ADVERTISEMENTs

મુકેશ અંબાણીએ પુત્ર અનંત માટે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું

દુનિયાના અરબપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલ હાલમાં જ સમાપ્ત થયો છે.

મુકેશઅંબાણી પુત્ર અનંત માટે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરે છે / Image: Instagram

દુનિયાના અરબપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલ હાલમાં સમાપ્ત થયો છે. 1 માર્ચથી શરૂ થયેલા સેલિબ્રેશનમાં વિશ્વભરના અગ્રણી મહેમાનોની હાજરી જોવા મળી હતી જેઓ પ્રસંગને વધાવવા ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા હતા. નોંધનીય છે કે, ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા 12 જુલાઈના રોજ અનંત સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે.

બોલિવૂડ અને હોલિવૂડની હસ્તીઓ, બિઝનેસ ટાયકૂન્સ, રાજકારણીઓ, ક્રિકેટરો હાજરી આપવાના હોય સુંદર રીતે આયોજન કર્યું હતું, મહેમાનોની યાદીમાં 1,200 લોકોનો સમાવેશ થાય છે જેમાં પોપ સિંગર રિહાના એકોન, બિલ ગેટ્સ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, હાલના ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ઝહીર ખાન, ડ્વેન બ્રાવોનો સમાવેશ થયો હતો.

સેલેબ્સની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ, માધુરી દીક્ષિત નેને, કરીના કપૂર, સૈફ અલી ખાન, શાહરુરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અન્ય ઘણી હસ્તીઓએ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

ફર્સ્ટ ડેની શરૂઆત નવા વિકસિત જામનગર ટાઉનશીપ મંદિર સંકુલમાં પર્ફોર્મન્સ સાથે થઇ હતી. ઇવેન્ટના બીજા દિવસે અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ એવા વનતારા તરીકે ઓળખાતા નવા સ્થપાયેલા એનિમલ રેસ્ક્યુ સેન્ટરના સન્માન માટેવોક ઓન વાઇલ્ડસાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં હાજરી આપનારા મહેમાનો પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને સંભાળની ઉજવણી કરવા માટે જંગલ-થીમ આધારિત આઉટફિટ પહેર્યા હતા.

તો ત્રીજા દિવસે 'હસ્તાક્ષર સમારોહ' સાથે સમાપ્ત થયો જે સત્તાવાર રીતે અનંત અને રાધિકાના જોડાણને ચિહ્નિત કરે છે અને જુલાઈમાં તેમના લગ્ન પહેલાં તેમને નજીક લાવે છે. સમારોહ પછી "આરતી" કરવામાં આવી હતી. ઈવેન્ટનો ડ્રેસ કોડ ભારતીય હતો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓએ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા.

મહેમાનોને લગભગ 500 વાનગીઓ પીરસવામાં આવી હતી જે લગભગ 100 શેફ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related