ADVERTISEMENTs

2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બિડેનને ભારતીય અમેરિકનની મોટી સલાહ

અમેરિકામાં આવતા વર્ષે એટલે કે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેમોક્રેટિક પાર્ટીના રાજકીય ફંડ એકત્ર કરનાર ભારતીય મૂળના રમેશ કપૂરે રાષ્ટ્રપતિ બિડેનને ચૂંટણી પ્રચારને લઇ એક મોટી સલાહ આપી છે.

Ramesh Kapoor - Joe Biden President / Google

ભારતીય મૂળના રમેશ કપૂરે આપી એક મોટી સલાહ

અમેરિકામાં આવતા વર્ષે એટલે કે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેમોક્રેટિક પાર્ટીના રાજકીય ફંડ એકત્ર કરનાર ભારતીય મૂળના રમેશ કપૂરે રાષ્ટ્રપતિ બિડેનને ચૂંટણી પ્રચારને લઇ એક મોટી સલાહ આપી છે. મેસેચ્યુસેટ્સ સ્થિત અને રાજકીય ભંડોળ એકત્ર કરનાર રમેશ કપૂરે કહ્યું છે કે, "ડેમોક્રેટિક પાર્ટીએ હિન્દુ અમેરિકનોને તેની બાજુમાં એક કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તેઓ આગામી ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે"

ડેમોક્રેટિક નેશનલ કમિટી (ડીએનસી)ના વિન્ટર રીટ્રીટમાં ભાગ લેવા આવેલા ભારતીય-અમેરિકન રમેશ કપૂર કહે છે કે, હિન્દૂ અમેરિકનોને સમજાવવા એટલા માટે પણ જરૂરી છે કારણ કે ઇઝરાયલ-હમાસ યુદ્ધને લઇ બાઈડન સરકારના વલણથી મુસ્લિમ અમેરિકાનો તરફથી સારી પ્રતિક્રિયા નથી મળી રહી. જેના કારણે હિન્દૂ અમેરિકનોના મત તેમના માટે ઘણા ઉપયોગી સાબિત થશે."

હિંદુ મત શા માટે એટલા મહત્વપૂર્ણ

રમેશ કપૂરે કહ્યું કે હિન્દુ અમેરિકનો અને ભારતીય અમેરિકનો પરંપરાગત રીતે ડેમોક્રેટિક સમર્થકો તરીકે પ્રભુત્વ ધરાવે છે પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં તેમની વોટ બેંકમાં રિપબ્લિકનનો હિસ્સો વધુ જોવા મળ્યો છે. રમેશ કપૂરના જણાવ્યા પ્રમાણે, તેમણે DNC અને પાર્ટીના નેતાઓને વિગતવાર અહેવાલ સુપરત કર્યો છે કે 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા બાઈડનના ચૂંટણી અભિયાન માટે હિંદુ મત શા માટે એટલા મહત્વપૂર્ણ છે. રમેશ કપૂરે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, "જ્યોર્જિયામાં 1,23,000 મુસ્લિમોની સરખામણીમાં 1,72,000 હિંદુઓ છે. પેન્સિલવેનિયામાં 1,50,000 મુસ્લિમો અને લગભગ 1,30,000 હિંદુઓ છે. એરિઝોનામાં લગભગ 74,000 હિંદુઓ અને લગભગ 1,10,000 મુસ્લિમો છે."

વધુ આંકડા આપતા તેમણે કહ્યું કે, વિસ્કોન્સિનમાં 38,400 હિંદુઓ અને 68,000 મુસ્લિમો છે. વર્જીનિયામાં લગભગ 2,00,000 હિંદુઓ અને લગભગ 1,70,000 મુસ્લિમો પણ છે. મેસેચ્યુસેટ્સમાં 1,31,000 મુસ્લિમોની સરખામણીમાં 75,000 હિંદુઓ છે જ્યારે ફ્લોરિડામાં 2,02,000 હિંદુઓ અને 1,27,172 મુસ્લિમો છે.

રમેશ કપૂરે કહ્યું કે, "છેલ્લી ચૂંટણી વખતે 72 ટકા ભારતીય અમેરિકનોએ બિડેનને મત આપ્યો હતો. પરંતુ જ્યાં સુધી હિંદુ અમેરિકનોનો સવાલ છે, લડાઈ થોડી અઘરી છે કારણ કે સામાન્ય ધારણા પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટી હિંદુ વિરોધી છે. મેં આ અંગે વ્હાઇટ હાઉસ સાથે પણ વાત કરી છે. અમે હિંદુ અમેરિકનોને અમારી તરફ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ."

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related