ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે જુલાઇ મહિનામાં લગ્ન યોજવાના છે. તે પહેલાં રિલાયન્સની કર્મભૂમિ એવા ગુજરાતના જામનગર ખાતે અનંત અને રાધિકાની ત્રી દિવસીય સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. ૧ થી ૩ માર્ચના આ ત્રણ દિવસના પ્રી વેડિંગ ફંક્શનમાં ૧૦૦૦થી વધારે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં અનેક આંતરરાષ્ટ્રીય હસ્તિઓ પણ સામેલ થઇ. ૩ દિવસમાં મળીને જામનગરના એરપોર્ટ પર ૪૦૦થી વધુ પ્રાઇવેટ જેટ્સ ઉતર્યા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની ઇવાન્કા ટ્રમ્પ પણ પરિવાર સાથે અહીં હાજર રહ્યા હતાં. તો જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી,ટાટા જૂથના ચેરમેન એન. ચંદ્રશેખરન, કોટક ગ્રૂપના કુમાર મંગલમ બિરલા સહિતના અનેક ઉદ્યોગપતિઓ અને બિઝનેસ ટાયકૂન્સની હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી.
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર અને સિંગર રિહાનાએ અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસે અહીં પરફોર્મન્સ આપ્યું. તો એડમ બ્લેકસ્ટોન, કેટલાક અમેરિકન સિંગર્સ પણ આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમ્યાન પરફોર્મન્સ આપવા માટે જામનગર આવ્યા હતા.
બોલિવૂડના સિતારાઓની વાત કરીએ તો સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીરસિંહ, દિપિકા પાદૂકોણ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અયાન મુખર્જી, અક્ષય કુમાર સહિતના તમામ અગ્રણી સ્ટાર્સ જામનગર આવી પહોંચ્યા હતા. સાથે જ, સચિન તેંડુલકર, ધોની, હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટર્સ પણ અહીં આવ્યા હતા. તો અનેક રાજકારણીઓ પણ આ યુગલને શુભકામનાઓ આપવા પધાર્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટાઉનશીપમાં જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટ્રેડિશનલ થીમ તેનો મુખ્ય ભાગ હતી. ત્રણ દિવસની અલગ અલગ થીમ રાખવામાં આવી હતી અને તે પ્રમાણેના ડ્રેસકોડ પણ નક્કી કરાયા હતા. ત્રણેય દિવસ મહેમાનો ખાસ ભોજન વ્યવસ્થા કરાઇ હતી. ૨૧ રસોઇયાઓએ થઇને ૨૫૦૦થી વધારે વાનગીઓ અહીં પીરસી. જેમાં રોજ બ્રેકફાસ્ટ દરમ્યાન ૭૫થી વધુ વસ્તુઓ, લંચમાં ૨૨૫થી વધુ વસ્તુઓ અને ડિનરમાં ૨૭૫થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે.
જામનગર એરપોર્ટ પર પાર્કિંગ સ્પેસ નહીં હોવાને લીધે ચાર્ટર પ્લેન્સ પાસેનાં એરપોર્ટ્સ જેવા કે રાજકોટ, પોરબંદર, અમદાવાદ અને મુંબઈમાં પાર્ક થયા. શુક્રવારે જામનગર એરપોર્ટ પર 140 ચાર્ટર ફ્લાઈટ મૂવમેન્ટનો શિડ્યુઅલ હતો. તેમાંથી 50 ટકા પ્લેન વિદેશમાંથી આવ્યા હતા. વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે જામનગર એરપોર્ટ પર અનુક્રમે 90 અને 70 ચાર્ટર ફ્લાઈટ મૂવમેન્ટ હોવાનું મનાય છે. જ્યારે 4 માર્ચના રોજ એરપોર્ટ પર 100થી વધારે ફ્લાઈટનું મૂવમેન્ટ થાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login