વડોદરાની એમએસ યુનિવર્સિટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ પહેલી વખત પતંગિયાના આકારના મોલેક્યુસ નું નિર્માણ કર્યું છે તેમના આ નિર્માણને તેઓએ બટરફ્લાયન મોલેક્યુલ નામ આપ્યું છે જેની નોંધ બ્રિટનની રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી ની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી ઓર્ગેનિક એન્ડ બાયો મોલેક્યુલર કેમેસ્ટ્રી જનરલ એ પોતાના કવર પેજ ઉપર લીધું હતું. જે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. આ સાથે જ જનરલ એ પોતાના કવર પેજ ઉપર પતંગિયા અને શ્રીકૃષ્ણ નાં આર્ટ વર્ક થકી આ મહત્વના સંશોધનને સ્થાન પણ આપ્યું છે.
એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક અને હેડ પ્રોફેસર પ્રદીપ દેવતાના હાથ નીચે પીએચડી કરનારા ગૌરાંગ ભટ્ટે પોતાના સંશોધનના ભાગરુપે પતંગિયા આકારના મોલેક્યુલન્સનુ નિર્માણ કર્યુ હતુ.ગૌરાંગ ભટ્ટ હાલમાં પૂણે ખાતે સરકારની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં સંશોધક તરીકે ફરજ બજાવી રહ્યા છે.પ્રો.દેવતા એ કહ્યું કે દુનીયા માં અત્યાર સુધી પતંગિયા આકારના મોલેક્યુલ કોઈએ બનાવ્યા નથી.જોકે અત્યારના તબક્કે તો તેનો કોઈ પ્રોડકટ બનાવવા માટે ઉપયોગ નથી.અમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની ખૂબસૂરતીને ઉજાગર કરવા માટે આ મોલેક્યુલ બનાવ્યા છે.તેનો શેમાં ઉપયોગ થઈ શકે તે માટે અમે સંશોધન કરી રહયા છે.મોલેક્યુલ નરી આંખે જોઈ શકાય તેવા નથી હોતા.એટલે અમે તેનો આકાર નક્કી કરવા માટે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અને ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login