અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની ઘાતકી હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ત્યાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના 15 જાન્યુઆરીએ લિથોનિયામાં બની હતી. વિવેક સૈની નામનો વિદ્યાર્થી મૂળ ભારતના હરિયાણા રાજ્યનો હતો અને તેણે અહીંના ફૂડ માર્ટમાં પાર્ટ ટાઈમ કામ પણ કર્યું હતું.
વિદ્યાર્થીની હત્યાના આરોપીનું નામ જુલિયન ફોકનર છે. ફોકનર પાસે પોતાનું ઘર ન હતું. વિદ્યાર્થીએ ફોકનરને તે જ્યાં રોકાયો હતો તે સ્ટોરમાંથી બહાર જવા કહ્યું. બસ આનાથી ફોકનર ગુસ્સે થયો અને તેણે વિદ્યાર્થી પર હુમલો કર્યો. હથોડીના ૫૧ ઘા મારીને ફોકનરે વિવેક સૈનીની હત્યા નિપજાવી હતી. સીસીટીવીને આધારે તપાસ કરીને પોલીસે હત્યારા ફોકનરને ઝડપી પાડ્યો છે.
સ્ટોર પર કામ કરતા એક કર્મચારીએ સ્થાનિક ચેનલને જણાવ્યું કે ફોકનર પાસે ઘર ન હતું. તેથી વિવેક સૈની અને તેના મિત્રોએ તેની મદદ કરી હતી. તેને ખાવાનું આપ્યું હતું. જરૂરી વસ્તુઓ આપી હતી. તેણે ચિપ્સ અને કોક માંગ્યા હતા. અમે તેને બધું આપ્યું. પાણી પણ આપ્યું. પછી તેણે પૂછ્યું કે શું તેની પાસે ધાબળો છે? કર્મચારીએ કહ્યું કે અમારી પાસે ધાબળો નથી તેથી મેં તેને મારું જેકેટ આપ્યું. પરંતુ તે પછી પણ તે ક્યારેક બહાર જતો હતો તો ક્યારેક પાછો આવતો હતો. આ સાથે તે સિગારેટ, પાણી અને બીજી ઘણી વસ્તુઓ માંગતો હતો. તે આખો સમય બેઠો રહ્યો અને અમે તેને ક્યારેય જતા રહેવાનું નહોતું કહ્યું કારણ કે અમે જાણતા હતા કે બહાર ખૂબ જ ઠંડી હતી.
પરંતુ 15 જાન્યુઆરીએ સૈનીએ ફોકનરને ત્યાંથી જવાનું કહ્યું. આટલું કહીને સૈની જવા લાગ્યો કે તરત જ ફોકનરે તેના પર હથોડી વડે હુમલો કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે સૈનીનું મોત થયું હતું.
સમગ્ર ઘટનાની ભારત સરકારે પણ નોંધ લીધી છે અને ભારતીય દૂતાવાસે આ મુદ્દે કડક તપાસની પણ માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login