ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન આ યાદીમાં ટોચ પર છે. આ સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસ તથા ભારતીય અમેરિકન અને નેટફ્લિક્સના મુખ્ય કન્ટેન્ટ ઓફિસર બેલા બજારિયા પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. સાથે જ, ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ભારતની ચાર મહિલાઓએ પણ ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં નિર્મલા સીતારમણ 32મા સ્થાને છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસ આ યાદીમાં સતત બીજા દિવસે ટોચના ત્રીજા ક્રમે છે. તેમનો સમાવેશ રાજકારણ અને નીતિના ક્ષેત્ર હેઠળ આ યાદીમાં કરવામાં આવ્યો છે. ૫૯ વર્ષીય કમલા હેરિસ પહેલા મહિલાં, પહેલાં અશ્વેત અને પહેલા દક્ષિણ એશિયન અમેરિકન છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. હેરિસ પહેલા ભારતીય અમેરિકન મહિલા છે જેઓ ૨૦૧૬માં અમેરિકન સેનેટમાં ચૂંટાયાં હતાં. ૨૦૧૦માં કેલિફોર્નિયાનાં એટોર્ની જનરલ તરીકે ચૂંટાનારા પણ તેઓ પહેલાં મહિલા હતાં.
બેલા બજારિયા ફોર્બ્સની યાદીમાં મીડિયા અને મનોરંજન શ્રેણીમાં પસંદગી પામ્યા અને વિશ્વના ટોચનાં ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં ૬૭માં ક્રમે પસંદગી પામ્યાં. લંડનમાં જન્મેલા બેલા બજારિયાએ તેમનાં શરૂઆતનાં વર્ષો બ્રિટન અને ઝામ્બિયામાં વિતાવ્યા હતા. ૨૦૨૦થી તેઓ ગ્લોબલ ટીવીના વડાં તરીકે કાર્યભાર સંભાળતા હતાં. જાન્યુઆરી ૨૦૨૩માં તેઓ નેટફ્લિક્સના મુખ્ય કન્ટેન્ટ ઓફિસર તરીકે પસંદગી પામ્યાં. ૫૨ વર્ષનાં બેલા બજારિયા વર્ષ ૨૦૨૨માં ટાઇમ્સની ૧૦૦ મોસ્ટ ઇન્ફ્લુઓએન્શિયલ પીપલની યાદીમાં પણ સ્થાન પામ્યાં હતાં.
સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 32મા ક્રમે છે. મે 2019માં તેમને દેશનાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનાવાયાં હતાં. સીતારમણ કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં પણ વડાં છે. તેમણે નાણામંત્રી તરીકે અનેક મહત્વના નિર્ણયો લીધા છે.
નિર્મલા સીતારમણ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહી ચૂક્યાં છે. રાજકારણમાં પ્રવેશતાં પહેલાં તેમણે યુકે એગ્રીકલ્ચરલ એન્જિનિયર્સ એસોસિએશન અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં ભૂમિકાઓ નિભાવી હતી. તેઓ કેન્દ્ર સરકારમાં એક મોટા પદ પર બિરાજમાન છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પણ ઘણા મુદ્દાઓ પર તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતાં છે.
સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 60માં ક્રમે HCL કોર્પોરેશનના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરનાં પુત્રી રોશની નાદર મલ્હોત્રા પણ છે. રોશનીએ જુલાઈ 2020માં CEO તરીકેની આ જવાબદારી સંભાળી હતી. રોશની કંપનીના તમામ વ્યૂહાત્મક નિર્ણયોમાં અગત્યની ભૂમિકામાં છે.
સરકારી માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)ના પ્રથમ મહિલાં અધ્યક્ષ સોમા મંડલ છે. વર્ષ 2021માં તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વના પ્રથમ વર્ષમાં જ કંપનીના નફામાં ત્રણ ગણો વધારો થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ SAIL સતત નફાકારક રહી છે. પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સોમા મંડલ 70માં સ્થાને છે.
ફોર્બ્સના લિસ્ટમાં 76માં ક્રમે રહેલાં ભારતના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓમાં કિરણ મજમુદાર શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સામ્રાજ્ય કિરણે જાતે ઉભું કરેલું છે. વર્ષ 1978માં તેમણે બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login