ADVERTISEMENTs

જાણો, શું કહે છે તમારા ગ્રહો ? કેવું રહેશે આપનું સપ્તાહ.

સપ્તાહની ગ્રહસ્થિતિ: વૃષભઃ મંગળ-ગુરુ, સિંહઃ બુધ(વક્રી)-સૂર્ય-શુક્ર કન્યાઃ કેતુ, કુંભઃ શનિ(વક્રી), મીન: રાહુ / ચંદ્ર મેષ, મકર, કુંભ અને મીન રાશિમાં ભ્રમણ કરે છે.

પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ (કાશ્યપ ગુરુજી) / Kkushal Pandya

મેષ રાશિઃ
પેન્ડિંગ કામ પુરા કરવાનો સમય, પ્રવાસ લાભદાયક રહેશે, સ્નેહિમિત્ર ની મુલાકાત થાય, નવા મિત્રો નવા સંપર્ક ફાયદાકારક રહેશે, કુટુંબના સભ્યની બીમારી પાછળ ખર્ચ થાય, કામકાજમાં સ્ટ્રેસ રહે પણ સફળતા મળશે, પ્રણય પ્રસંગોમાં સફળતા મળે. એપ્રીશિએશન અને ઇન્ક્રીમેન્ટની શક્યતાઓ છે. 18 ઓગસ્ટ પ્રવાસ અને રિલિજિયસ પ્રવૃત્તિ થશે. 19-20 ઈજ્જત વધે, નવા ઓર્ડર મળે, કામ થાય. 21-22 શોશિયલ વર્ક અને જોબ વર્કને બેલેન્સ કરવું પડે. 23-24 ઈન્ક્મ થાય, તબિયત જાળવવી. સમગ્ર સપ્તાહમાં મહિલાઓએ સામાજિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાથી માન ઈજ્જત વધશે. લોકોનું એપ્રિસિએશન મળશે.

વૃષભ રાશિ:
સપ્તાહના આરંભ માં થોડી માનસિક ચિંતા રહેશે, વિચારોને કારણે મનમાં સ્ટ્રેસ રહેશે, જૂની ઓળખાણ તાજી થતાં જોબ અથવા બિઝનેસમાં પ્રગતિના સમાચાર મળે, કાર્યસ્થળે તમારું ડોમિનેશન જળવાય, હરીફોના હાથ હેઠા પડે, સ્ટડી મેટરમાં થોડી તકલીફ જણાય, 18-19 દરમ્યાન બેચેની, ચિંતા, ખર્ચ, 20-21-22 દરમ્યાન પ્રવાસમાં સાચવવું, નાણાકીય ચિંતા ઉભી થાય. 23-24 સામાજિક બાબતે વિવાદ થાય. ઈજ્જત જળવાયેલી રહેશે. મહિલાઓ એ આ સપ્તાહમાં આર્ગ્યુમેન્ટ થી બચવું. ખોટી ગોસિપને કારણે તમારે નીચા જોવાનું થાય. સપ્તાહના અંતમાં ગિફ્ટ મળે અથવા એપ્રીશિએશન મળે.

મિથુન રાશિ:
ગમતા વ્યક્તિ અથવા મિત્રની મુલાકાત આનંદ આપે, વિષાદ અને વિરહ સપ્તાહમાં થોડી પીડા આપશે. સ્પિરિચ્યુઅલ બાબતોમાં મન જશે, ઘરની વડીલ સ્ત્રીઓની તબિયત ચિંતા કરાવે, સપ્તાહ દરમ્યાન નવી અપોર્ચ્યુનિટી આવે તો ઝડપી લેવી. જૂની ઓફર નવા સ્વરૂપે આવે. સરકારી કાગળો તૈયાર કરવામાં સાવધાની રાખવી, 18-19-20 સ્નેહીમિત્રો અને ગમતા વ્યક્તિનો સાથ મળે, વિજાતીય મિત્રોથી મુલાકાત થાય. 21-22-23 અણધારી ચિંતા ખર્ચ અને અકસ્માત, પડવા ભાંગવાનો ભય, 24 ઓગસ્ટ ના રોજ હળવાશ અનુભવાય, સમસ્યાના ઉકેલ મળે. મહિલાઓએ સપ્તાહનો પ્રારંભ ખુશીથી થાય, હળવા મળવામાં અને પાર્ટીમાં ટાઈમ જાય, કેટલાક લોકોની વાત અને ચાલમાં તમે ફસાઈ ન જાવ તેની કાળજી રાખવી, નાણાકીય જોખમ લેવું નહીં. ગોસિપ થી બચવું.

કર્ક રાશિઃ
આખું અઠવાડિયું સાવધાનીથી પસાર કરવું, માનસિક વ્યગ્રતાનો ઉકેલ મળે પણ ફાયનલ ડિસિઝન લેતા પહેલા જાણકારની સલાહ લેવી. કાયદાકીય બાબતે(લીગલ મેટર્સ) ખોટી રીતે ભેરવાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું, વડીલોની તબિયત ચિંતા કરાવે, કમર અને સાંધાના દુખાવાની કમ્પ્લેન આવે, પરિવારના સભ્યો સાથે ગેરસમજ થાય. 18-19-20 દરમ્યાન બીમારીનો ઈલાજ મળે, નાણાકીય જોગવાઈ થાય, 21-22-23 દરમ્યાન બેચેની દૂર થાય, ગમતું વાતાવરણ અને વ્યક્તિ મળે, હળવાશ અનુભવાય. 24 તારીખે અણધારી તકલીફ, એક્સિડન્ટ અને આક્ષેપ આવે, વિવાદથી બચવું. મહિલાઓએ કોઈની વાતમાં આવી પરિવારન સભ્યો સાથે કજિયો ન કરવો, જુના મિત્રની મુલાકાતથી આનંદ થશે. સંતાન બાબતે ચિંતા જણાય.

સિંહ રાશિઃ
વિચારોની ઉગ્રતાને કારણે મનમાં આવેશ રહેશે, ગુસ્સાને કારણે બેચેની અનુભવાય, માઈગ્રેન અને પેટની તકલીફ માથું ઊંચકે, ફૂડ પોઈઝનિંગનો ડર રહેશે, ઊંઘ ઓછી થાય, કામકાજમાં થાક અનુભવાય, પ્રવસના કાર્યક્રમમાં ફેરફારો થાય, ધંધાકીય સફળતા માટે મહેનત કરવી પડે, પ્રોપર્ટીના ઇસ્યુ ઉભા થાય અને લંબાય, જોબ બદલવા માટે અનુકૂળ સમય નથી. 18-19-20 દરમ્યાન તબિયતની ગરબડ થાય, સંતાન સાથે વિવાદ થાય, 21-22-23 દરમ્યાન પગ અથવા કમરમાં દુખાવો થાય, લોન મોર્ગેજની વ્યવસ્થા થાય, 24 તારીખે હળવાશ અનુભવાય, પ્રવાસ-પર્યટન પિકનિકમાં દિવસ પસાર થાય.

કન્યા રાશિ:
નાની નાની વાતે વિવાદથી બચવું, કારણ વગર કલેશ થાય, પ્રોપર્ટીના વિવાદને કારણે ચિંતા ઉભી થાય, બિઝનેશના વિસ્તાર માટે લોનની જોગવાઈ થાય, કોર્ટ કચેરીમાં સફળતા મળે, જુના વિવાદનો ઉકેલ મળે. 18-19-20 દરમ્યાન માનસિક ચિંતા, ઘરની વડીલ સ્ત્રીની તબિયત બગડે, પ્રોપર્ટીના ઇસ્યુ, 21-22-23 ઓગસ્ટ ખોટા વિચારે મન ચઢી જાય, મનમાં વહેમ જાગે, સંતાન ચિંતા સતાવે, છોકરાઓની કેરિયર બાબતે ટેંશન લાગે, 24 તારીખે જૂની વાતો યાદ કરી દુઃખી ન થવું. મહિલાઓએ સપ્તાહમાં મોટાની વાત સાંભળવી સંતાનો ની કેરિયરની ચિંતા સતાવે, પ્રોપર્ટીના વિવાદમાં સમાધાન દેખાય નહિ, પ્રવાસ પિકનિકનો કાર્યક્રમ અટવાય, કૌટુંબિક વડીલની તબિયત બાબતે દોડાદોડી થાય, ખોટા વહેમથી બચવાનો સમય છે.

તુલા રાશિ:
ધારેલા કામ પાર પડે, આંખની તકલીફ હોય તો તેનો ઉકેલ મળે, ગમતા પાત્રની મુલાકાત થાય, નવા સંબંધમાં આગળ વધી શકાય, પાર્ટ્નરશિપની નવી ગોઠવણો થાય, વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે, જૂની મિત્રતા સબંધ તાજા થાય, નાણાકીય સફળતા મળે, 18-19-20 દરમ્યાન નાણાંકીય સરળતા રહે, જૂની ઓળખાણ થી લાભ થાય, 21-22-23 દરમ્યાન અકારણ ચિંતા થાય બેચેની લાગે, મનમાં ખોટા વહેમ જાગે, 24 તારીખે પેટની ગરબડ થાય ખોટી વાતો સાંભળવા મળે, મહિલાઓ એ પ્રવાસ પીકનીક અને ટ્રાવેલમાં જૂન સબંધ તાજા થાય, લાંબા ગાળાના સબંધ બાંધવા અનુકૂળ વ્યક્તિનો પરિચય થાય. પ્રોપર્ટી બાબતે પોઝિટિવ વાત સાંભળવા મળે. સંતાનની કેરિયર માટે પ્રોપર ગાઈડન્સ મળશે.


વૃશ્ચિક રાશિઃ
અકારણ ચિંતાનો સમય છે, ખોટી ગેરસમજના ભોગ બનાય, તમારી વાતનો લોકો સ્વીકાર ન કરે, આર્ગ્યુમેન્ટથી નુકશાન થાય, સરકારી પુછપરછ તપાસનો સામનો કરવો પડે, પ્રોપર્ટીના વિવાદ વકરે, 18-19-20 દરમ્યાન ખાનપાન અને બોલચાલમાં કાળજી રાખવી અન્યથા તકલીફ આવે, 21-22-23 તારીખ દરમ્યાન અનુકૂળ સ્થિતિનું નિર્માણ થાય, પ્રોફિટેબલ ડીલ થાય. 24 તારીખે બેચેની અને ચિંતામાં દિવસ જાય, મહિલાઓએ પારકી વાતમાં આવી કુટુંબના સભ્યો સાથે બગાડવું નહિ, ખોટા આરોપ આક્ષેપ આવે, નજીક સ્નેહીઓ ગેરસમજ કરે, દામ્પત્ય જીવનમાં બેચેની અને વિખવાદ જણાય. સંતાનો અવગણના કરતા લાગે. જૂની બીમારી ઉથલો મારે.

ધનુ રાશિઃ
સફળતાનાં રસ્તા ખુલતા જણાય, લાંબા ગાળાથી અટકેલા કામ માં પ્રગતિ જણાય, માતા અથવા માતા સમાન સ્ત્રીઓની તબિયત ચિંતા કરાવે, સંતાનની પ્રગતિથી ખુશી મળે, નવા બિઝનેસ ડીલ અથવા ઓફર આગળ જતા લાભદાયક રહે, ફાયનાન્શીયલ બેનિફિટ થાય, સરકારી કામકાજમાં સાવધાની રાખવી, 18-19-20 તારીખ દરમ્યાન હળવાશથી દિવસ પસાર થાય, ધારેલા ટાસ્ક પર પાડી શકાય, 21-22 તારીખે ખાનપાન અને બોલવામાં કાળજી રાખવી અન્યથા નુકશાન થાય, 23-24 દરમ્યાન નાનો પ્રવાસ અને મિત્રોની મુલાકાત ફાયદાકારક રહેશે. મહિલાઓએ જૂન સગા સ્નેહીઓની મુલાકાતઆનંદ આપશે, ગેરસમજો દૂર થશે, નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળે, પ્રોપર્ટીને લગતા ઈશ્યુ હોય તો તેનો ઉકેલ જણાય, માં-માસી ફોઈની તબિયત બાબતે ચિંતા થાય, નવા કામની શરૂઆત થાય.

મકર રાશિઃ
ઉતરતી સાડા સાતી આવનારા શુભ સમયનો નિર્દેશ આપી રહી છે, તમારા પ્રયત્નો સફળ થશે, કામકાજની નવી શરૂઆત કરી શકે, નુકશાનથી બચવાના રસ્તા મળશે, ફાયનાન્શીયલ સ્ટ્રેન્થ વધશે, ખોટી દોડાદોડી થી બચવું, પરિવારનો સ્નેહ જળવાયેલો રહેશે, જૂની ભાગીદારી ના વિવાદનો ઉકેલ મળે, માર્ચ 18-19-20 તારીખના રોજ ખોટા ખર્ચા અને બેચેની અને ચિંતા, 21-22-23 તારીખે કાર્યસફળતા અને સ્નેહીઓનો સાથ મળે, 24 તારીખે આર્થિક સમસ્યાનો ઉકેલ મળે, મહિલાઓએ ઘર ઓફિસ કે દુકાનનો રિનોવેટ કે ચેન્જ કરવાના પ્લાન મગજમાં આવે, અંગત સંબંધોમાં થયેલ ગેરસમજ દૂર થશે, કુટુંબ પરિવારનો સહકાર રહેશે, નાના ભાઈ બહેન કે સંતાન ના અભ્યાસ કે લગ્ન બાબતે અનુકૂળ સમાચાર મળે, તમારું માનસન્માન જળવાય.

કુંભ રાશિઃ
આવેશ અને ગુસ્સાથી બચવાનો સમય છે, અન્યની વાતોને ખોટા અર્થમાં લઈને ગેરસમજ ન કરવી, સરળ વ્યવહાર રાખવાથી, લોકપ્રિયતા વધશે, પ્રવાસ પર્યટન લાભદાયક રહેશે, આંખને લગતી સમસ્યા ઉદ્ભવી શકે, પ્રોપર્ટીને લગતી કોઈ કાનૂની સમસ્યા આવે, 18-19-20 દરમ્યાન લાભદાયક ગોઠવણો થાય, આવક વધે, 21-22-23 અણધાર્યો ખર્ચ આવી જાય, હાથ પગમાં ચોટ આવે, બેચેની અને માઈગ્રેન થાય, 24 તારીખ મોજ મજા માં દિવસ પસાર થાય, મહિલાઓએ કુટુંબના સભ્યો અને સ્નેહીઓ સાથે નરમાશ થી વર્તવું, બને ત્યાં સુધી ડોમિનેશન થી દૂર રેહવું, તમારી ભૂલ ન હોવા છતાં તમારું નામ ગોસિપમાં સંડોવાય, દાંતની અથવા આંખની તકલીફ આવે, ડોક્ટરની મુલાકાત લેવી. નજીકના સ્નેહીઓ સાથે ગેરસમજથી બચવું, નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી, ફ્રોડ થવાના યોગ છે. વેલ્યુએબ્લ્સ ઘરેણાં સાચવીને મુકવા(ખોવાઈ જાય).

મીન રાશિઃ
આવેશ અને ગુસ્સાથી બચવું, અતિશ્રમને કારણે શારીરિક થાક અનુભવાય, પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે, જોકે ધંધા નોકરી વ્યવસાયમાં સફળતાના સંજોગો છે, ખોટી દોડાદોડી થી બચવું, સામે ચાલીને કોઈનું કામ કરવા દોડવું નહિ. પ્રવાસ સફળ થશે, નાણાકીય સફળતા ના યોગ છે. 18-19-20 કાર્યક્ષેત્રે સફળતા મેલ, સમાજમાં ઈજ્જત મળે, 21-22-23 આવકના નવા રસ્તા ખુલે, વડીલો થવા બોસનો સહકાર મળે, 24 તારીખે ખોટી દોડાદોડીને કારણે માનસિક ચિંતા અને નાણાકીય નુકશાનના યોગ છે. મહિલાઓએ સામાજિક અને આર્થિક સફળતાનાં સંજોગ છે, તમારી વાત અને વ્યવહાર થકી લોકપ્રિયતા મળે, સ્નેહ સંબંધોમાં સાવધાની રાખી આગળ વધવું, ખોટી બદનામીના ભોગ બનાય, કૌટુંબિક અને આર્થિક રીતે સફળતાનાં સંજોગ છે, ગાયનેક સમસ્યા હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, સ્કિન રિલેટેડ ઇસ્યુ થાય.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related