથમિકતા મળી અને તમામ નિવાસીઓના જીવનની ગુણવત્તામાં વધારો થયો છે.
જો મિનિત્તા ચુંટાઈ તો તે પ્રથમ સમલૈંગિક મહિલા અને ન્યુયોર્કના 44માં રાજ્ય સેનેટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર પહેલી અશ્વેત મહિલા સાથે જ ન્યુયોર્ક સેનેટમાં પ્રથમ સમલૈંગિક મહિલાના રૂપમાં ઇતિહાસ રચશે. મિનિતા સમલૈંગિક છે તે વાત સાર્વજનિક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login