ADVERTISEMENTs

જાણો શું વિશેષ રહેશે આ સપ્તાહમાં, આપનું સાપ્તાહિક રાશિફળ (2 જૂન - 8 જૂન 2024)

Kaashyap Guruji / Kkushal Pandya

સપ્તાહની ગ્રહ સ્થિતિ: મેષ: મંગળ, વૃષભઃ સૂર્ય - બુધ - ગુરુ - શુક્ર, કન્યાઃ કેતુ, કુંભઃ શનિ, મીન: રાહુ / ચંદ્ર : મેષ - મિથુન - વૃષભ - મીન રાશિમાં ભ્રમણ કરે છે.

મેષ રાશિ
આ સપ્તાહ તમારા માટે ઘણી વ્યસ્તતા અને બીઝીનેશ લઇને આવેલું છે. દોડાદોડી રેહશે, કામકાજ ને લઈને પરિવાર ના કામો ને લઈને અને તમારા પર્સનલ ઇશ્યૂઝ ને સોલ્વ કરવા માટે તમારે સમય આપવો પડશે. આવનારો સમય ઘણો શુભ આવી રહેલો છે. તમારા બધા પ્રયત્ન સફળ થાય નવું કામકાજ શરૂ કરવું હોઈ તે માટેની અનુકૂળતાઓ છે. કોઇ નુકસાન થયું હોય અથવા થવાનું હોઈ તેમાથી બચવાના રસ્તા મળશે ફાઇનાન્સિયલી સ્ટ્રોંગ બનશો. તમારી ગણતરી પ્રમાણે નાણાકીય આવક થતી રેહશે. ગોઠવણો થઈ જશે આ સમયમા દોડાદોડી વધી જશે ઘણી વખત કારણ વગર ની દોડાદોડી થાય, જેને કારણે શરીર થાક અનુભવે આમ છતા પરિવારનો સ્નેહ જળવાયેલો રહે. જૂના કોઈ વિવાદ હોઈ પાર્ટનરશીપ જાહેર ને લઈને ભાગીદારીના તો એનો ઉકેલ મળશે તારીખ 2 અને 3 દોડાદોડી રેહશે પણ તેનાથી ફાયદો થશે. આંખની તકલીફ થાય જેનું ધ્યાન રાખવુ જૂન 4-5 આ દિવસો મોજમજામાં જશે. તમારા ગમતા વ્યક્તિઓ ને મળવાનું થશે. તમારું કામ થશે ખર્ચ થાય પણ એનાથી આનંદ થશે, જૂન 6-7 પરીવાર ની સાથે મિલન મુલાકાત થશે. નાણાંકીય ગોઠવણો પાછળ સમય પસાર થાય, 8મી એ હરવા ફરવાનું થાય, પ્રવાસ પિકનિકની શક્યતાઓ રેહશે. મહિલાઓ માટે આખું સપ્તાહ ખૂબ અનુકૂળ છે. દિવસો મોજમજામાં પસાર થશે. ગુસ્સા ને થોડો કાબૂમાં રાખવાની જરૂર છે અને પારિવારિક મિલનમા આપણે બધાને સારા લગીયે એ રીતના વ્યવહાર કરવા. આપણા વ્યવહારથી બધા ખુશ થશે. અંગત સબંધમા કોઇ ગેરસમજ થઈ હોય તે દૂર થાય કુટુંબ પરિવારનો સહકાર મળી રેહશે. નાના ભાઈ-બહેન કે સંતાન ના અભ્યાસ કે લગ્ન બાબતે અનુકૂળ સમાચાર મળશે માનસન્માન જાળવાશે.

વૃષભ રાશિ 
આ સપ્તાહમાં સરળ વ્યવહાર રાખવાથી તમારા નજીકના લોકો સાથેના સબંધો શુધરશે. તમારું માનસન્માન વધે એવી ઘટનાઓ બનશે. આવક વધારવાના જે પ્રયત્નો હોઈ તે તમારા સફળ થશે. લોકપ્રિયતા વધે હરવા ફરવા, પ્રયાસ પર્યટન, માર્કેટિંગ માટે ની દોડાદોડ એ આ સપ્તાહમા સફળ થશે. આંખની કાળજી આ સપ્તાહમા રાખવી જરૂર છે. આંખ ને લગતી નાની મોટી કોઇ તકલીફ આ સપ્તાહ મા થઈ શકે. પ્રોપર્ટી ને લાગતા જો કોઈ કામ હોય તો એમાં સાવધાની થી આગળ વધવું. ઉતાવળ કરીને કોઈ ડીલ ફાઇનલ ન કરવી અથવા એનું કોઈ એગ્રીમેન્ટ વગેરે સાઇન કરવામાં સાવધાની રાખવાનું આ સપ્તાહ મા જરૂરી છે. મહિલાઓ માટે સમગ્ર સપ્તાહ દોડાદોડી રેહશે તમે જે કમિટમેન્ટ આપ્યાં હોઈ તે પૂરા કરવા માટે તમારે વિશેષ મહેનત કરવી પડશે. તમારી ગણતરી પ્રમાણે ના કામ થાય. આવક થાય, ગોઠવણો થાય, અન્ય કોઈ સમસ્યાઓ હોઈ તો એના ઉકેલ મળે. તબીયત ની કાળજી રાખવાની જરૂર છે. તારીખ 2-3 આનંદ મા જશે, જુની મિત્રતા તાજી થશે. જૂના સબંધોથી લાભ થાય તારીખ 4-5 જૂન દરમ્યાન વ્યર્થની દોડાદોડી થાય. ખોટી ગેરસમજને કારણે તમારે કોઈકનો ઠપકો સાંભળવો પડે. 6-7-8 જૂન દરમ્યાન મોજમજા આનંદના દિવસ પસાર થશે. તમારી વાતનો સ્વીકાર થાય તમારી આવડત અને હોશિયારીના લોકો વખાણ કરે. એકંદરે આ વૃષભ રાશિ માટે અનુકૂળ સપ્તાહ કહી શકાય. વચ્ચેના બે ત્રણ દિવસ થોડી માનસિક બેચેની અને ચિંતા રેહશે અથવા ખોટો ખર્ચ આવી જાય.

મિથુન રાશિ
આ સપ્તાહમાં અતિશ્રમને કારણે શારીરિક થાક અનુભવાય, કૌટુંબિક સમસ્યાઓ નાની મોટી આવે જેને તમારે સોલ્વ કરવી પડે, કામકાજ નોકરી ધંધામાં સફળતાનાં યોગ છે. તમારી ધારણા પ્રમાણેના કામ થાય, પ્રવાસ પર્યટનથી લાભ થાય. સમાજમાં તમારું નામ સારી રીતે લેવાય. નવા કામ કરવા હોય કે આવકની ગોઠવણો કરવી હોય તો તેના રસ્તા ખુલ્લા થાય. આ સમયમાં સામે ચાલીને કોઈનું ભલું કરવા જવું નહીં. ખર્ચાળ સમય છે, અણધાર્યા ખર્ચા આવી જાય જેનો તમારે કંટ્રોલ કરવો પડશે. તારીખ 2-3 દરમ્યાન તમારા કાર્યક્ષત્રે નવી ગોઠવણો કરવી હોય તો સફળતા મળશે. તારીખ 4-5 દરમ્યાન તમે અગાઉ કરેલા કામનો ફાયદો મળશે. ઇન્ક્રીમેન્ટ,બેનિફિટ અથવા રીવોર્ડ મળવાની શક્યતાઓ આ સમયમાં છે. સરકારી કામકાજથી પણ આ સમયમાં લાભ થાય. 6-7 દરમ્યાન ખુબ સાવધાની રાખવાની જરૂર છે. એ સમયમાં કુટુંબ પરિવારના સભ્યો અથવા સ્નેહીને કારણે અણધાર્યો કોઈ ખર્ચો આવી જાય અથવા તો દોડાદોડી થઇ જાય તેવી શક્યતા છે. 8 તારીખ અનુકૂળતા લઈને આવેલી છે. એકંદરે સપ્તાહ દોડાદોડી સાથે સફળતાનું રહેશે. મહિલાઓ માટે આ સમય સામાજિક અને આર્થિક સફળતા દર્શાવી રહેલો છે. તમારા વ્યવહાર અને ડહાપણની વાતો થકી તમને લોકપ્રિયતા મળે, તમારા સ્નેહી મિત્રો સાથેના જે સબંધો હોય તેમાં ઇન્ટિમસી હમણાં ન રાખવી. તેનાથી ખોટી બદનામી થઇ શકે. કૌટુંબિક, પારિવારિક અને સામાજિક સફળતાનાં સંજોગો છે. કોઈ નાની મોટી શારીરિક સમસ્યા હોય તો અવોઇડ ન કરવી ડોક્ટરની સલાહ લેવી. ખાસ કરીને આ સમયમાં માનસિક વ્યગ્રતા અને ખોટા વહેમને કારણે ચિંતાનું આવરણ આવી જાય.

કર્ક રાશિ
આઠમા શનિને કારણે માનસિક વ્યગ્રતા રહેશે, મનમાં ખોટા વિચારો જલ્દી આવી જાય. આમ છતાં આ આખું સપ્તાહ તમારા પેન્ડિંગ કામ પુરા કરવા માટે અનુકૂળ છે. આ સપ્તાહમાં તમારો પ્રવાસ ફળદાયક રહેશે, જે ગણતરી જે ધારણા પ્રમાણે તમે ટ્રાવેલ કરો તે તમારો હેતુ સફળ થાય તેવી પુરી શક્યતાઓ છે. ગમતા વ્યક્તિઓની મુલાકાત થશે. ઘણા સમયથી જેને મળવાની ઈચ્છા હોય તેવા સ્નેહીની મુલાકાત થશે. નવા મિત્રો નવા સંપર્ક બને, તમારા પારિવારિક સ્નેહીની તબિયત પાછળ તમારે ખર્ચ કરવો પડે, જે કામ હાથમાં લીધું હોય તેમાં થોડો સ્ટ્રેસ આવશે પણ તેમાં સફળતા મળશે. એપ્રીશિએશન, ઇન્ક્રીમેન્ટ કે એવોર્ડ મળવાની આ સપ્તાહમાં શક્યતા છે. જોબ ચેન્જ કરવી હોય તે માટેની પણ અનુકુળતાઓ દેખાઈ રહેલી છે. તારીખ 2-3 પ્રવાસ પર્યટન થી લાભ થાય, થોડી બેચેની જણાશે. 4-5 મે કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો હોય તો તેની અનુકૂળતા છે. 6-7 દરમ્યાન જુના અટકેલા કામ હાથમાં લેવાથી સફળતા મળશે, કોઈ રોકાણ હોય તો તેમાંથી આ સમય દરમ્યાન તમને ફાયદો મળી શકે. 8 તારીખે વ્યર્થની દોડાદોડી અને માનસિક ચિંતાનો કહી શકાય તેવો છે. મહિલાઓ માટે આ આખું સપ્તાહ મોજમજામાં પાસાર થાય, સામાજિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાનું થાય. તમારી વાતને લોકો સાંભળશે. નજીકના સ્નેહીઓથી તમને થોડી અવહેલના જોવી પડે. આપણું બરોબર સાંભળતા નથી તેવી ફીલિંગ આવશે. પણ ત્યાર પછી એ વાત તમારી એક્સેપટ થાય. સંતાન અથવા નજીકના સ્નેહીઓ બાબતે ચિંતા હોય તો માર્ગ મળશે, ખાસ કરીને આ સમયમાં વહેમથી બચવું.

સિંહ રાશિ 
આ સપ્તાહ મા નજીક ના સ્નેહીઓ તમારી અવગણના કરતા હોઈ અથવા તમને અવોઈડ કરતા હોઈ એવી ફીલિંગ આવે એનાથી બચવાનો આ સમય છે. મન ખોટી ધારણાઓ બાંધીને ક્લેશ ન થાય એનું આ સપ્તાહમા ધ્યાન રાખવાનું છે. તારીખ 2-3 અણધાર્યું  કઈકને કઈક દુર્ઘટના આવે કોઇ નાનું એક્સિડેંટ થઈ જાય, જેનાથી તમને તકલીફ થાય, બેચેની થાય. 4-5 મે દરમિયાન બેચેની મનની બનેલી રેહશે, પરાણે કોઈક જગ્યા એ પ્રવાસ મા જવું પડે અથવા બહાર જવું પડે એવી શક્યતાઓ રેહશે. 6-7 તમારા કામ મા તમારે વધારે ધ્યાન આપવાની જરૂર રેહશે. નાની મોટી કોઈ કમ્પલેઇન અથવા તો નાની મોટી કોઈ તમારી સામે ફરિયાદ જેવી વાત ઘટના બને પણ એને વધારે ગંભીરતાથી લેવી નહિ. એનો નિકાલ આવી શકે 8 આ સપ્તાહ મા તમારા માટે અનુકૂળ સમય કહી શકાશે. મહિલાઓ માટે આ આખું સપ્તાહ શાંતિ થી પસાર કરવાની જરૂર છે. ખોટી માનસિક ચિંતા વિચારોના કારણે મન મા ફ્રસ્ટ્રેશન ન આવે તેનું ધ્યાન રાખવાનું. કોઇક જૂના ઇસ્યુ થયેલા હોઈ તો તેને કારણે તમને થોડું મન મા બેચેની જેવું લાગશે. સ્ટુડન્સે ખાસ આ વીક મા સ્ટડિ મેટર મા ધ્યાન આપવાની જરૂર છે અને તમારા જે ગાયેડ હોઈ તેનું મેન્ટર ની એડવાઈસ પ્રમાણે ચાલવાની જરૂર રેહશે. એકંદરે સિંહ રાશિ માટે આ સપ્તાહ સાવધાની થી પસાર કરવાની જરૂર છે. નાની મોટી દુર્ઘટના થી બચવાની જરૂર છે. ડ્રાઇવ કરો ત્યારે વિશેષ કાળજી રાખવાની આ સપ્તાહ મા જરૂર છે.

કન્યા રાશિ 
ગમતી સ્થિતિ પરિસ્થિતિ અને સ્નેહી ની મુલાકાત થી શરૂ થયેલું આ સપ્તાહ વચમાં મધ્યમા થોડી બેચેની વિષાદ આપી શકે, થોડી પીડા થાય કેટલીક આધ્યાત્મિક ધાર્મિક બાબતો તરફ તમારું મન જાય. ગુરુ મહારાજ તમારી રાશિ થી 9મે ભ્રમણ કરી રહેલા છે એને કારણે ધાર્મિક બાબતોમા તમારું મન જશે. ઘરના જે વડીલો હોઈ એમના તરફથી અને કાર્યક્ષેત્રે તમારા બોસ તરફથી અપ્રિશેશન મળતા મન ને સુખાકારી જેવું લાગશે. નવી ઓપોર્ચ્યુનિટી આ સપ્તાહ દરમિયાન આવશે અને જૂની કોઇ ઓફર હોઇ તો એ અલગ રીતે આવે. ડૉક્યુમેન્ટેશન વગેરે મા વિશેષ કાળજી રાખવાની આ સપ્તાહ મા જરૂર છે. તારીખ 2-3 જૂન મોજમજામાં પસાર થશે. આનંદમા પસાર થાય, તમારી ધારણા પ્રમાણે કામ થાય ગમતા વ્યક્તિને મળવાનું થાય. 4-5 જૂન દરમ્યાન ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. ખોટી વાતોમા કોઇ ની આવી જઈએ અને એને કારણે આપણને નુકસાન થાય મનના વહેમ હોય તેને કારણે પણ નુકસાન થાય કોઇના માટે ખોટી ધારણા બાંધી હોઈ જેથી વિવાદ ઊભો થઈ શકે વિખવાદ થાય. 6-7-8 દરમ્યાન તમારું કામકાજ સામાન્ય રેહશે રૂટીન કામ મા તમારો સમય પસાર થશે. ગમતા વ્યક્તિઓ આ સમાય દરમ્યાન તમને થોડું એવોઈડ કરતા હોઇ એવી ફીલિંગ આવી શકે. મહિલાઓ માટે આ આખું સપ્તાહ સાવધાનીથી પસાર કરવાની જરૂર છે. તમારા મન મા જે કોઇ બીજા એ કાનભંભેરણી કરી હોઈ ખોટી વાતો રજૂ કરી હોય, તેને કારણે નજીકના વ્યક્તિઓ સાથે સબંધો મા ગેરસમજ ઊભી થઈ શકે એના થી બચવાની જરૂર છે. તબિયત ની કાળજી રાખવી જોઈશે. આ સમયમા ખાસ કરીને ગાયનેક પ્રોબ્લેમ ઉભા થઈ શકે તો ડૉક્ટર ની તરત સહાલ લેવી સારવાર લેવી જરૂરી છે.

તુલા રાશિ 
ખૂબ સાવધાની રાખીને પસાર કરવાનો આ સપ્તાહ છે. તમારા જૂના ઇસ્યુ ને કારણે થોડી હેરાનગતિ આ સપ્તાહમાં થઈ શકે. કેટલીક ખોટી વાતો જે તમારા માટે કરવામાં આવેલી હોઈ તેને લઈને તમારા ભવિષ્યના પ્લાન ને અત્યારે બ્રેક લાગી શકે. ગુરુ મહારાજ આઠ માં સ્થાનમાં થયેલાં હોવાથી તમારા નજીકના સ્નેહીઓ સાથે ગડબડ થાય ગેરસમજ થાય ફાઇનાન્શીયલી થોડી તકલીફ નો અનુભવ આ સપ્તાહમા કરવો પડે. કાયદાકીય બાબતો લીગલ મેટર્સ મા ખોટી રીતે ભેરવાય ન જવાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. કુટુંબ પરિવાર ના કોઇક સભ્યની તબિયત ને કારણે પણ દોડાદોડી થઈ શકે. પગના, કમરના, માથાના, ગરદનના અથવા હાથ ના દુખાવાની કમ્પ્લેન આ સપ્તાહ મા આવી શકે. ગેરસમજ થી બચવાનો આ સમય છે. તારીખ 2-3 તમારા કામ મા અનુકૂળતા રેહશે અટકેલા પૈસા અટકેલા કામ સરળતા થી પાર પડી શકે એના માટે એફોટ્સ આપવાની જરૂર રેહશે. 4-5 દરમ્યાન પણ એવી અનુકૂળતા રહે કે જેથી તમારા જૂના સ્નેહી મિત્રો અને તમારી સાથે કામ કરનારા લોકો તરફ થી તમને સહકાર મળી રેહશે અને કોઇ મોટો ઇસ્યુ હોઈ તો તેનું તમે સમાધાન કરી શકશો. 6-7-8 જૂન દરમ્યાન ખુબ સાવધાની રાખવી નાની વાત મોટું સ્વરૂપ લઇ લે અને જેને કારણે તમારે ખુલાસા કરવા પડે અને એના કારણે  માનસિક વ્યગ્રતા અને ખોટો ખર્ચ પણ થઈ શકે. આ સપ્તાહમા મહિલાઓએ ખૂબ સાવધાની રાખવાની છે. તમે કરવા ધારેલા કામ એક પછી એક ઉકેલતાં જશે. પણ બીજાની અંદર ઈન્વોલ્વમેન્ટ રાખશો તો એને કારણે જશ બીજો લઇ જાય તમને અપયશ મળે એટલે આ સાવધાની રાખવી. કુટુંબના નજીકના સભ્યોની તબિયત ને કારણે તમારે હેરાન થવું પડે દોડાદોડી કરવી પડે ગેરસમજ થી બચવાનું મહિલાઓ માટે આ સપ્તાહ ખાસ સૂચવી રહેલું છે.

વૃશ્ચિક રાશિ
ચતુર્થ શનિ નાની પનોતી ને કારણે આ સપ્તાહમા મનમા આવેશ-બેચેની જણાય, ઉદાસીનો ભોગ બનતાં હોઈ એવી ફીલિંગ આવે. વિચારોમાં ઉગ્રતા રેહશે માઈગ્રેન અને ફૂડપોઇઝનીંગ ને કારણે પેટની ગડબડ થાય એસીડીટી પણ થઈ શકે. આ સપ્તાહમા તમારી ઊંઘ ખોરવાઈ કામકાજ મા મન ન લાગે, થાક અનુભવાય, કોઇ ટ્રાવેલ પ્રવાસ નો પ્રોગ્રામ બનાવ્યો હોઈ તો એમાં અવરોધ આવે, કામકાજની ધંધાકીય સફળતા માટે મહેનત કરવી પડે. તમારી વાત નો લોકો અવળો અર્થ કાઢે, તમારી એસેટ્સ મા ક્યાક ને ક્યાક થોડી ગડબડ ઉભી થાય. પ્રોપર્ટીના ઇસ્યુ ઊભાં થાય, જોબ બદલવા માટે આ ટાઈમ અનુકૂળ નથી. જોબ છૂટી જાય તો નવી જોબ મળવામાં પણ થોડો સમય લાગી જાય. મહેનત કરવી પડશે. તારીખ 2-3 મે સંતાન બાબતે ચિંતા આવે, પેટની ગડબડ થઈ શકે, એસીડીટી જેવી ફરિયાદ માથુ ઊંચકે. 4-5 મે દરમ્યાન તમારે ડૉક્ટરની મુલાકાત લેવી પડે અથવા કોઇક મેડિસિનમા ફેરફાર કરવા પડે. તબિયત ની થોડી ગડબડ આ દિવસોમા જણાય રહેલી છે. 6-7 મોજમજામાં પસાર થશે. સ્વસ્થતા અનુભવશો બેચેની દૂર થશે. ગમતા વ્યક્તિને મળવાનું થાય, લગ્ન વિષયક વાત ચલાવી હોઈ તો આ દિવસો અનુકૂળ છે. 8મી તારીખે આ સાવધાની રાખવી, કોઈ નાનીમોટી ઘટના-દુર્ઘટના બને નાણાંકીય બાબતે સાવધાની રાખવી જરૂરી છે. આ દિવસે મહિલાઓ માટે આખું સપ્તાહ કારણ વગરની બેચેનીમાં ખોટા વિચારો વહેમ ને કારણે મન ને ક્લેશ થાય નજીકના સ્નેહીઓ તમને સમજતાં નથી એવી ફીલિંગ આવે. પણ દાંપત્ય જીવન મા પ્રસન્નતા બનેલી રેહશે. સ્નેહસબંધો તમારા પ્રઘાઢ બને એ શક્યતાઓ આ સપ્તાહમા છે. બીજાની વાતમા આવી નજીકના સ્નેહીઓ સાથે ક્લેશ ઝગડા ન કરવા મહિલાઓને સલાહ છે.

ધનુ રાશિ
ત્રીજા શનીનો શુભ પ્રભાવ આ સપ્તાહ માં ઓછો જોવા મળશે. તમારી રાશિથી છઠ્ઠી ગયેલો શનિ સાવધાની રાખવાની સૂચના આપે છે. શુલ્લક અને નાની નાની ટ્રિગર થીંગ્સ હોય એના માટે વિવાદ થી બચવું. તમારી સાથે અથવા તમારી હાથ નીચે કામ કરતા માણસો સાથે બને એટલું સોફ્ટવેર એવું વધારે પડતી કડકાઈથી તમને નુકસાન થઈ શકે છે. બીજાની ભૂલને કારણે તમારે નુકસાન ઉઠાવવું પડે. એવું આ સપ્તાહ સૂચવી રહ્યું છે. કારણ વગરના કલેશ થાય. પ્રોપર્ટી ને લગતો ઈશ્યું ઊભા થાય જેના કારણે ચિંતા થાય.બિઝનેસ વધારવો હોય એમાં કામકાજ કરવું હોય તેમાં અનુકૂળતા જણાઈ રહી છે.કોર્ટ માં લાગતા કામો માં સફળતા મળવાના ચાન્સ છે.જૂના વિવાદો  હોય અટકેલા કોઈ ઇસ્યુ હોય તેનો ઉકેલ આ સપ્તાહ માં મળી શકે.તા.2-3 જૂન ના રોજ તમારા નજીકના વડીલ સ્ત્રી હોય તેમની સેહત ચિંતા કરાવે અથવા પ્રોપર્ટી ને લગતો કોઈ ઇસ્યુ ઉભો થાય.તા.4-5 માનસિક ચિંતા ના કારણે દોડાદોડી થાય. પેટની ગડબડ થઈ શકે. તારીખ 6-7-8 એકંદરે અનુકૂળતા નો સમય છે. તમારી કોઈ ઇસ્યુ માં ઇન્વોલમેન્ટ હોય અને તમારી કોઈ ચિંતા થતી હોય તો તેનો રસ્તો આ સપ્તાહના અંત સુધીમાં મળી શકશે.સ્નેહી મિત્રોનો સાથ સહકાર મળશે.જૂની મુલાકાત થી તમે ફાયદો ઉઠાવી શકશો.મહિલાઓ માટે સાવધાની રાખીને પસાર કરવાનો આ સપ્તાહ છે. કોઈ નજીક સ્નેહિ સાથે વધુ પડતી ઇન્ટેમેસી નહીં રાખવી. મોટા અને વડીલો હોય તેની વાત સાંભળવી. સંતાનોના કેરિયર બાબતે ચિંતા હોય તો તેને માટે થોડી દોડાદોડી થશે. પ્રવાસ મીટીંગ નો કાર્યક્રમ થઈ શકે. કુટુંમ્બિક  વડીલની તબિયત થી થોડી દોડાદોડી થાય.મહિલાઓ એ વાદ અને વિવાદ થી બચવું.

મકર રાશિ
સપ્તાહ માં મોજ મજા અને આનંદમાં પસાર થાય. ધારેલા કામ પાર પડે.બીમારી હોય તેનો ઉકેલ મળે.ઉતરતી  સાડાસાતી હોવા છતાં તમને ધંધાકીય, બિઝનેસ વાઇસ પારિવારિક પ્રોફેશનલી સારી સફળતા મળે તેવા સંજોગો છે. જુના સ્નેહીજનોને મળવાનું થાય અથવા તેમની સાથે વાતચીત થાય. વિદેશના કામ હોય તેમાં સફળતા મળે. નવા સંબંધો બાંધવા હોય તેમાં આગળ વધી શકાય. કોઈ કામ આટલા પાર્ટનરશિપમાં કરવું હોય બિઝનેસ માટેની તો તેના માટે અનુકૂળ સમય આ સપ્તાહમાં છે. જુના મિત્રતાના સંબંધો તાજા થશે. નવું કામ નવા ઓર્ડર મળવાથી તમને ખુશી અનુભવાશે. સારો પ્રોફિટ થાય એવી ગોઠવણમાં સમય દરમિયાન થઈ શકે. તા.2-3 જૂન દરમિયાન સારી અનુકૂળતા છે તમારી ધારણા અનુસાર કામ થશે.નાનકડો પ્રવાસ થાય.4-5 જૂન દરમિયાન તમારા ઘરની વડીલ સ્ત્રી ની તબિયત ની કાળજી રાખવી. પ્રોપર્ટી માટેના પેપર્સ આડા અવળા થયા હોય તો તે વ્યવસ્થિત કરવા .લખાણ અંગે ખૂબ સાવધાની આ બે દિવસ  દરમિયાન રાખવી.તા 6-7-8 તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. ખાનપાનના કારણે અથવા ખોટા વહેમ ના કારણે તબિયતની ચિંતા ઊભી થઈ શકે. તમારા સંતાન બાબતે પણ તમને આ સમય દરમિયાન સ્ટ્રેસ આવે. કામકાજ બાબતે અને તમારી ધારણા બાબતે કામ માં થોડા અવરોધ આવે અને થોડી ચિંતા ઊભી થઈ શકે મહિલાઓએ માટે આ સપ્તાહ એકંદરે સારું છે . ફ્રેન્ડ્સ ને મળવાનું થાય. પ્રવાસ પિકનિક માં સમય પસાર થાય. લાંબા ગાળાનાં સબંધ બાંધવામાં હોય કોઈ દીકરા દીકરીના અથવા કોઈ નજીક નાં સ્નેહી નાં તે માટે વ્યવસ્થિત વ્યક્તિઓની મુલાકાત થાય. પ્રોપર્ટી બાબતો સારી વાત સાંભળવા મળે.

કુંભ રાશિ
સ્વભાવની ઉગ્રતા અને વાતચીત બોલવામાં ખોટા શબ્દ પ્રયોગના કારણે તમારે હેરાન થવું પડે. આ કારણ ચિંતા થાય. ખોટી ગેર સમજના બનાવો બને. તમારી વાતનો લોકો અવળો અર્થ કાઢે. મગજ અશાંત રહે.ખાન પાન ના કારણે ફૂડ પોઈઝનિંગની શક્યતા પણ આ સપ્તાહમાં રહે. સ્નેહી મિત્રો મળે પણ આપણું મન કચવાય એવી વાત કરીને જતા રહેશે.તા.2-3 જૂન પારિવારિક સમસ્યા માટે તમારે આર્ગ્યુમેન્ટ થી બચવું જોઈશે,અન્યથા હેરાનગતિ થશે .સરકાર પક્ષી નાની મોટી પૂછપરછ આવે જેનો જવાબ તમારે પ્રોપર રીતે આપવો પડશે. ઇન્સ્યોરન્સનું કે બેન્કિંગ ને લગતું કોઈ કામ હોય તો તેમાં સ્ટ્રેસ આવી શકશે. પ્રોપર્ટી ને લગતા કોઈ વિવાદ  હોય તો તેમાં હેરાનગતી અને નુકસાન થવાનાં સંજોગ છે.તા 2-3 જૂન દરમિયાન પારિવારિક શાંતિ ડોળદાય હદય તેવી ઘટના બનવાની શક્યતાઓ છે.તા 4-5 પ્રવાસ પર્યટન લાભદાયક રહેશે. નાના-મોટા કામમાં સફળતા મળે. અટકેલું કોઈ કામ હોય અથવા ઉઘરાણી હોય નાણાકીય બાબતે તો સફળતા મળશે.6-7-8 દરમિયાન બેચેની ચિંતા અને ખોટા પર પરફેકશનના કારણે ગેર સમજના ભોગ બનાય. બીજાની ભૂલ ના કારણે તમારે નુકસાન ઉઠાવવું પડે. મહિલાઓએ આ સપ્તાહ સાવધાની રાખવી બને ત્યાં સુધી મોન નો આશ્ચર્ય લેવો બોલવાના કારણે વાત બગડે. સ્નેહી લોકો સંબંધીઓ તમારાથી દૂર થતા જણાય. અથવા તમારી પેટ પાછળ તમારી ખોટી વાત કરે નિંદા કરે ખોટી અપાઓનો ભોગ ન બનાય તે માટે કુંભ રાશિની મહિલાઓએ ધ્યાન રાખવાની જરૂર છે.

મીન રાશિ
સફળતા માટેના તમારા પ્રયત્નો ઓછા પડતા હોય તેવું લાગે છે. લાંબા સમયથી તમે જે વિષય વસ્તુ અથવા કામની રાહ જોતા હોવ તો તે માટે એફોર્ટ હજુ વધારે નાખવાની જરૂર છે. તમારા નવા બિઝનેસ માટેનું કોઈ પ્લાનિંગ હોય અથવા ચાલુ બિઝનેસ નાં કોઈ ગોઠવણ કરવી હોય કોઈ ડીલ હોય તો તેની પણ તને વિચાર કરી શકો. પ્રવાસ પર્યટન આ સમયમાં લાભદાયક છે. શનિ મહારાજ તમારી રાશિ થી બારમે ચાલી રહ્યા છે. તમારા પ્રયત્નો અને તમારા એફોર્ટ માં થોડી શંકા દેખાશે. ફાઇનાન્સિયલ બેકઅપ માટે કરેલ કામ ધારેલું પ્રોફિટ અથવા રિટર્ન ના મળે. સરકારી કામકાજમાં સાવધાની રાખવાની. તો તમે સફળ થઈ શકશો. તા 2 અને 3 અનુકૂળતાઓ જણાય છે જે અટકેલા કામો છે તેમાં પ્રગતિ જણાશે. તા 4 અને 5 કુટુંબ પરિવાર પાછળ ખર્ચ કરવો પડે.નાણાકીય ગોઠવણ માં સમય પસાર થઈ જાય. 6 અને 7 દરમિયાન તમારી ગણતરી અને ધારણા પ્રમાણે કામ આગળ વધે. સ્નેહી મુલાકાત અથવા ધંધાકીય મુલાકાત થી નવી બિઝનેસ લાઈન હાથમાં આવી શકે. તમારા ઘરમાં કોઈ વડીલ સ્ત્રી હોય તેવી તબિયતનું ખાસ ધ્યાન રાખવું.
 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related