ADVERTISEMENTs

ગૂગલ, મેટા જેવી અનેક મોટી કંપનીઓ ભારતમાં ભરતી પર રોક લગાવી શકે

હાલમાં સિલિકોન વેલી આર્થિક મંદી અને છટણીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જેની સીધી અસર ભારતીય ટેક્નોલોજી ક્ષેત્ર ઉપર પણ પડી રહી છે.

Poster / Google

ભારતમાં ભરતી પર રોક લગાવી શકે 

હાલમાં સિલિકોન વેલી આર્થિક મંદી અને છટણીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જેની સીધી અસર ભારતીય ટેક્નોલોજી ક્ષેત્ર ઉપર પણ પડી રહી છે. અહેવાલો અનુસાર, ગૂગલ, એમેઝોન, મેટા, એપલ, જેવી ઘણી ટેક કંપનીએ ભરતી પર બ્રેક લગાવી દીધી છે અથવા ભરતી પર બ્રેક લગાવવા જઈ રહી છે.

સ્ટાફિંગ ફર્મ એક્સફેનોના ડેટાને ટાંકીને એક ભારતીય મીડિયા રિપોર્ટ પરથી ખબર પડી છે કે 2022ની સરખામણીમાં ભારતમાં ટેક જાયન્ટ્સની એક્ટિવ જોબ પોસ્ટિંગમાં 90 ટકા ઘટાડો થયો છે. હાલમાં, કંપનીઓ પાસે ભારતમાં ઓછામાં ઓછી 200 જગ્યાઓ ખાલી છે, જે તેમના સામાન્ય ભરતીના સ્તર કરતાં 98 ટકા ઘટાડાનું પ્રતિનિધિત્વ કરે છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ ધીમી પડી રહી છે

મોટા ટેક જાયન્ટ્સ દ્વારા હાયરિંગનો અભાવ સેક્ટરમાં મંદીની પુષ્ટિ કરે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ ધીમી પડી રહી છે. કંપનીઓ આવકમાં વધારો, રિસ્ટ્રક્ચરિંગ અને પ્રોજેક્ટ્સમાં મંદી સાથે લડી રહી રહી છે. વિશ્લેષકોનો અંદાજ છે કે આગામી છ મહિના સુધી નિમણૂંકોમાં સાવચેતીનો અભિગમ રહી શકે છે.

ડેટા પરથી ખબર પડે છે કે, આર્થિક મંદીની ટેક સેક્ટર પર નાટકીય અસર પડી છે, જેના કારણે ભરતીમાં તીવ્ર ઘટાડો થયો છે. ડિસેમ્બર 2022 સુધીમાં મોટી ટેક કંપનીઓની સક્રિય માગ જુલાઈની સરખામણીમાં 78 ટકા ઘટી હતી, જે 1.5 વર્ષની સૌથી નીચા સ્તરે છે.

ગ્લોબલ માર્કેટમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ સહિતની મોટી ટેક કંપનીઓએ હજારો નોકરીઓમાં કાપ મૂક્યો છે. ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ, માઈક્રોસોફ્ટ અને ગૂગલ  સહિતની મોટી ટેક જાયન્ટ્સ પાસે ભારતમાં લગભગ 1.5 લાખ લોકોનું કાર્યબળ છે. જો કે, 2023માં નિમણૂંકોમાં ભારે મંદી જોવા મળી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related