ADVERTISEMENTs

કેનેડામાં હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા તૈયાર કરી રહ્યા છે ભારતીય કારીગર

આવતા વર્ષે એપ્રિલમાં કેનેડામાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમા કેનેડામાં હિન્દુ દેવતાની સૌથી ઊંચી પ્રતિમા હશે.

Hanuman Statue Canada / google

કેનેડામાં હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા તૈયાર

આવતા વર્ષે એપ્રિલમાં કેનેડામાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રતિમા કેનેડામાં હિન્દુ દેવતાની સૌથી ઊંચી પ્રતિમા હશે. આ પ્રતિમા બ્રામ્પટનના હિન્દુ સભા મંદિરમાં ભારતના રાજસ્થાનના પ્રખ્યાત શિલ્પકાર નરેશ કુમાવત દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

મંદિરનું વહિવટીતંત્ર પોતાના ખર્ચે હનુમાનજીની આ પ્રતિમા તૈયાર કરાવી રહ્યું છે. આવતા વર્ષે હનુમાન જયંતિના અવસરે તેનું અનાવરણ કરવાનું આયોજન છે. નરેશ કુમાવત હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાના નિષ્ણાત છે. તેમણે 80 દેશોમાં 200 થી વધુ શિલ્પો બનાવ્યા છે.

 

કુમાવતે અગાઉ 50 ફૂટની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા બનાવી હતી

 

કેનેડામાં, કુમાવતે અગાઉ 50 ફૂટની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા બનાવી હતી જે વૉઇસ ઑફ વેદ મંદિરમાં સ્થાપિત છે. તેમણે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ દિલ્હીમાં નવા સંસદ ભવનમાં 75 ફૂટનું સમુદ્ર મંથન મ્યુરલ પણ બનાવ્યું છે.

પોતાના સ્મારક અને શિલ્પો માટે જાણીતા કુમાવતે ઈંગ્લેન્ડ, યુએસએ, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, મોરેશિયસ, સેશેલ્સ, દુબઈ, ઓમાન અને રશિયા સહિતના ઘણા દેશોમાં વ્યાપકપણે કામ કર્યું છે. તેમણે સ્વામી વિવેકાનંદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, રવીન્દ્રનાથ ટાગોર, ઈન્દિરા ગાંધી, મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા વ્યક્તિત્વોની પ્રતિમાઓ પણ બનાવી છે.

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ

કુમાવતના નોંધપાત્ર કાર્યોમાં રાજસ્થાનના નાથદ્વારામાં આવેલી 369 ફૂટ ઊંચી શ્રદ્ધાની પ્રતિમાનો સમાવેશ થાય છે, જે ભગવાન શિવની વિશાળ પ્રતિમા છે. તેને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.

નરેશ કુમાવતે હિમાચલ પ્રદેશના સોલનમાં 156 ફૂટ ઉંચી હનુમાનજીની પ્રતિમા પણ બનાવી છે, જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલી છે. હિમાચલ પ્રદેશના શિમલાના જાખુ મંદિરમાં સ્થાપિત 108 ફૂટની હનુમાનની પ્રતિમા પણ કુમાવત દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related