મેષ રાશિ: સમગ્ર અઠવાડિયામાં ખુબ સાવધાની રાખવી જોઈએ, થોડી બેચેની લાગે, માનસિક વ્યગ્રતા-ચિંતા હોય તો તેના રસ્તા સામેથી નીકળે. પણ કોઈપણ બાબતે ફાયનલ નિર્ણય લેતા પેહલા તમારા નજદીકી વ્યક્તિની સલાહ લેવી. લીગલ બાબતમાં ખોટી રીતે અટવાઇ ન જવાય તેનું ધ્યાન રાખવું. એકંદરે સપ્તાહમાં બેચેની હોવા છતાં ખુશીમાં સમય પસાર કરી શકો. તારીખ 21 22 એપ્રિલ તબિયતની કાળજી રાખવી, નજીકના સ્નેહી સાથે ગેરસમજથી બચવું, તારીખ 23-24 મનગમતું વાતાવરણ મળે, જેમને મળવાની ઈચ્છા લાંબા સમયથી હોય તેવા વ્યક્તિ સાથે મુલાકાત થાય, ખુશી મજામાં દિવસ પસાર થાય. તારીખ 25-26-27 કોઈ અંધારી ચિંતા ન આવી જાય, ખોટો ખર્ચો આવી જાય, એક્સીડેન્ટ અથવા ખોટા આરોપ ના ભોગ બનાય. બને ત્યાં સુધી આ દિવસમાં વિવાદથી બચવું. મહિલાઓ માટે સમગ્ર અઠવાડિયું દોડાદોડીનું રહેશે, કામકાજનું ભારણ વધશે. પરિવારના સભ્યો ની દિમાનસ વધશે, જોબ પર પણ ડિમાન્ડિંગ વાતાવરણ રહેશે, જુના મિત્રોની મુલાકાત થી તમને ખુશી થાય, સંતાન બાબતે નાનીમોટી ચિંતા સતાવે.
વૃષભ રાશિ: મનમાં ખોટા વિચાર જાગે, બેચેની લાગે, આવેશ આક્રોશ આવ્યા કરે, તબિયતની ગરબડને કારણે મનમાં બેચેની અનુભવાય માઈગ્રેન ની તકલીફ જણાય, ફૂડ પોઈઝનિંગની સમસ્યા પણ સતાવે, આ સપ્તાહમાં ઊંઘ ઓછી થાય, કામકાજના ભારણને લીધે, થાક અનુભવાય, હરવા ફરવાનો કે પ્રવાસનો કાર્યક્રમ બદલાઈ જાય, ધંધાકીય સફળતા માટે વધારે મેહનત કરવી પડશે. પ્રોપર્ટીને લગતા નાનામોટા ઇસ્યુ ઉભા થાય. જે ચાલતા હોય તે લંબાય. જોબ કામ કે બિઝનેસ બદલવો હોય તો અનુકૂળ સમય જાણતો નથી, તારીખ 21-22 એપ્રિલ દરમ્યાન તબિયતની ગરબડ થાય, સંતાન અથવા પોતાના કામદાર સાથે વિવાદ ઉભા થાય. 23-24 દરમ્યાન મોજ મજા માં સમય પસાર થાય, થોડી અણગમતી વાતોનો નિકાલ આવે, 25-26-27 અનુકૂળ દિવસ છે, હળવાશ અનુભવાય, નાણાકીય બાબતો માં કોઈ જરૂરિયાત હોય તો તેની વ્ય્વસ્થા થઇ શકે, પ્રવાસ પર્યટન પિકનિકમાં દિવસો પસાર થાય. મહિલાઓ માટે તબિયતની કાળજી રાખવાનો સમય છે, જુના અટકેલા કામ આ સમય દરમ્યાન પુરા કરી શકો. પરિવાર અથવા સંતાન બાબતે સમસ્યા હોય તો તેનો ઉકેલ નિવેડો આ સપ્તાહમાં મળી શકે.
મિથુન રાશિઃ આ સપ્તાહમાં વિવાદથી બચવાનો સમય છે. નાની નાની વાતે ઇસ્યુ ઉભા થાય, અકારણ ક્લેશ થાય, સમસ્યા ઉભી થાય. પ્રોપર્ટી ના વિવાદને કારણે ચિંતા ઉભી થાય, કોઈને કોઈ કારણસર લોન લેવાની જરૂર ઉભી થાય તો તેની વ્યવસ્થા થઇ જાય. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે, અટવાયેલા કામના ઉકેલ મળે, ઉઘરાણી આવે. તારીખ 21-22 બેચેની લાગે, ઘરના વડીલ સ્ત્રીની તબિયત, ચિંતા કરાવે, મનમાં વહેમ જાગે. 23-24 ના રોજ પેટની ગરબડને કારણે માથાનો દુખાવો થાય. અપચાનો અનુભવ થાય. ઘરની વડીલ સ્ત્રીની તબિયતમાં થોડી ગરબડ થાય. આ સપ્તાહમાં મન ખોટા વિચારે ન ચઢે તેનું ધ્યાન આપવાનું. 25-26-27 એપ્રિલ અટકેલા કામનો ઉકેલ મળે. મનમાં જો કોઈ વહેમ જાગતા હપય તો તેનો પણ રસ્તો મળશે. મહિલાઓએ આ સપ્તાહમાં બીજાની વાત સાંભળવી, મનમાં વહેમ ઉઠતા હોય તો કોઈને કોઈ રીતે તેનું નિરાકરણ લાવવું. સંતાનોની કેરિયર બાબતે કોઈ ચિંતા હોય તો તેનો રસ્તો મળશે. સમાધાન ના પ્રયાસો ખાસ સફળ થાય નહિ. કૌટુંબિક વડીલની તબિયતને કારણે થોડી દોડાદોડી થાય.
કર્ક રાશિ: આ સપ્તાહમાં તમારી ધારણા પ્રમાણે કામ કરી શકો, થોડું બેચેની ચિંતાનું આવરણ આવે, છતાં ઘણા સમયથી જે પરેશાની સતાવતી હતી તેનો ઉકેલ મળશે. પાર્ટનરશીપ માટે નવી વાતચીત કરવી હોય તો તેની અનુકુળતાઓ જણાય, થોડી ગોઠવણ થાય. સ્ટુડન્ટ્સ માટે સારો સમય છે. જુના મિત્રતાના સબંધો તાજા થાય, નાણાકીય સફળતા જોવા મળે. આ સપ્તાહ દરમ્યાન ખાસ તબિયતની કાળજી રાખવાની છે. તારીખ 21-22 જુના મિત્રોની મુલાકાત, નવી ગોઠવણો અને ટાસ્ક ઓરિએન્ટેડ કામ હોય તેમાં સફળતા મળે. 23-24 દરમ્યાન બેચેની ચિંતાનું આવરણ આવે, ઘરના સભ્યોની માંદગીને કારણે થોડી દોડાદોડી થઇ શકે. 25-26-27 દરમ્યાન ખાનપાનની કાળજી રાખવી. ઉતાવળે કોઈ કામ ન કરવા સલાહ છે. પ્રવાસ પર્યટનમાં થોડા અવરોધ જણાઈ રહ્યા છે. આ સપ્તાહ મહિલાઓએ કાળજી રાખવાની જરૂર છે. શરૂઆતનો ઉત્સાહ ધીમે ધીમે ડાઉન થતો જાય. શરીર માં વીકનેસ નો અનુભવ થાય, નાની મોટી ચિંતાનું આવરણ આવી જાય, સંતાન ને કારણે મનમાં વહેમ જાગે ચિંતા જાગે, વિદ્યાર્થી મિત્રોએ એભ્યાસમાં ધ્યાન રાખવાની જરૂર છે, થોડા પાછા પડવાનો અનુભવ આ સપ્તાહમાં થઇ શકે છે.
સિંહ રાશિ: આ સપ્તાહમાં અંધારી સફળતાઓ મળતી જાય, શરૂઆતથી તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે, સ્નેહી મિત્રોની મુલાકાત થશે, જુના અટકેલા કામોનો ઉકેલ મળે, આ સમયમાં આર્ગ્યુમેન્ટ થી બચવાની જરૂર છે, સરકારી પુછપરછ કે તપાસ આવે તો તેનો શાંતિ થી જવાબ આપવો જોઈએ. 21-22 કુટુંબ પરિવારના સભ્યોની ડિમાન્ડ પ્રમાણે ચાલવું પડશે, 23-24 દરમ્યાન હરવા ફરવાનું સુખ મળશે, નવા કામની શરૂઆત કરી શકશો, 25-26-27 બેચેનીમાં પસાર થાય, કોઈ અણધાર્યા ઇસ્યુ ઉભા થાય. જેને કારણે તમારે દોડાદોડી કરવી પડે નાણાકીય જોખમ ઉઠાવવું પડે તેવો સમય પસાર થઇ રહ્યો છે. મહિલાઓ એ આ સપ્તાહમાં પરિવાર પાછળ સમય આપવો પડશે , કેટલાક જુના ઇસ્યુ માથું ઊંચકે પણ તેનો સલાહકારોની મદદથી ઉકેલ મળી જશે. સપ્તાહના અંતમાં તબિયતની ગરબડ જણાય. પેટ અથવા માથાનો દુખાવો થાય. સાંધાની તકલીફ આ સમય દરમ્યાન આવતી લાગે. તબિયતનું ધ્યાન આ સપ્તાહમાં મહિલાઓ એ રાખવાની ખાસ જરૂર છે, ખોટ વહેમને કારણે કોઈના માટે ગેરસમજ ન થાય તેનું આ સપ્તાહમાં ધ્યાન રાખવું.
કન્યા રાશિ: આ સપ્તાહ તમારા માટે ખુબ જ મહત્વનું છે. તમારી રાશિ થી સાતમે રાહુ બુધ અને શુક્ર સાથે 23 તારીખથી મંગળ જોડાશે, જે તમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરશે અને સફળતાનાં દ્વાર ખુલતા જણાય. લાંબા સમયથી અટકેલા કામ શરુ થાય એમાં પ્રગતિ જણાય. સંતાનની પ્રગતિથી ખુશી મળે. નવા બિઝનેસ ડીલ કે ઓફર આવે જે આગળ જતા ફાયદાકારક રહેશે. ફાયનાન્શીયલ બેનિફિટ ના રસ્તા ખુલતા જાણશે. સરકારી કામકાજમાં પણ સફળતા મળશે. તારીખ ખુબ જ અનુકૂળ છે. 21-22 મોજમજા આનંદ માં દિવસ પસાર થાય, ઉત્સાહ જળવાયેલો રહેશે. 23-24 થોડી બેચેનીનો અનુભવ થાય પણ તે કાર્યલક્ષી હશે. બિઝનેસ અને પરિવાર બંનેનું સંતુલન જલાવયું રહેશે. 25-26-27 ના રોજ પ્રગતિકારક સમય છે, નવી વાતો, નવી ભાગીદારી, નવી જોબ માટે અનુકૂળ સમય છે. આ રાશિની મહિલાઓ એ આ સપ્તાહમાં જે કઈ ટાસ્ક કે કામ નક્કી કર્યા હોય તે પુરા કરવા થોડી મહેનત કરવી પડશે, દોડાદોડી નો સમય છે. છતાં આવનારા શુભ પ્રસંગોની તૈયારી માટે અનુકૂળ સમય કહી શકાય. જૂની મિત્રતા તાજી થાય, જૂન સબંધો તાજા થાય. તેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે. એકંદરે મહિલાઓ માટે આ સમય ખુબ અનુકૂળ કહી શકાય તેવો છે. આવેશ અને આક્રોશ- ગુસ્સાથી ખાસ બચવાની જરૂર છે.
તુલા રાશિ: થોડી ચિંતા હતાશા અને બેચેનીમાં શરૂ થયેલું આ સપ્તાહ પૂરું થતા થતા તમે ખુશી અનુભવશો. તમારા મનગમતા કામમાં આગળ વધશો. જુના અવરોધો જૂની પરેશાનીઓ જે સામે આવી હોય તેનો નિકાલ થશે. કોર્ટ કચેરીને મામલામાં પણ તમને સફળતા મળે તેવા સંજોગો છે. વિચારો થોડા ઉગ્રતા તરફ જાય છે છતાં મનને શાંત રાખીને આ સપ્તાહમાં નિર્ણય લેવા. ખાસ કરીને જે લોકોનું બેન્કિંગ, ફાઇનાન્સ અને નાણાકીય બાબતોમાં કામકાજ હોય તેને આ સપ્તાહમાં સાવધાની રાખવાની જરૂર છે. એકંદરે તમારે કામમાં વ્યવહારમાં અને કોઈ પણ પરિવારમાં તમારી મહત્તતાનો સ્વીકાર થશે .તારીખ 21 ,22 એપ્રિલ બેચેની ચિંતામાં પસાર થાય .આંખની તકલીફ થાય અથવા બેચેની ખર્ચો ખોટો થઈ જાય. 23,24 એપ્રિલ દરમિયાન તમારી ધારણા પ્રમાણે કામ થાય. કોઈ ગોલ સેટ કર્યો હોય ટાર્ગેટ કર્યો હોય તે એચીવ પણ કરી શકાય તારીખ 25 26 27 એપ્રિલ દરમિયાન કુટુંબ પરિવાર પાછળ સમય આપવો પડે. નાણાકીય બાબતો માં ગોઠવણ કરવી હોય તો પણ ગોઠવાઈ શકે .એકંદરે આ સપ્તાહ તુલા રાશિ માટે શુભ કહી શકાય .તુલા રાશિની મહિલાઓ માટે આ સમય થોડો સાવધાની થી પસાર કરવાનો છે. તમારા સગા ,સ્નેહીઓ સાથેના વ્યવહારો હોય તેને સારી રીતે વાતચીત કરીને સુલજવી શકો. કોઈ ઘેર સમજ થઈ હોય તો આ સપ્તાહમાં પણ રસ્તા મળશે .એકંદરે મહિલાઓ માટે પણ આ શબ્દો અનુકૂળ છે.
વૃશ્ચિક રાશિ: નાણાકીય બાબતે સરળતા આપતું અઠવાડિયું. તમારા જીવનમાં કેટલીક ચિંતાઓ બેચેની નો ઉકેલ મળશે. ઉકેલ મળે તેવા રસ્તા કાઢી આપશે. જુના સંબંધો થકી તમને લાભ થશે .અટકેલા નાણા મળી રહેશે. એ ઉપરાંત નવું કામ થાય ,નવી આવક થાય, આવકના નવા રસ્તા મળી રહે. જો આપને જોબ બદલવી હોય એ માટે અનુકૂળ સમય છે. માનસિક ચિંતા પરિવારના કારણે આવે તેના ઉકેલ માટે તમારે આવતા આવનારા સમયમાં મથામણ કરવી પડશે. પ્રોપર્ટી ને લગતા કેસો હોય આ એક જૂના હળવા થી લાવવો જોઈએ. આ સપ્તાહમાં ખાસ કરી જે લોકોને રિયલ એસ્ટેટ તેમજ એન્જિનિયરિંગ ને લગતા કામ હોય તેમણે સાવધાનીથી કામ કરવું. નાના મોટા અકસ્માત થવાના સંજોગ છે. તારીખ 21, 22 એપ્રિલ આનંદદાયક ખુશીના સમાચાર મળે, નાણાકીય ફાયદો થાય, જુના રોકાણો થી તમને ફાયદો થાય. 23, 24 એપ્રિલ બેચેની ચિંતામાં પસાર થાય, ખોટો ખર્ચો થઈ જાય, ખોટી ડિમાન્ડ ટેક્સ વગેરેને આવે તેના માટે તમારે આગળ ફાઈટ આપવી પડે. 25, 26, 27 એપ્રિલ મોજ મજા આનંદમાં પસાર થશે. સ્નેહી સંબંધીઓને
ન મળવાનું થાય. આવકના નવા રસ્તા માટે જે પ્લાનિંગ કરતા હોય તે આગળ વધે .જોબ બદલવા માટેની ઈચ્છા હોય તે પણ સફળ થાય. વૃષીક રાશિની મહિલાઓને પોતાની જીદ છોડવી ,બીજાને ખરાબ લાગે તે પ્રમાણે ના બોલવું .મનમાં ઊકડાટ રહેતો હોય તેનાથી બહાર આવવું. ગુસ્સો પી જવો શબ્દોમાં ગુસ્સો વ્યક્ત ન કરવો. એકંદરે આ સપ્તાહ આનંદમય પસાર થશે.
ધનુ રાશિઃ આ સપ્તાહ આખા મહિનાનું સૌથી વધુ સફળ સપ્તાહ કહી શકાય, તમારી ધારણા પ્રમાણે કામ થશે. પ્રવાસ, પર્યટન, મુલાકાતો વગેરેમાં અણધારી સફળતા મળે. સ્નેહી મિત્રોનો સહકાર મળશે, કુટુંબ પરિવારન સભ્યો સાથે સામંજસ્ય જળવાયેલું રહે. નાણાકીય બાબતે કોઈ ચિંતા આવેલી હોય તેન રાસ્તા મળશે. તારીખ 21-22 ના રોજ તમારી નોકરી કે ધંધાના સ્થળે સારો ફાયદો થશે. કામ તમારી ધારણા પ્રમાણે પાર પડશે. તમારી સાથે અથવા તમારા માટે કામ કરનારા લોકો તરફથી સારો પ્રતિસાદ મળશે. અનુકૂળતા જળવાયેલી રહેશે. આનંદદાયક દિવસો છે. 23-24માં નાણાકીય લાભ થશે. ગણતરી પ્રમાણે આવકના અંદાજ સાચા પડશે. 25-26-27 ગુસ્સો કાબુમાં રાખવો. આ સપ્તાહમાં 23 તારીખે મંગળ તમારી રાશિમાં ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે. જેને કારણે ઘરની વડીલ સ્ત્રીઓ ને તબિયતની ગરબડ ઉભી થાય. માનસિક બાબતોમાં આ સપ્તાહમાં તમારે ખુબ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલાક એવા પ્રશ્નો હોય જેનો ઉકેલ તાત્કાલિક કરવો પડે. તો તેની પર ધ્યાન આપવું જરૂરી. મહિલાઓ માટે આ સપ્તાહ એકંદરે અનુકૂળ છે તમારું માન જળવાશે. તમને ઈજ્જત મળશે. પરિવારમાં અને સમાજમાં તમારી આવડત નો સ્વીકાર થશે. એકંદરે ધન રાશિ માટે આ સપ્તાહ ખુબ અનુકૂળ લાભદાયક અને યાદગાર રહેશે.
મકર રાશિ: નક્કી કરેલા કામ જે તમે ધારણાઓ કરી હોય એ પુરા કરવા માતેનો આ સમય છે. તમારી વાતચીતને કારણે કેટલાક લોકોને ખરાબ લાગ્યું હોય તો આ સમય દરમ્યાન બગડેલા સબંધો સુધરે. એવી અનુકૂળતા જણાઈ રહેલી છે. સરકારી કામકાજમાં નાનામોટા અવરોધ જણાઈ રહ્યા છે. સાવધાની રાખીને દરેક કામ આગળ વધારવું. નાણાકીય બાબતોમાં ગણતરી પ્રમાણે નાણાં મળે નહિ. આમ છતાં કોઈ પ્રોપર્ટી લેવી હોય અથવા સ્ટોક વગેરેમાં ઈન્વેસ્ટ કરવું હોય. તો આ સમય અનુકૂળ કહી શકાય તેવો છે. પરિવારના સભ્યો થોડા ડિમાન્ડિંગ રહેશે જેના માટે તમારે થોડી જોગવાઈ કે મહેનત કરવી પડશે. તારીખ 21-22 દોડાદોડીનો સમય છે થોડી. કરણવગરની મુસાફરી કરવી પડે. જે ખાસ લાભદાયક ના હોય. 23-24 દરમ્યાન તમને કામ ને કારણે થોડું માનસિક ભારણ રહેશે. મનમાં થોડો ઉચાટ રહેશે.પણ તેને કારણે ફાયદો થશે. આગળ જતા લાભ થાય તેવી ઘટનાઓ અને ગોઠવણો થશે. 25-26-27 અટકેલા નાણાં આવશે. જૂની ઓળખાણો કે સંબંધોને કારણે તમે કોઈકનું કામ કરશો જેનાથી તમને અંદર મનમાં સંતોષ થશે. અનુકુળતાઓ આ સપ્તાહમાં તમને ખાસ જોવા મળશે. મહિલાઓ માટે સમય અનુકૂળ છે. તમારી આવડતનો ઉપયોગ કરી અને બીજાના કામ તમે કરી શકશો ઉપરાંત તમારે બોલોવામાં ખાસ કાળજી રાખવાની આ સપ્તાહમાં જરૂર નથી. કારણકે તમારા જે શબ્દો હશે તે સાચા હશે. કોઈની પાર આરોપ મુકશો તોપણ તમને તકલીફ આવે તેવું બનશે નહિ. અને તમને સફળતા મળે તેવા સંજોગો આ સપ્તાહમાં સર્જાઈ રહેલા છે.
કુંભ રાશિઃ સપ્તાહના આરંભ માં ગયા સપ્તાહથી ચાલતી થોડી બેચેની અને ચિંતા ચાલુ રહેશે. મનમાં ખોટ વહેમ આવે જેને કારણે સ્ટ્રેસ રહેશે. આ સપ્તાહમાં કેટલાક એવા કામ થાય જેનાથી આવનાર સમયમાં તમને લાભ થશે. સાડાસાતી ના મધ્યમાંથી તમે પસાર થઇ રહ્યા છો. જેને કારણે વિચારો ઉલ્ટા ચાલે. જેથી સાવધાની રાખી આ સપ્તાહમાં નિર્ણ્યો લેવા કાર્યસ્થળે તમારું ડોમિનેશન થોડું ઓછું થતું જણાશે. તમારી વાતને લોકો એટલી સિરિયસલી લે નહિ જેને કારણે તમને બેચેની ફીલ થાય; 21-22 આગ અકસમાત અને પડવા વાગવાથી સાચવવાની જરૂર છે. આ સપ્તાહના આરંભમાં ગુસ્સો ટાળવાની જરૂર છે. અન્યથા ખોટી તકલીફ આવી શકે કારણ વગરના વિવાદમાં સંડોવવાનું થાય. 23-24 દરમ્યાન હરવા ફરવામાં કાળજી રાખવી. હાથ પગમાં નાનીમોટી ઇજા થવાના સંજોગ છે. બહાર જવામાં અથવા ડ્રાઈવ કરવામાં કાળજી રાખવાની જરૂર છે. 25-26-27 તમારું કામકાજ સરળતાથી આગળ વધતું જણાશે. મનને થોડું હાશ થશે. મહિઅલાઓ માટે આ સપ્તાહ ખુબ સાવધાનીથી પસાર કરવાની જરૂર છે. તમારી વાતનો લોકો અવળો અર્થ લે. ખોટા શબ્દો તમારાથી બોલાઈ ન જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. પારિવારિક મહિલાઓએ સમજી વિચારીને નિર્ણય લેવા આવેશમાં આવીને નિર્ણય લેવાનો સમય નથી.
મીન રાશિ: સપ્તાહનો આરંભ આનંદમાં જશે, મનગમતી પરિસ્થિતિ મિત્ર અથવા કામ મળે જેનાથી તમે ખુશી અનુભવો, થોડા સમય પછી તમને વિષાદ અને વિરહ થાય જે લોકો તમારાથી બહુજ નજીક હતા તેઓ તમારાથી દૂર જતા હોય. તેને કારણે મનને પીડા થાય. આ સમયમાં કેટલીક ધાર્મિક આધ્યાત્મિક બાબતોમાં તમારું મન જશે. તેમાં સારી સફળતા મળી શકે તેવા સંજોગ છે. તબિયતની થોડી ચિંતા જણાય. આ સપ્તાહમાં કોઈ નવી તક મળે, કોઈ નવા કામની ઓફર આવે તો તે તમારે સ્વીકારી લેવી. ડોક્યુમેન્ટ્સ વગેરે તૈયાર કરવામાં આ સપ્તાહમાં સાવધાની રાખવાની જરૂર છે, 21-22 મોજ મજા આનંદમાં પસાર થાય, તમારું મનગમતું વાતાવરણ મળે, ખુશીમાં સમય પસાર થાય. 23-24 સાવધાની રાખવાની જરૂર છે. નાની મોટી ચિંતા આવે, આવેશમાં કોઈકને કઈ બોલાય જાય જેને કારણે ખુલાસા આપવા પડે, લોકો સામે પોતાની જાતને નીચી ફીલ કરવાનો અનુભવ થાય. બને ત્યાં સુધી વિવાદ ટાળવો. 25-26-27 દરમુણ તમારી ગણતરી પ્રમાણે કામ ન થાય, મનને થોડી બેચેની લાગે. પ્રવાસ પર્યટન થી મનને થોડી હળવાશ અનુભવાશે. ,મહિલાઓ માટે આ સપ્તાહમાં ખુબ ધ્યાન રાખવાનું છે. જે લોકો તમારા માટે સારી વાતો કરતા હતા, એ તમારી પીઠ પાછળ ખોટું બોલે, બુરાઈ કરે. ખોટી અફવા ફેલાવે. સાવધાની રાખવાની જરૂર છે. બોલચાલમાં ખુબ કાળજી રાખવી. આવેશથી બચવાની જરૂર મહિલાઓ માટે આ સપ્તાહ દરમ્યાન છે. આંખની તકલીફ આ સપ્તાહમાં તમને જણાય તો ડોક્ટરની મુલાકાત લઈ સારવાર લેવી, પેટની ગરબડ થોડી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login