ADVERTISEMENTs

અમેરિકામાં અતિ ભવ્ય રીતે ઉજવાયો લોયાધામ મહોત્સવ -1.

લોયાધામ પરિવારના ભક્તોના સર્વાંગી વિકાસ માટે શિબિરનું આયોજન થયું હતું.

લોયાધામ મહોત્સવ – ૧ નું આયોજન કરાયું હતું / Nilkanth Ray

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યુજર્શીનાં ૧૦ વર્ષ પૂર્ણ થયા તે અવસરે પરમ પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી (પૂજ્યપાદ ગુરુજી) ની પ્રેરણાથી લોયાધામ પરિવારના સર્વે ભક્તો માટે લોયાધામ મહોત્સવ – ૧ નું આયોજન 20 જુલાઈ 2024 થી 28 જુલાઈ 2024 સુધી નવ દિવસ માટે થયું હતું. જેમાં પ્રથમ ચાર દિવસ Poconos Pennsylvania માં Chateau Resort માં લોયાધામ પરિવારના ભક્તોના સર્વાંગી વિકાસ માટે શિબિરનું આયોજન થયું હતું. જેમાં બાલ બાલિકા શિબિર, કિશોર કિશોરી શિબિર તેમજ યુવા યુવતી શિબિરનાં આયોજન દ્વારા નવી પેઢીમાં સંસ્કાર, સત્સંગ અને શિસ્તનું સુંદર સિંચન કરવામાં આવ્યું હતું.

પૂજ્યપાદ ગુરુજીની પાવન નિશ્રામાં આયોજિત આ શિબિરની થીમ Unity - એકતા રાખવામાં આવી હતી. ચાર દિવસ સુધી આ એક વિષયને અનુરૂપ અનેક પ્રકારના આયોજનો અને Presentation વિગેરે કરવામાં આવ્યા અને દરેક ભક્તોમાં આત્મીયતા અને સંપ સુદ્રઢ બને એવા દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા. 300 કરતા વધારે ભક્તોએ આ શિબિર નો દિવ્ય લાભ લીધો હતો.

પરમ પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીજી સાથે ભાવિકોની મુલાકાત / Nilkanth Ray

એવી જ રીતે સોનામાં સુગંધ ભળે તેમ આ શિબિર દરમિયાન ગુરુપૂર્ણિમા ઉત્સવનું પણ અતિ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોયાધામ પરિવારના ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પૂજ્ય ગુરુજીનાં પૂજનનો લાભ લીધો હતો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

એવી જ રીતે જુલાઈ 24 થી જુલાઈ 28 સુધી પાંચ દિવસ માં લોયાધામ મંદિરમાં બિરાજમાન પીયુડા શ્રી ઘનશ્યામ મહારાજના દસમાં પાટોત્સવ નિમિત્તે Ukranian Cultural Center – Hall માં અતિ દિવ્ય લોયાધામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 કરતાં પણ વધારે ભક્તોએ લાભ લીધો હતો. આ ઉત્સવમાં ખાસ કરીને પૂજ્યપાદ ગુરુજીની શ્રીનીલકંઠ વનવિચરણની કથા વાર્તાથી બધા ભક્તોને ખૂબ જ પોષણ અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. એવી જ રીતે બાળકો અને યુવાનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહિલા મંચ તેમજ પીયુડા શ્રી ઘનશ્યામમહારાજનો દિવ્ય અભિષેક અને ભવ્ય અન્નકૂટ વિગેરે આયોજનો અતિ અદભુત હતા. આ ઉત્સવ અંતર્ગત દેશભક્તિ વિષયક તથા અયોગ્ય વિષયક કાર્યક્રમો પણ યોજાયા હતા.

મહોત્સવ દરમ્યાન યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ / Nilkanth Ray

આ ઉત્સવ દરમ્યાન અમેરિકાના 12 થી વધારે સ્ટેટના ભક્તો આવ્યા હતા અને લંડન અને કેનેડાથી પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તથા ભારતથી પણ ભક્તો પધાર્યા હતા. ખાસ કરીને Raritan Town ના Mayor Nicolas J. Carra અને Council Man of Raritan Borough શ્રી ઉમેશ અગ્રવાલ અને ગાયત્રી પરિવારનાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયનાં Vice Chancellor શ્રી ચિન્મય પંડ્યાજી વિગેરે ઘણા બધા સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક મહાનુભાવો પણ ખાસ ખાસ પધાર્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related