ADVERTISEMENTs

?> Sponsored Ad

આઈટીઆઈના તાલીમાર્થી ધારિત જસાણીએ સમગ્ર ભારતમાં લેવાતી ‘India Skills-2024’ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

આઈ.ટી.આઈ.વિભાગ, જિલ્લા, રાજ્યકક્ષાએ ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ ભારત લેવલે પરીક્ષા આપે છે

આઈટીઆઈના તાલીમાર્થી ધારિત જસાણી બ્રોન્ઝ મેડલ સાથે / માહિતી વિભાગ, ગુજરાત

ભારતના યુવાઓની કલ્પનાશક્તિ તથા દક્ષતામાં વધારો થાય તેમજ યુવાઓને કૌશલ્ય ક્ષેત્રે નવી ઉડાન મળે એવા આશયથી દર બે વર્ષે ઇન્ડિયા લેવલે India Skills સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘India skills-૨૦૨૪’ સ્પર્ધામાં મજુરાગેટ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા સોલાર ટેકનિશીયન ટ્રેડના તાલીમાર્થી ધારિત જસાણીએ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર શ્રી જી.કે.જરીવાલાના માર્ગદર્શન હેઠળ  રિન્યુએબલ એનર્જી સ્કીલ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી સુરત સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. 

કારપેન્ટર, બ્યુટીપાર્લર, જ્વેલરી ડિઝાઈન, ઈલેકટ્રીશીયન, સોલાર, ઓટો મોબાઈલ, મેન્યુફેકચરીંગ જેવી જુદી જુદી ૨૨ પ્રકારની કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાય છે. જેમાં પ્રથમ આઈ.ટી.આઇ. લેવલે સ્ક્રિનીંગ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ, જિલ્લાકક્ષાએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ રાજ્યકક્ષાને અને રાજ્યકક્ષાએ નંબર મેળવનારા વિદ્યાર્થીઓ ‘ઈન્ડિયા સ્કીલ-૨૦૨૪’માં ભાગ લે છે. આમ સોલાર ટેકનિશીયન ટ્રેડની કેટેગરીમાં સમગ્ર ભારતમાં ધારિત જસાણીએ ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હોવાનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related