લોકો ઘરે બેસીને સાઈડ આવક માટે નવી-નવી યુક્તિઓ બનાવે છે, પરંતુ કેનેડામાં ભારતીય મૂળનો એક યુવાન પોતાનું ઘર ભાડે આપીને દર મહિને નવ લાખ રૂપિયાની કમાણી કરે છે. આ યુવાનની ખાસ વાત એ છે કે, કેનેડામાં અભ્યાસ કરતી વખતે તેમને આ રીતે કમાણીનો વિચાર આવ્યો હતો.
33 વર્ષીય કરુણ વિજની કેનેડામાં ચાર મિલકતો છે. જેમાં તેમણે 28 રૂમ બનાવ્યા છે, આ રૂમ ભાડે આપીને તે કમાણી કરે છે. તે ઘરે બેસીને દર મહિને 9 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે શિકાગોમાં રહેતો કરુણ વિજ 2016માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો, આ પછી કરણે જોયું કે તેની કોલેજની નજીકના રૂમનું ભાડું ઘણું હતું. આ પછી તેને વિચાર આવ્યો કે આખું ઘર ભાડે આપવાને બદલે દરેકને એક રૂમ ભાડે આપવાનું વધુ ફાયદાકારક બની શકે એમ છે. બસ આ એક વિચાર બાદ તેમણે પાછળ ફરીને જોયું નથી.
કેનેડામાં કરુણ વિજે પહેલી પ્રોપટી ઓન્ટારિયોમાં ખરીદી હતી, આ માટે તેને અનેક વર્ષો સુધી પૈસાની બચત કરી હતી. જ્યારે વિજ 26 વર્ષનો હતો, ત્યારે તેમણે લગભગ 64,781 ડોલર(લગભગ રૂ. 54 લાખ)ના 20% એટલે કે 323,904 ડોલર (અંદાજે રૂ. 2.7 કરોડ)નું ડાઉન પેમેન્ટ ભરીને ઘર ખરીદ્યું હતું. આ ઘર કોલેજના સાત વિદ્યાર્થીઓને ભાડે આપી દીધું હતું.
ત્યારબાદ કમાણીમાં વધારો થતાં કરુણે દક્ષિણ ઓન્ટારિયોમાં ઘરો ખરીદવા લાગ્યો હતો અને બાદમાં બધા જ ઘરે ભાડે આપી દીધા હતા. તેમની પાસે હવે આશરે 2.3 ડોલર મિલિયનની કિંમતની ચાર મિલકતો છે જે તે ભાડે આપે છે.
એવું નથી કે કરુણ વિજને માત્ર ભાડાના રૂમમાંથી જ આવક છે. ગ્રેજ્યુએટ થયા પછી આ યુવકે એપ્લિકેશન એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. અમેરિકાની કંપનીમાં એકાઉન્ટ મેનેજર બન્યો હતો. વિજ હવે તેની પત્ની અને પુત્રી સાથે શિકાગોમાં રહે છે અને 1,83,000 ડોલરથી વધુ કમાણી કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login