ADVERTISEMENTs

અંદરખાને ભાજપનો પ્લાન સફળ ? ક્ષત્રિય સમાજમાં ફાંટા પડયા ?

આંદોલનનો મહિલા ચહેરો બનેલા પદ્મીનીબા વાળાનો આક્ષેપ કે સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે.

પદ્મીનીબા વાળા / OpIndia

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ કરેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં જે આંદોલન સક્રિય થયું હતું તેમાં હવે ક્યાંક અંદરો અંદર ડખા થયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ આંદોલનને લઈને છેલ્લા 14 દિવસથી અન્નત્યાગ કરી ને બેસેલા રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મીનીબા વાળાની તબિયત લથડી હતી. ગઈકાલે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લોહીની ટકાવારી અને શરીરમાં પાણી ઘટી ગયું હોવાથી ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવ્યા હતા. જોકે આજે તેઓ પોતાન ઘરે જ સારવાર લઇ રહ્યા છે.

આજરોજ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશા સમાજની સાથે છે અને ઉભા રહેશે, પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. તેમણે એવું એટલા માટે કહ્યું કારણ કે બેઠકમાં નક્કી થયું હતું કે જો પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરે છે તો તેની સામે ક્ષત્રિય સમાજના 350 લોકો પણ ઉમેદવારી નોંધાવશે. પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ 16મી તારીખના રોજ વાજતે ગાજતે જનમેદની સાથે ફોર્મ ભર્યું છતાં ક્ષત્રિય સમાજ સંકલન કમિટી તરફથી કોઈ પગલું લેવાયું નથી. માત્ર અલ્ટીમેટમ આપી દેવાયું છે કે 19 મી સુધી રૂપાલા ફોર્મ પાછું ના ખેંચે તો પાર્ટ 2 થશે.

આ સાથે પદ્મીનીબા વાળા એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સંકલન સમિતિએ 350 ફોર્મ ભરવાનું કહ્યું હતું તે પણ કઈ નથી થયું. તેમજ જે લોકો સમાજ માટે લડી રહ્યા છે તેમને લડવા દેવામાં નથી આવી રહ્યા. આંદોલનકારી મહિલાઓને સાઈડલાઈન કરાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. પદ્મિનીબા એ કહ્યું હતું કે હાલ હું સંકલન સમિતિ સાથે છું પણ ભવિષ્યમાં નહીં રહી શકું. આ આંદોલન એક સમાજ માટેનું આદોલન હતું તેને રાજકીય રૂપ ન આપવું જોઈએ. રૂપાલા વિરૂઘ્ધનું આંદોલન ક્યાંક દિશાહીન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

હવે જે પ્રમાણે શરૂઆતમાં આક્રમક રીતે વિરોધ કરાઈ રહ્યો હતો તે ક્યાંક નબળો પડતો જણાયો છે. બીજી તરફ પદ્મીનીબા વાળા કે જેઓ શરૂઆતથી જ આક્રમક અને એકજ માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. તેમણે પણ સંકલન સમિતિ પર આક્ષેપ કરતા અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. ભાજપ પેહલાથી જ આવા આંદોલનો ડામવામાં કુનેહપૂર્વક રસ્તો કાઢતું આવ્યું છે અને આ વખતે પણ શરૂઆતમાં આંદોલન શમી જશે ની રાહ જોયા બાદ ભાજપે પોતાના પ્યાદાઓ ગોઠવીને આખી બાજી બદલી નાખી હોય તેવું ધૂંધળું ચિત્ર દેખાઈ રહયું છે. જોકે હજુ 19 તારીખ સુધી રાહ જોયા બાદ જ આખું ચિત્ર સ્પષ્ટ થઇ શકશે કે આખા આંદોલનમાં ભાજપ ક્યાં રમત રમી ગયું ? ક્ષત્રિય સમાજ જીતશે કે ફરી એક વાર ભાજપની કુનેહપૂર્વકની રાજનીતિ કામ લાગશે ?

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related