ગુજરાત અને દેશમાંથી હજારો યુવાનો વિદેશમાં ભણવા જતા હોય છે, જેમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. આ વખતે બનેલી ઘટનામાં અમેરિકામાં ભણવા માટે ગયેલી મયુષી ભગત નામની યુવતી ગુમ થયાની ઘટના બની છે, તેને શોધી આપનારને 10,000 ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યુવતી સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી અને તે પછી તે 29 એપ્રિલ 2019ની સાંજે ન્યુજર્સી શહેરમાંથી ગુમ થઈ ગઈ હતી. મયુશીના પરિવારે તેના ગુમ થયાની માહિતી આપી હતી. હવે અમેરિકાની સૌથી મહત્વની ગણાતી FBI એજન્સી દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.
અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ જુલાઈ 1994માં જન્મેલી 29 વર્ષની ભારતીય વિદ્યાર્થી માયુષી ભગતને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. તે 29 એપ્રિલ, 2019 ના રોજ તેના ન્યુજર્સી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા પછી ગુમ થઈ ગઈ હતી. જેની 1 મે, 2019 ના રોજ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. હવે અમેરિકન ગુપ્તચર એજન્સીએ માયુષી ભગત વિશે માહિતી આપનારને 10,000 ડૉલર એટલે કે લગભગ 8.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે એફબીઆઈ નેવાર્ક ફીલ્ડ ઓફિસ તેમજ જર્સી સિટી પોલીસ વિભાગે લોકોને મદદ માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login