કેનેડાના ગવર્નર જનરલ મહામહિમ માનનીય મેરી સિમોને દેશના સર્વોચ્ય સન્માન પૈકી એક 'ઓર્ડર ઑફ કૅનેડા'ના અધિકારી તરીકે ભારતીય મૂળના ફિરદૌસ ખરસની નિમણૂકની જાહેરાત કરી છે, જે દેશના સર્વોચ્ચ સન્માનો પૈકી એક છે. કેનેડાનો ઓર્ડર કેનેડિયન સન્માન પ્રણાલીનો કેન્દ્રસ્થાને છે.
ગવર્નર જનરલે જણાવ્યું હતું કે 'શ્રી ખરસને માનવ-કેન્દ્રિત માધ્યમો દ્વારા સામાજિક પરિવર્તનને આગળ ધપાવવામાં સામાજિક ઉદ્યોગસાહસિક, માનવતાવાદી અને માસ મીડિયા સર્જક તરીકેના તેમના કાર્ય માટે આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.'
શ્રી ખરાસે સન્માનની જાહેરાત કર્યા પછી કહ્યું જણાવ્યું હતું કે, હું આ ઉચ્ચ સન્માન પ્રાપ્ત કકરીને ખુબ જ ઊંડી લાગણી અનુભવું છું, જે ખાસ કરીને ઇમિગ્રન્ટ તરીકે મારા માટે અર્થપૂર્ણ છે," .પારસીઓ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર સમુદાય હોવા છતાં પારસીઓ કેનેડામાં એક નાનો સમુદાય છે. પારસીઓની સંખ્યા માત્ર 3,600 છે. તેથી આ રીતે મારી ઓળખ અત્યંત સંતોષકારક છે.
ફિરદૌસ ખરસ સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચારના પ્રખ્યાત સર્જક છે જેમના કાર્યોને એક અબજથી વધુ લોકોએ જોયા છે. તેમણે 1995 માં ચોકલેટ મુસ મીડિયાની સ્થાપના કરી, જે માનવ સ્થિતિ સુધારવા માટે સામૂહિક સંદેશાવ્યવહાર બનાવવા માટે એક સામાજિક સાહસ છે.
ખરસના કાર્યનો ઉપયોગ ભારતભરની ઘણી ભાષાઓ સહિત 198 દેશોમાં કરવામાં આવ્યો છે. તેમણે 125 પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે, જેમાં પ્રતિષ્ઠિત પીબોડી પુરસ્કાર અને યુનિવર્સિટીઓમાંથી અનેક માનદ ડોક્ટરેટનું સન્માન મેળવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login