ADVERTISEMENTs

ખાલીસ્તાની આતંકી પન્નુની સંસદ ભવન પર હુમલાની ધમકી

22 વર્ષ પહેલા થયેલા એ ભારતનાં સંસદભવન પરનો આતંકી હુમલો તો સહુને યાદ જ હશે...13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર હુમલો થયો હતો.

Khalistani Pannu / google

22 વર્ષ પહેલા થયેલા એ ભારતનાં સંસદભવન પરનો આતંકી હુમલો તો સહુને યાદ જ હશે...13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર હુમલો થયો હતો. અને "13 ડિસેમ્બર 2023ના સંસદ ભવન પર ફરીથી હુમલો કરી મારુ હત્યાનું કાવતરું કરનારને જવાબ આપીશ", આ ધમકી ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરી આ વાત કહી છે.

સરકાર અને સુરક્ષા એજન્સીઓએ તેની હત્યાની યોજના બનાવી

પન્નુ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તે જણાવે છે કે, સરકાર અને સુરક્ષા એજન્સીઓએ તેની હત્યાની યોજના બનાવી હતી અને તેના હુમલાના પ્લાનિંગના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘દિલ્હી બનશે પાકિસ્તાન. આ વીડિયો સુરક્ષા ખુબ એલર્ટ મોડમાં આવી ગઈ છે .અને સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ પણ સતર્ક

આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ પણ સતર્ક થઇ ગયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવે છે કે, "આ ધમકીને પગલે સંસદ ભવન અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં સલામતીને ધ્યાનમાં લઇ અને કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ સમગ્ર દિલ્હીમાં અને આસપાસના વિસ્તારોમાં સંસદ સત્ર દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે."

ભારતે જાહેર કરેલ મોસ્ટ વોન્ટેડ આતંકીની લિસ્ટમાં આવતા આતંકી પન્નૂએ આ પહેલાં પણ ઘણી વખત હુમલાઓની ધમકીઓ આપી છે જેમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં આતંકી હુમલો કરવાનું હોય કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બૉમ્બથી ઉડાવી દેવા જેવી ધમકીઓ તે આપી ચૂક્યો છે. આ પ્રકારની ધમકીઓથી તે સતત લોકોમાં એક ભયનો માહોલ ઉભો કરતો રહે છે.

 

આતંકી ગુરપતવંતસિંહ પન્નુ કોણ છે ?

પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ પંજાબમાં થયો હતો. તેના માતા-પિતા મૃત્યુ પામ્યાં છે. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ક્યારેક તે અમેરિકામાં તો ક્યારેક કેનેડામાં રહે છે. તે ભારતમાં બહારથી આતંકવાદી હુમલા કરવાની સતત ધમકી આપતો રહે છે અને કેનેડામાં સ્થાયી થયેલા હિન્દુઓને ધમકી આપે છે. હાલમાં તે અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. પન્નુએ 2007માં શીખ ફોર જસ્ટિસનામનું સંગઠન બનાવ્યું હતું. આ સંગઠનને ભારતે આતંકી સંગઠન જાહેર કર્યું છે અને તેને પ્રતિબંધિત લિસ્ટમાં મૂક્યું છે. જુલાઈ 2020માં ભારતે પન્નુને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related