ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને આગામી વર્ષે 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે યોજાયેલા ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ન્યૂ હેમ્પશાયરના એક વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો.
અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના ડોવરના ટાયલર એન્ડરસને ચૂંટણી પ્રચાર દરમિયાન રામાસ્વામીને બે ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા. એન્ડરસને પહેલા મેસેજમાં વિવેક રામાસ્વામીને માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી હતી. જયારે બીજા સંદેશમાં, પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેનારાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વિવેક રામાસ્વામી અને તેમના પ્રચાર સાથે સંકળાયેલા લોકોને મારી નાખવાની ધમકી આપવા બદલ 30 વર્ષીય આરોપી ટાયલર એન્ડરસનની ધરપકડ કરવામાં આવી છે. વિવેક રામાસ્વામીએ એન્ડરસનની ધરપકડ કરીને તાત્કાલિક પગલાં લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. FBI તપાસ કરી રહી છે કે એન્ડરસને કેમ રામાસ્વામીને હત્યાની ધમકી આપી હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, US એટર્ની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કયા અભિયાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ રામસ્વામીની ટીમે સોમવારે પુષ્ટિ કરી હતી કે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. રામાસ્વામીએ ન્યૂ હેમ્પશાયરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હું આગળની હરોળમાં રહેલા લોકોનો આભારી છું જેઓના કારણે હું અને મારા જેવા અન્ય અમેરિકનો સુરક્ષિત છે".
એફિડેવિટમાં જણાવાયું છે કે, "એન્ડરસનના ફોનની શોધ દરમિયાન અધિકારીઓને ડિલીટ કરેલા ફોલ્ડરમાં રામાસ્વામીના સંદેશા અને અન્ય ઉમેદવારને ધમકીભર્યા સંદેશા મળી આવ્યા હતા. એન્ડરસને રામાસ્વામીને સંદેશા મોકલ્યાનું કબૂલ્યું હતું અને એફિડેવિટ મુજબ તેણે અન્ય ઝુંબેશમાં ધમકીભર્યા સંદેશા મોકલ્યા હોવાની પુષ્ટિ કરી હતી. જો આ કેસમાં દોષિત ઠેરવવામાં આવે તો, એન્ડરસનને પાંચ વર્ષની જેલ, ત્રણ વર્ષની નજર કેદ અને 250,000 US ડોલરનો દંડ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login