ભગવાનનું બીજું રૂપ એટલે માતા. ભગવાન બધે જ નથી પહોંચી શકતા એટલે તેમણે માતાનું સર્જન કર્યું છે અને એટલે જ માતાનું મહત્વ શબ્દોમાં આંકવુ ખૂબ જ મુશ્કેલ છે. માનુ મહત્વ એ સમજી શકે જેની પાસે મા નથી હોતી. પરંતુ ઘણી વખત ભગવાન જેની પાસે મા નથી હોતી તેના માટે કંઈક અલગ જ વિચારીને રાખતો હોય છે અને આવું જ કહી સુરતનું એક લાડકી આશ્રમનું છે જ્યાં એક 23 વર્ષ યુવતી નાની ઉંમરે ગરીબ અને નિઃસહાય 27 જેટલી બાળકીઓને દત્તક લીધી છે. આ બાળકીઓને એક માતાની જેમ તે ઉછેર કરી રહી છે અને ભણાવીને પગભર પણ કરી રહી છે.
મેના બીજા રવિવાર ને આપણે સૌ કોઈ મધર્સ ડે તરીકે ઉજવીએ છે. આ દિવસે સૌ કોઈ પોતાની માતાને ગિફ્ટ આપતા હોય છે અને આ દિવસની માતાના દિવસ તરીકે ઉજવતા હોય છે.સુરત ની યુવતી ઉન્નતી શાહ કે જેણે 27 જેટલી બાળકીઓને દત્તક લઈને માતાની જેમ ઉછેર કરી રહી છે. તે આ બાળકીઓના જીવનમાં એક માતાની ગરજ સારી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક બંગલો આવ્યો છે. આ બંગલા નું નામ લાડકી રાખવામાં આવ્યું છે. કારણ એ છે કે અહીં એક દીકરી 27 જેટલી દીકરીઓને માતાની જેમ સાચવે છે. અને આ દીકરીનું નામ છે ઉન્નતી શાહ. ઉન્નતીએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર કર્યું છે. આ અંગે ઉન્નતી શાહે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા કોરોનામાં મારા ફોઈ ગુજરી ગયા ,પરંતુ તેમને પોતાની વિલમાં મારા પપ્પા એટલે કે તેમના ભાઈ રજનીકાંતભાઈ શાહ ના નામે મિલકત કરી હતી. તેમની ઈચ્છા હતી કે તેમનો આ પૈસો સારા કાર્યમાં વાપરે તેથી મારા પિતા ગરીબોને ભોજન અને જરૂરીયાતમંદોને અનાજ ની કીટ આપતા હતા, પરંતુ એક દિવસ જ્યારે અમે મારા કુળદેવી અંબાજીના દર્શને ગયા ત્યારે મને વિચાર આવ્યો કે આ રીતે કેટલા લોકોને મદદ કરી શકીશું, હજુ ઘણી દીકરીઓ એવી છે કે જેમને મદદની જરૂર છે. તેમને હું દત્તક લઈને તેઓની જવાબદારી લેવા માગું છું અને મારા આ વિચારને માતાજીનો હુકમ સમજીને મારા પિતા સાથે મળી મે ત્રણ વર્ષ પહેલા લાડકી નામથી સંસ્થા શરૂ કરી.
ઉન્નતી નાં પિતા રજનિકાંતભાઈ એ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે લાડકી ની શરૂઆત કરવામાં આવી ત્યારે ઉન્નતી ની ઉમર 20 વર્ષ ની હતી.અને તેમણે બે દીકરીઓ દતક લઈ શરૂઆત કરી હતી. એવી દીકરીઓને દતક લેતી હતી કે જે દીકરીઓની નીસહાય, નિરાધાર છે અથવા જેમના માતા-પિતા નથી, કોઈ સિંગલ મધર છે ,કોઈ જરૂરિયાતમંદ છે તેવી દીકરીઓને તેમણે દતક લેવાની શરૂઆત કરી. આ દીકરીઓને તે માતાની જેમ જ સાચવતા હતી . ત્રણ વર્ષમાં અમારી પાસે 27 જેટલી લાડકીઓ એટલે કે 27 દીકરીઓ અમે દત્તક લઈ લીધી ,આ 27 દીકરીઓમાં બે વર્ષથી લઈને 17 વર્ષની દીકરીઓનો સમાવેશ થાય છે.
સંસ્થા સાથે સંકળાયેલા કુણાલભાઈ સેલર એ કહ્યું કે હું પણ આ સંસ્થા સાથે છેલ્લા ત્રણ વર્ષથી ટ્રસ્ટી તરીકે જોડાયેલ છું..દીકરી ઉન્નતિ એક સારું કાર્ય કરી રહી છે , તે જે તે આ દીકરીઓને દેખરેખ રાખે છે તે ખરેખર ખૂબ જ સરસ છે.અમે તો તેના આ કાર્ય માં માત્ર સહભાગી છે.બાકી બધું જ કાર્ય તે જાતે જ કરે છે.આ જગ્યા ની સારી વાત અને ખાસિયત એ છે કે અહીં જે પણ દીકરી આવે છે તે કોઈપણ નાત જાતના વગર અહીં આવે છે અને આ તમામ દીકરીઓને એક જ સરનેમ એટલે કે લાડકી સરનેમ આપવામાં આવે છે. જેથી કોઈ ભેદભાવ રહે નહિ. અહીં જેટલી પણ 27 છોકરીઓ છે દરેક છોકરીના નામની આગળ લાડકી સરનેમ લગાવવામાં આવી છે. અને કોઈ પણ છોકરી આવશે તો તેના નામની આગળના લાડકી સરનેમ્ જ લાગશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login