વડોદરામાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા દોડી આવ્યા છે. તેમણે આવીને પહેલાં ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં પરિસ્થિતિ કાબુમાં આવશે. આ સાથે જ ફરીથી આ પ્રકારની સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે એક્શન પ્લાન પર કામ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, જિલ્લા કલેક્ટર , મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટી તંત્ર સાથે સમગ્રતથા પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રી શ્રી દ્વારા વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરુ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ સમગ્ર પરિસ્થિતિ સત્વરે પુર્વવત થાય, ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ઓછામાં ઓછી કેઝ્યુલટી સર્જાય તેવા પ્રયાસો હાથ ધરાશે તેવી બાંહેધરી આપી હતી.
વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વડોદરાના વડસર, કલાલી, મુજ મહુડા, સયાજીગંજમાં પાણી ભરાયેલા છે. વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવો થયો છે. NDRF, SDRFની વધુ ટીમોની જરૂરિયાત ઉભી થઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરતા હજૂ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસ્તારોમાં લોકો ટળવળતા જોવા મળ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સલામત વિસ્તારોમાં રહેતા સાગા સંબંધીઓ પહોંચી રહ્યા છે. પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી. તંત્ર મદદે આવી તેવી લોકો પુકાર કરી રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login