ADVERTISEMENTs

'માહી' ફેન્સને વિન્ટેજ ધોની જોવા મળ્યો, તો રિષભ પંતે કમબેક બાદ પ્રથમ ફિફટી ફટકારી.

દિલ્હી સીઝનની પહેલી મેચ જીત્યું અને ચેન્નાઇ પેહલી હાર્યું. ચેન્નાઇ મેચ હાર્યું પણ છેલ્લી ઓવરમાં ધોનીના ચાહકો ચોગ્ગા અને છગ્ગા જોઈને ખુશ થયા.

દિલ્હીએ ચેન્નાઈને હરાવીને પહેલી જીત મેળવી / IPLt20.com

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ IPL ની આ સીઝનની 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે હતી. આ મેચમાં રિષભ પંતની આગેવાનીમાં રમવા ઉતરેલી દિલ્હી કેપિટલસે ઋતુરાજ ગાયકવાડની આગેવાની વળી ટિમ ચેન્નાઈને 20 રને હરાવ્યું હતું.

સૌપ્રથમ તો દિલ્હી એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટિમ તરફ થી ઓપનિંગ માં આવેલ ડેવિડ વોર્નરે પોતાના અંદાજમાં ગેમ રમીને 32 બોલમાં ફિફટી ફટકારી હતી. તેણે તેના IPL કેરિયરની 62મી ફિફટી ફટકારી હતી. આ સાથે જ વોર્નર કરીશ ગેઇલનો રેકોર્ડ તોડીને IPL માં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર બેટર બન્યો હતો અને રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. તો રિષભ પંતે પણ ઇન્જરી માંથી કમબેક કર્યા બાદ પોતાની પ્રથમ ફિફટી નોંધાવી હતી. રિષભે 32 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. 

શરૂઆત સારી હોવાના કારણે દિલ્હીએ 20 ઓવરમાં 191 રન બનાવીને ચેન્નાઇ સામે 192 રણનો ટાર્ગેટ મુક્યો હતો. જેની સામે ચેન્નાઇ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે માત્ર 171 રન જ બનાવી શકી હતી. ચેન્નાઇ તરફથી અજિંક્ય રહાણે એ 30 બોલમાં 45 રન બનાવ્યા હતા. જયારે માહી એ અંતિમ ઓવરોમાં આવીને 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. જોકે માહી ચેન્નાઈને જીત આપવી શક્યો ન હતો.

મેચમાં ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા મથીશ પથીરના ને 3 વિકેટ મળી હતી જયારે દિલ્હી તરફથી મુકેશ કુમારને 3 અને ખલીલ અહમદને બે સફળતા મળી હતી.

વિન્ટેજ ધોની જોવા મળ્યો / IPLt20.com

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ આજની મેચ ચેન્નાઇ ભલે હાર્યું હોય પણ સ્ટેડિયમમાં હાજર યલો આર્મી તેમના પ્રિય એવા મહેન્દ્રસિંહ ધોનીને છેલ્લી ઓવરમાં ફોર અને સિક્સર ફટકારતો જોઈને ઉછળી પડ્યા હતા. ઘણા સમય બાદ વિન્ટેજ ધોની જોવા મળ્યો હતો. ધોનીએ તેની સ્ટાઈલમાં છેલ્લી બોલે સિક્સ ફટકારીને મેચ પુરી કરી હતી. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related