ADVERTISEMENTs

મળો, સૌથી નાના પાવર લિફ્ટિંગ ચેમ્પિયનને

6 વર્ષનો યતિ જેઠવા 80 કિલો વજનનું ડેડ લિફ્ટિંગ કરે છે. રાજ્યના વિવિધ ખૂણેથી 17 મેડલ અને 10 થી વધુ ટ્રોફી જીતી.

ટ્રોફી અને મેડલ્સ સાથે યતિ જેઠવા / Lopa Darbar

સુરતમાં  એક પિતાએ પોતાના માત્ર 6 વર્ષની નાની ઉંમર નાં પોતાના બાળકને સુરતનો સૌથી મોટો પાવર લિફ્ટર બનાવ્યો છે. સુરતમાં 6 વર્ષનો નાનો બાળક 80 કિલો વજનનું ડેડ લિફ્ટિંગ કરે છે.અને અત્યારસુધી તે માત્ર સુરત જ નહિ ગુજરાત ની બહાર પણ વેઇટ લીફ્ટિંગ માં ભાગ લઈ ચૂક્યો છે.

છ વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમતા હોય છે કે પછી મસ્તી કરતા હોય છે તે ઉંમરે સુરતમાં રહેતો હતી વેઇટ લિફ્ટિંગ કરે છે. સુરતમાં રહેતો યતિ જેઠવા 6 વર્ષનો છે અને પેહલા ધોરણમાં અભ્યાસ કરે છે.  યતિ ના પિતા  એ કહ્યું કે યતિ 2 વર્ષનો હતો ત્યારથી જ મારી સાથે જીમ જતો હતો અને મે  પોતે જ મારા પુત્રને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. હું છેલ્લા 4 વર્ષથી તેને તાલીમ આપી રહ્યો છું. તે માત્ર 6 વર્ષ ની ઉમરે  80 કિગ્રા અને સ્કોટ્સ 55 કિગ્રા વજન સાથે હેક લિફ્ટ કરે છે. સામાન્ય રીતે આટલા વજન સાથે પાવરલિફ્ટિંગ 18 થી 20 વર્ષની વયના યુવાનો કરે છે. 

વધુ માં યતીના પિતાએ કહ્યું કે આ ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશમાંથી આ પહેલું બાળક છે જે આટલી નાની ઉંમરમાં સૌથી વધુ વજન સાથે પાવરલિફ્ટિંગ કરી રહ્યું છે. માત્ર 6 વર્ષની ઉંમરે સુરતનો આ બાળક ઘણા યુવા બોડી બિલ્ડરો માટે ઉદાહરણ બની ગયો છે. જે બોડી ફિટનેસ ઓપરેટરો બાળકોની નાની ઉંમરને ધ્યાનમાં લઈને આ બધું કરવાની ના પાડી રહ્યા હતાએ જ બોડી ફિટનેસ ઓપરેટરો જે મારા બાળક ની  નાની ઉંમરના કારણે આ બધું કરવા દેવાની ના પાડતા હતા, આજે તેઓ બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમંત્રિત કરી રહ્યા છે. માત્ર 6 વર્ષની ઉંમરે સુરતના આ બાળકે રાજ્યના વિવિધ ખૂણેથી 17 મેડલ અને 10 થી વધુ ટ્રોફી જીતીને બાળકનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related