નવા વર્ષના પહેલા દિવસે જાપાનની ધરા ધ્રુજી ઉઠી. વર્ષના પહેલા જ દિવસે ઇશિકાવા પ્રાંતમાં 7.5ની તીવ્રતાના ભૂકંપે આખા જાપાનને ધ્રુજાવી નાખ્યું હતું.
આ પછી 155થી વધુ આફ્ટરશોક્સ પણ નોંધાયા હતા. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં દરેક જગ્યાએ તૂટેલા મકાનો, તિરાડવાળા રસ્તાઓ અને લોકો ડરના માર્યા દોડતા જોવા મળે છે. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. એક બંદરમાં આગ ફાટી નીકળી હતી.
નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. 7.5ની તીવ્રતાના ભૂકંપે આખા જાપાનને હચમચાવી નાખ્યું. સર્વત્ર તબાહીનું દ્રશ્ય જોઈ જાપાનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય થઈ ગયું. તેણે મદદ માટે ઈમરજન્સી નંબર જારી કર્યા છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર એક સંદેશમાં લખ્યું છે કે, "1 જાન્યુઆરી, 2024 ના રોજ જાપાનમાં ભૂકંપ અને સુનામીની ચેતવણીને ધ્યાનમાં રાખીને, દૂતાવાસ દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમની ચાલુ કરવામાં આવ્યો છે. અને સાથે જ ઈમરજન્સી નંબર પણ જારી કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની સહાયતા માટે, તમે આ ઈમરજન્સી નંબરો અને ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો. દૂતાવાસના અધિકારીઓ વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે."
ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન નોટો પર થયું હોવાનું કહેવાય છે. 45 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કદાચ આપણે આ અહેવાલ વાંચી રહયા છીએ ત્યાં સુધીમાં 30થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. ભૂકંપ બાદ દરિયો પણ ઉછળ્યો હતો. એક મીટરથી વધુ ઊંચા મોજા ઉછળ્યા. જોકે, સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે.
જાપાનના વડાપ્રધાન ફૂમીયો કિશિદાએ ડિઝાસ્ટર રિસ્પોન્સ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ઘણી જગ્યાએ આગ લાગવાના પણ અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login